Breaking News: અતીક અહેમદના પુત્ર અસદ અહેમદનું યુપી પોલીસે કર્યુ એન્કાઉન્ટર, શૂટર મોહમ્મદ ગુલામ પણ માર્યો ગયો
અતિક અહેમદના પુત્ર અશદ અહેમદનું એન્કાઉન્ટર. UP STFએ અતીક અહેમદના પુત્ર અશદનું એન્કાઉન્ટ કર્યુ
ઉમેશ પાલ હત્યા કેસના શૂટર અને માફિયા અતીક અહેમદના પુત્ર અસદનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. આ સાથે ગોળીબાર કરનાર મોહમ્મદ ગુલામ પણ માર્યો ગયો. ઝાંસીમાં, યુપી એસટીએફના ડેપ્યુટી એસપી નવેન્દુ અને ડેપ્યુટી એસપી વિમલના નેતૃત્વમાં, પાંચ લાખનું ઈનામ ધરાવનાર અસદ અને મોહમ્મદ ગુલામની હત્યા કરવામાં આવી છે. પોલીસને બંને પાસેથી વિદેશી હથિયારો મળી આવ્યા છે.
એક તરફ ઉમેશ પાલ હત્યા કેસમાં અતીક અહેમદ અને અશરફને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ યુપી પોલીસને એક મોટી સફળતા મળી છે. UP STFએ ઝાંસીમાં અતિક અહેમદના પુત્ર અસદની હત્યા કરી છે. આ સાથે જ ઉમેશ પાલની હત્યા કરનાર મોહમ્મદ ગુલામની પણ હત્યા કરવામાં આવી છે.
यूपी STF को बधाई देता हूँ, श्री उमेश पाल एडवोकेट और पुलिस के जवानों के हत्यारों को यही हश्र होना था!
— Keshav Prasad Maurya (@kpmaurya1) April 13, 2023
અતીકના પુત્ર અસદનું એન્કાઉન્ટર
ઉમેશ પાલ હત્યા કેસના શૂટર અને માફિયા અતીક અહેમદના પુત્ર અસદનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. આ સાથે ગોળીબાર કરનાર મોહમ્મદ ગુલામ પણ માર્યો ગયો. ઝાંસીમાં, યુપી એસટીએફના ડેપ્યુટી એસપી નવેન્દુ અને ડેપ્યુટી એસપી વિમલના નેતૃત્વમાં, પાંચ લાખનું ઈનામ ધરાવનાર અસદ અને મોહમ્મદ ગુલામની હત્યા કરવામાં આવી છે. પોલીસને બંને પાસેથી વિદેશી હથિયારો મળી આવ્યા છે.
I thank CM Yogi ji for serving justice and I appeal to him to give us justice ahead also. We have full faith in CM: Shanti Devi, Umesh Pal's mother in Prayagraj#AtiqAhmed #AsadAhmed #Encounter #TV9News pic.twitter.com/sQ5yHBhYvI
— Tv9 Gujarati (@tv9gujarati) April 13, 2023
એક તરફ ઉમેશ પાલ હત્યા કેસમાં અતીક અહેમદ અને અશરફને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ યુપી પોલીસને એક મોટી સફળતા મળી છે. UP STFએ ઝાંસીમાં અતિક અહેમદના પુત્ર અસદની હત્યા કરી છે. આ સાથે જ ઉમેશ પાલની હત્યા કરનાર મોહમ્મદ ગુલામની પણ હત્યા કરવામાં આવી છે. એન્કાઉન્ટરની વિગતો આવવાની બાકી છે.
અસદ અને ગુલામે ઉમેશ પાલની કરી હતી હત્યા
ઉલ્લેખનીય છે કે, 24 ફેબ્રુઆરીના રોજ પ્રયાગરાજમાં રાજુપાલ હત્યા કેસમાં સાક્ષી ઉમેશ પાલની હત્યા કરવામાં આવી હતી. જ્યારે ઉમેશ પાલ પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે શૂટરોએ તેના પર ગોળીબાર કર્યો જ્યારે તે કારમાંથી બહાર ગલીમાંથી ઉતરી રહ્યો હતો. આ દરમિયાન બોમ્બ પણ ફેંકવામાં આવ્યા હતા. આ હુમલામાં ઉમેશ પાલ અને તેના બે સરકારી ગનર્સ માર્યા ગયા હતા.
ઉમેશ પાલની પત્નીએ આ મામલામાં અતીક, તેના ભાઈ અશરફ સહિત 9 લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. પોલીસ આ મામલામાં શાઇસ્તાની સાથે 5 શૂટર્સ (અસદ, અતીક અહેમદનો પુત્ર, અરમાન, ગુલામ, ગુડ્ડુ મુસ્લિમ અને સાબી)ને શોધી રહી હતી. પોલીસને આજે મોટી સફળતા મળી છે. પોલીસે 47 દિવસથી ફરાર અસદ અને ગુલામની હત્યા કરી નાખી છે.
દિલ્હીમાં છુપાયા હતા અસદ અને ગુલામ
ઉમેશ પાલ હત્યા કેસને અંજામ આપ્યા બાદ પાંચ શૂટર ફરાર થઈ ગયા હતા. અસદ અને ગુલામ દિલ્હીમાં છુપાયેલા હતા. હાલમાં જ દિલ્હી પોલીસે અસદને આશરો આપવાના મામલે ત્રણ લોકોની ધરપકડ કરી હતી. આર્મ્સ એક્ટ સંબંધિત કેસમાં પોલીસે અવતાર સિંહની ધરપકડ કરી હતી. અવતરે ખુલાસો કર્યો છે કે તેણે ઝીશાન અને ખાલિદને 10 હથિયાર સપ્લાય કર્યા હતા.
પૂછપરછ દરમિયાન ખાલિદ અને ઝીશાને જણાવ્યું કે તેઓએ અસદ અને ગુલામને દિલ્હીમાં એક ગુપ્ત ઠેકાણે આશ્રય આપ્યો હતો. આ પછી પોલીસે 31 માર્ચે જાવેદની ધરપકડ કરી હતી. જાવેદે જણાવ્યું કે ઉમેશ પાલની હત્યા બાદ અસદ અને ગુલામ તેને મળ્યા હતા. તેના સ્થળ પર, પોલીસે ફરીથી દરોડા પાડવાનું શરૂ કર્યું અને આજે શૂટર અસદ સાથે ગુલામને મારી નાખ્યો.