AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Knowledge Story: તમારા Debit card અથવા ATM Card પર કેમ હોય છે 16 અંકનો નંબર? શું તમે જાણો છો તેનો અર્થ ?

ઘણી વખત, ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે, તમે તમારા ડેબિટ કાર્ડના આ 16 નંબરો દાખલ કર્યા હશે. આ 16 અંકોમાં તમારા કાર્ડ વિશે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે. આપણે બધા ડેબિટ કાર્ડના ફાયદાઓનો આનંદ માણીએ છીએ, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ નાના કાર્ડ પર દેખાતા 16-અંકના નંબરનો અર્થ શું છે?

Knowledge Story: તમારા Debit card અથવા ATM Card પર કેમ હોય છે 16 અંકનો નંબર? શું તમે જાણો છો તેનો અર્થ ?
| Updated on: Oct 02, 2024 | 11:34 PM
Share

આજના ડિજિટલ યુગમાં બેંકિંગ સેવાઓ ખૂબ જ સરળ બની રહી છે. એક સમય એવો હતો જ્યારે લોકોને બેંકમાંથી પૈસા ઉપાડવા માટે કલાકો સુધી લાઈનોમાં ઉભા રહેવું પડતું હતું. પરંતુ ડેબિટ કાર્ડ શરૂ થયા બાદ લોકોને ઘણી સુવિધા મળી છે. હવે તેઓ કોઈપણ નજીકના એટીએમમાં ​​જઈને મિનિટોમાં પૈસા ઉપાડી શકશે. જો તમે શોપિંગ કરવા માંગતા હોવ તો પણ રોકડ સાથે રાખવાની જરૂર નથી. માત્ર ડેબિટ કાર્ડ સ્વાઈપ કરીને દુકાનો, મોલ, રેસ્ટોરન્ટમાં ગમે ત્યાં પેમેન્ટ કરી શકાય છે.

આપણે બધા ડેબિટ કાર્ડના ફાયદાઓનો આનંદ માણીએ છીએ, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ નાના કાર્ડ પર દેખાતા 16-અંકના નંબરનો અર્થ શું છે? ચાલો આજે તમને જણાવીએ…

આ 16 અંકોમાં ખૂબ જ છુપાયેલી છે મહત્વપૂર્ણ માહિતી

ઘણી વખત, ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે, તમે તમારા ડેબિટ કાર્ડના આ 16 નંબરો દાખલ કર્યા હશે. આ 16 અંકોમાં તમારા કાર્ડ વિશે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે. આ નંબરો તમારી ચકાસણી, સુરક્ષા અને ઓળખ માટે ખૂબ જ ઉપયોગી છે. જ્યારે તમે તમારા ડેબિટ કાર્ડ દ્વારા કોઈપણ ચુકવણી કરો છો, ત્યારે આ નંબરોની મદદથી તમે તમારા બેંક એકાઉન્ટ નંબર અને તે કંપની વિશે માહિતી મેળવો છો જેના દ્વારા કાર્ડ જાહેર કરવામાં આવ્યું છે.

ડેબિટ કાર્ડ નંબર શું છે?

ડેબિટ કાર્ડ પર દેખાતા 16 અંકોમાંથી પ્રથમ 6 અંકો ‘બેંક ઓળખ નંબર’ છે. આગળના 10 અંકોને કાર્ડ ધારકનો યૂનિક નંબર કહેવામાં આવે છે. એટલા માટે કહેવાય છે કે જો કાર્ડ ચોરાઈ જાય કે ખોવાઈ જાય તો તેને તરત જ બ્લોક કરી દેવો જોઈએ. આવો જાણીએ ડેબિટ કાર્ડના 16 અંકનો અર્થ શું છે.

ડેબિટ કાર્ડ નંબરનો અર્થ જાણો

ડેબિટ કાર્ડનો પ્રથમ અંક

ડેબિટ કાર્ડ નંબર પર નોંધાયેલ પ્રથમ અંક જણાવે છે કે કયા ઈંડસ્ટ્રી આ કાર્ડ જાહેર કર્યું છે. તેથી પ્રથમ અંકને મુખ્ય ઈંડસ્ટ્રી ઓળખ કહેવામાં આવે છે. આ અંક વિવિધ ઈંડસ્ટ્રીઝ માટે અલગ છે.

કાર્ડના પ્રથમ 6 અંકોનો અર્થ

કાર્ડના પહેલા 6 અંક જણાવે છે કે આ કાર્ડ કઈ કંપનીએ ઈશ્યુ કર્યું છે. તેને ઈશ્યુઅર આઈડેન્ટિફિકેશન નંબર કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે, માસ્ટર કાર્ડ માટે આ નંબર 5XXXXXX છે અને વિઝા કાર્ડ માટે આ નંબર 4XXXXXX છે.

સાતમો અંકથી 15મો અંક તમારા બેંક ખાતા સાથે સંબંધિત છે. પરંતુ ગભરાશો નહીં, તે તમારા બેંક એકાઉન્ટ નંબર અથવા અન્ય સંવેદનશીલ માહિતીને જાહેર કરતું નથી.

ડેબિટ કાર્ડના છેલ્લા અંકનો અર્થ

કોઈપણ કાર્ડના છેલ્લા અંકને ચેકસમ અંક કહેવામાં આવે છે. આ અંક સૂચવે છે કે તમારું કાર્ડ માન્ય છે કે નહીં. તમને જણાવી દઈએ કે ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે તમને હંમેશા ડેબિટ કાર્ડની પાછળ લખેલા ત્રણ આંકડાનો CVV નંબર પૂછવામાં આવે છે. આ નંબર ક્યારેય કોઈપણ પેમેન્ટ સિસ્ટમમાં સેવ થતો નથી.

આ પણ વાંચો: Upcoming IPO: ગુજરાતની 30 વર્ષ જૂની ફાર્મા કંપનીનો આવી રહ્યો છે આઈપીઓ, 1.25 કરોડ નવા શેર કરશે ઈશ્યુ

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
g clip-path="url(#clip0_868_265)">