પોલીસ દ્વારા કરવામાં આવતા રાઉન્ડ ફાયરિંગનો અર્થ શું છે ? જાણો કઈ ગનમા કેટલા રાઉન્ડ ફાયરિંગની હોય છે કેપેસિટી

|

Apr 14, 2023 | 10:02 AM

કોઇ આરોપી, ગુંડા કે અસામાજીક તત્વોને પકડવાના હોય ત્યારે પોલીસ દ્વારા ફાયરિંગ કરવામાં આવે છે. તે સમયે પોલીસે આટલા રાઉન્ડ ફાયરિંગ કર્યુ તેવો શબ્દ વાયરવામાં આવે છે. જો કે તમને ખબર છે કે રાઉન્ડ ફાયરિંગ એટલે શું ?

પોલીસ દ્વારા કરવામાં આવતા રાઉન્ડ ફાયરિંગનો અર્થ શું છે ? જાણો કઈ ગનમા કેટલા રાઉન્ડ ફાયરિંગની હોય છે કેપેસિટી

Follow us on

આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે પોલીસે 10 રાઉન્ડ ફાયરિંગ કર્યુ અથવા તો પોલીસે 20 રાઉન્ડ ફાયરિંગ કર્યુ. કોઇ આરોપી, ગુંડા કે અસામાજીક તત્વોને પકડવાના હોય ત્યારે પોલીસ દ્વારા ફાયરિંગ કરવામાં આવે છે. તે સમયે પોલીસે આટલા રાઉન્ડ ફાયરિંગ કર્યુ તેવો શબ્દ વાયરવામાં આવે છે. જો કે શું તમને ખરેખર ખબર છે કે આ રાઉન્ડ ફાયરિંગ એટલે શું ? પોલીસ દ્વારા કેટલી ગોળીઓનો ઉપયોગ થાય છે તે સમજવુ જરુરી છે.

આ પણ વાંચો- Breaking News: અતીક અહેમદના પુત્ર અસદ અહેમદનું યુપી પોલીસે કર્યુ એન્કાઉન્ટર, શૂટર મોહમ્મદ ગુલામ પણ માર્યો ગયો

રાઉન્ડ ફાયરિંગનો શું અર્થ છે ?

બંદૂક હોય કે રાઇફલ તેમાં મેગેઝીન હોય છે. મેગેઝીનની અલગ અલગ કેપેસીટી હોય છે. કોઇમાં 20 બૂલેટ આવે છે. કોઇમાં 10 તો કોઇમાં 6 બૂલેટ આવે છે. જો રાઉન્ડ ફાયરિંગની વાત કરવામાં આવે તો જેટલા બૂલેટ મારવામાં આવે તેને એટલા રાઉન્ડ ફાયરિંગ કરી કહેવાય. જેમકે કોઇ ઘટનામાં કહેવામાં આવે કે 10 રાઉન્ડ ફાયરિંગ કરી તો તેનો અર્થ 10 બૂલેટ મારવામાં આવી. દરેક ગનની રાઉન્ડ કેપેસિટી અલગ અલગ હોય છે. જેમ કે કઇ બંદૂક એક મિનિટમાં કેટલા રાઉન્ડ ફાયરિંગ કરી શકે છે. એટલે કે દરેક ગનની રાઉન્ડ ફાયરિંગની કેપેસિટી અલગ અલગ હોય છે.

આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો

આ પણ વાંચો-Breaking News: અતિકને છોડાવા આવી રહ્યો હતો તેનો પુત્ર અસદ- ADG, પોલીસે જણાવી સમગ્ર ઘટના

દરેક આર્મ ફોર્સિસ પાસે અલગ અલગ કેપીસીટીની ગન હોય છે

ઇન્ડિય આર્મી દ્વારા મોટા ભાગે INSAS રાયફલનો ઉપયોગ કરવામાં આવે છે. તે 400 મીટર રેન્જ સુધી ફાયર કરી શકે છે. તે એક મિનિટમાં 600થી 650 રાઉન્ડ ફાયરિંગ કરી શકે છે. તો AK-47 રાયફલની ફાયર રેન્જ 350 મીટર સુધીની છે. તે એક મિનિટમાં 600 રાઉન્ડ ફાયરિંગ કરી શકે છે.

એર ફોર્સ દ્વારા સૌથી વધુ M-16 A1 રાયફલ ઉપયોગમાં લેવામાં આવે છે. જેની ફાયર રેન્જ 550 મીટર સુધીની છે. તે એક મિનિટમાં 700 થી 950 રાઉન્ડ ફાયરિંગ કરી શકે છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 8:09 pm, Thu, 13 April 23

Next Article