Ratan Tata Death : ટ્રકની પાછળ ‘OK Tata’ કેમ લખવામાં આવે છે, તેનો અર્થ શું છે ?

દેશના વિભિન્ન રાજ્યોના માર્ગો પર દોડતી મોટાભાગની ટ્રકની પાછળ OK TATA લખેલું વાંચવા મળે છે. આ એવા શબ્દો છે જે ટ્રક ઉપર તેની નેમ પ્લેટના નંબર કરતા પણ મોટા અક્ષરોમાં લખેલ હોય છે. જો કે મોટાભાગના લોકો OK TATA કેમ લખેલ છે તેનો અર્થ જાણતા નથી. જાણો OK TATA લખેલાનો અર્થ શું છે અને તેનું રતન ટાટા સાથે શું જોડાણ છે.

Ratan Tata Death : ટ્રકની પાછળ 'OK Tata' કેમ લખવામાં આવે છે, તેનો અર્થ શું છે ?
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 10, 2024 | 3:18 PM

તમે ક્યારેય પણ ધોરીમાર્ગ કે શહેરના મોટા માર્ગ પર જતા આવતા ટ્રકની પાછળ બે શબ્દો અને કેટલાક ટ્રકમાં શેર-શાયરી લખેલા જોયા હશે. ટ્ર્ક ઉપર લખાયેલ મુખ્ય શબ્દ છે- OK TATA. આ એવા શબ્દો છે જે દરેક ટ્રક પર, તેની નંબર પ્લેટના નંબર કરતા પણ મોટા અક્ષરોમાં લખેલા જોવા મળે છે. મોટાભાગના લોકો OK TATAનો અર્થ જાણતા નથી. કેટલાક કહે છે કે આ બે શબ્દો ટ્રકની ઓળખ સાથે સંકળાયેલ છે, પરંતુ એવું નથી. OK TATAનું કનેક્શન રતન ટાટા સાથે સંકળાયેલ છે.

OK TATAનો અર્થ જાણવા માટે ટાટા ગ્રુપ તરફથી જણાવવામાં આવ્યું છે, ટાટા ગ્રુપ ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર તેમજ ટ્રકના ઉત્પાદન માટે જાણીતું છે. પરંતુ સવાલ એ થાય છે કે, જ્યારે ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનો પર ઓકે ટાટા લખેલું જોવા મળતું નથી તો પછી ટ્રક ઉપર જ કેમ આવું લખવામાં આવે છે?

ટ્રક પર કેમ લખ્યું હોય છે?

પહેલી વાત તો એ છે કે ટાટા ગ્રુપ દ્વારા ઉત્પાદિત ટ્રકો પર જ ઓકે ટાટા લખવામાં આવે છે. બીજું, જો વાહન પર OK Tata લખેલું હોય, તો તેનો અર્થ એ છે કે તેનું પરીક્ષણ કરવામાં આવ્યું છે અને તે ટ્રક વધુ સારી સ્થિતિમાં છે. ને રોડ ઉપર દોડાવવા માટે તૈયાર છે. સાથોસાથ OK Tata લખવાનો એક મતલબ એ પણ છે કે, તે દર્શાવે છે કે વાહનનું ઉત્પાદન અને સમારકામ ટાટા મોટર્સના ધોરણો અનુસાર કરવામાં આવ્યું છે. આ વાહનોની વોરંટી માત્ર ટાટા પાસે છે, આ લાઇન પણ તેની પુષ્ટિ કરે છે.

TV9 Festival of India : TV9 ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા દુર્ગા પૂજાથી થયો શરૂ, 5 દિવસ ચાલશે ઉત્સવ
આજનું રાશિફળ તારીખ : 10-10-2024
સિંગર કૌશલ પીઠાડિયા અમદાવાદીઓને ગરબે રમાડશે
Memory Power : મગજને આ રીતે બનાવો શાર્પ, અપનાવો આ ટ્રિક, માનસિક સ્વાસ્થ્ય પણ રહેશે સ્વસ્થ
આજનું રાશિફળ તારીખ : 09-10-2024
પાકિસ્તાનના 'મિની ઈન્ડિયા'માં ઉજવાઈ નવરાત્રી, કરાચીથી સામે આવ્યો Video

આ શબ્દો કેવી રીતે બ્રાન્ડિંગ બન્યા?

ઓકે ટાટા… ભલે કંપનીએ પોતાની પોલિસી માટે આ બે શબ્દો બનાવ્યા અને ટ્રક ઉપર લખ્યા, પણ ધીરે ધીરે તે એક બ્રાન્ડિંગ બની ગયા. આ બે શબ્દો ટ્રકો દ્વારા સમગ્ર દેશમાં લોકપ્રિય બની ગયા. આજે પણ જો તમે કોઈને ઓકે ટાટા કહેશો તો તે તરત જ સમજી જશે કે આ શબ્દ ક્યાં છે અને તે સૌથી વધુ ક્યાં લખાયેલા જોવા મળે છે.

ટ્રકનું ઉત્પાદન કરતી ટાટા મોટર્સ આજે દેશની ટોચની ઓટોમોબાઈલ કંપની છે. આઝાદી પહેલા 1954માં ટાટા એન્જિનિયરિંગ એન્ડ લોકોમોટિવ કંપની (TELCO) તરીકે તેની શરૂઆત કરવામાં આવી હતી. બાદમાં તેનું નામ બદલીને ટાટા મોટર્સ કરવામાં આવ્યું. તે સમયે આ કંપની ટ્રેનના એન્જિન બનાવતી હતી. ત્યારે દ્વિતીય વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું અને ટાટાએ ભારતીય સેનાને એક ટેન્ક આપી, જે ટાટાનગર ટેન્ક તરીકે જાણીતી હતી. આ ટેન્કે યુદ્ધ મોરચા પર દુશ્મનોના છક્કા છોડાવી દીધા હતા.

થોડા સમય પછી, ટાટાએ ઓટોમોબાઈલ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો. મર્સિડીઝ-બેન્ઝ સાથે ભાગીદારી કરી અને 1954માં કોમર્શિયલ વાહનો લોન્ચ કર્યા. 1991 માં, કંપનીએ પેસેન્જર વાહનોના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો અને પ્રથમ સ્વદેશી વાહન ટાટા સિએરા લોન્ચ કર્યું. આ રીતે એક પછી એક વાહનો લોન્ચ કરીને ટાટાએ ઈતિહાસ રચ્યો અને દેશની ટોચની ઓટોમોબાઈલ કંપની બની ગઈ.

આ પછી કંપનીએ ભારતીય બજારમાં ટાટા એસ્ટેટ અને ટાટા સુમો લોન્ચ કરી. ટાટા સુમોએ ભારતીયોમાં એક ખાસ સ્થાન બનાવ્યું છે. આ પછી, ટાટા ઇન્ડિકા જે ભારતીય બજારમાં આવી તે લોકપ્રિય થઈ. ટાટાની આ પ્રથમ ફેમિલી કાર 1998માં લોન્ચ કરવામાં આવી હતી, જેણે વેચાણમાં પણ રેકોર્ડ બનાવ્યો હતો. ટાટા ગ્રૂપને ઉંચાઈ પર લઈ જનાર રતન ટાટા હવે આપણી વચ્ચે નથી, પરંતુ તેમની સિદ્ધિઓ અને સંઘર્ષ હંમેશા ભારતીયોને પ્રેરણા આપશે.

સંસ્કૃતિની ઝલક દેખાડે છે રુટસના ગરબા, ગામડાના પારંપરિક ગરબાનો કરાવે છે
સંસ્કૃતિની ઝલક દેખાડે છે રુટસના ગરબા, ગામડાના પારંપરિક ગરબાનો કરાવે છે
ગોમતી ઘાટ પર અનુપમા સિરિયલના શુટીંગ દરમિયાન થયો વિવાદ, આવી પોલીસ-Video
ગોમતી ઘાટ પર અનુપમા સિરિયલના શુટીંગ દરમિયાન થયો વિવાદ, આવી પોલીસ-Video
Anand : હાર્ટ કિલર ગરબા ગ્રાઉન્ડનો મુખ્ય પ્રવેશદ્વાર તૂટી પડ્યો
Anand : હાર્ટ કિલર ગરબા ગ્રાઉન્ડનો મુખ્ય પ્રવેશદ્વાર તૂટી પડ્યો
કચ્છના આડેસરમાં યુવતી પર દુષ્કર્મ આચરનાર કારખાના માલિકની ધરપકડ- Video
કચ્છના આડેસરમાં યુવતી પર દુષ્કર્મ આચરનાર કારખાના માલિકની ધરપકડ- Video
સુરતના માંડવીમાં કિશોરી સાથે વિધર્મી રિક્ષા ચાલકે આચર્યુ દુષ્કર્મ
સુરતના માંડવીમાં કિશોરી સાથે વિધર્મી રિક્ષા ચાલકે આચર્યુ દુષ્કર્મ
આ રાશિના જાતકોને સ્વાસ્થ્યની રાખવી કાળજી
આ રાશિના જાતકોને સ્વાસ્થ્યની રાખવી કાળજી
Ahmedabad : ઓગણજ ખાતે આયોજિત મંડળી ગરબામાં ફાયરિંગ
Ahmedabad : ઓગણજ ખાતે આયોજિત મંડળી ગરબામાં ફાયરિંગ
વરસાદ બગાડશે નવરાત્રીની મજા, આગામી 4 દિવસ વરસાદની આગાહી
વરસાદ બગાડશે નવરાત્રીની મજા, આગામી 4 દિવસ વરસાદની આગાહી
1 નવેમ્બરે સિનેમાઘરોમાં થશે રજૂ સિંઘમ અગેન, જુઓ ટ્રેલર
1 નવેમ્બરે સિનેમાઘરોમાં થશે રજૂ સિંઘમ અગેન, જુઓ ટ્રેલર
ગીર ગઢડાની બે બાળાઓ સાથે નરાધમે કર્યા અડપલા
ગીર ગઢડાની બે બાળાઓ સાથે નરાધમે કર્યા અડપલા
g clip-path="url(#clip0_868_265)">