Gujarati Video : ધોરાજીમાં રસ્તા ધોવાતા પ્રજા ત્રસ્ત, ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા ગુમ થયા હોવાના પોસ્ટર લગાવી કર્યો વિરોધ
વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ ધોરાજીના રસ્તા પર મોટા-મોટા ખાડા પડી ગયા છે. વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે. તૂટેલા રસ્તાનું સમારકામ પણ ન કરાતા લોકોએ પોસ્ટર લગાવીને વિરોધ વ્યક્ત કર્યો છે.
Rajkot : રાજકોટના ધોરાજીમાં રસ્તા ધોવાતા લોકોએ અનોખી રીતે વિરોધ દર્શાવ્યો છે. પ્રજાએ ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા (MLA Mahendra Padalia) ગુમ થયા હોવાના પોસ્ટર (poster)લગાવીને રોષ વ્યક્ત કર્યો છે. સામાન્ય રીતે મત લેવા માટે નેતાઓ મોટા-મોટા વાયદા કરતા હોય છે, પરંતુ સંકટ સમયે શોધ્યે નથી જડતા. ધોરાજીમાં પણ કંઈક આવું જ જોવા મળતાં લોકોમાં પ્રજાના પ્રતિનિધિ વિરૂદ્ધ આક્રોશ જોવા મળી રહ્યો છે.
વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ ધોરાજીના રસ્તા પર મોટા-મોટા ખાડા પડી ગયા છે. વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે. તૂટેલા રસ્તાનું સમારકામ પણ ન કરાતા લોકોએ પોસ્ટર લગાવીને વિરોધ વ્યક્ત કર્યો છે. પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે- ધોરાજીના રસ્તા પર ધ્યાનથી નીકળવું. અહીંયા ધારાસભ્ય ભાજપના છે. પ્રજાએ ખોબલે-ખોબલે મત આપ્યા પણ હવે પ્રજા વચ્ચેથી ધારાસભ્ય કેમ ગુમ છે ? આઠ મહિના પહેલા બનાવાયેલો જેતપુર રોડ કેમ તૂટી ગયો? કોન્ટ્રાક્ટર સાથે કોની સાંઠ-ગાંઠ છે? આવા સવાલોનો પણ પોસ્ટરમાં ઉલ્લેખ છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો