શિયા-સુન્ની મુસ્લિમ વચ્ચે શું છે વિવાદ, કયા દેશ શિયા અને કયા દેશ છે સુન્ની ?

ઈસ્લામ ધર્મના પયગંબર મોહમ્મદનું અવસાન થયા બાદ મુસ્લિમોનું નેતૃત્વ કોણ કરશે તે અંગે વિવાદ ઉભો થયો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી એક તરફ શિયા તો બીજી તરફ સુન્ની મુસ્લિમો પયગંબર મોહમ્મદના અસલી વારસદાર હોવાનો દાવો કરી રહ્યા છે, ત્યારે આ લેખમાં બંને સમુદાયો વચ્ચે ચાલી રહેલા આ વિવાદ અને કયા દેશ શિયા અને કયા દેશ સુન્ની છે, તે અંગે વિસ્તારથી જાણીશું.

શિયા-સુન્ની મુસ્લિમ વચ્ચે શું છે વિવાદ, કયા દેશ શિયા અને કયા દેશ છે સુન્ની ?
Shia-Sunni Muslims
Follow Us:
| Updated on: Jul 16, 2024 | 6:27 PM

લગભગ 1400 વર્ષ પહેલા ઈ.સ. 632માં ઈસ્લામ ધર્મના પયગંબર મોહમ્મદનું અવસાન થયા બાદ મુસ્લિમોનું નેતૃત્વ કોણ કરશે તે અંગે વિવાદ ઉભો થયો. આ માટે ચાર ખલીફા નિયુક્ત કરવામાં આવ્યા, જે અબુ બકર, ઉમર, ઉસ્માન અને હઝરત અલી હતા.

મુસ્લિમોના એક વર્ગનું કહેવું છે કે મોહમ્મદ સાહેબે તેમના જમાઈ હઝરત અલીને પોતાના વારસદાર બનાવ્યા હતા. જ્યારે બીજા વર્ગનું કહેવું છે કે તેમણે હઝરત અલીને ફક્ત સંભાળ રાખવા માટે કહ્યું હતું. પયગંબર મોહમ્મદે અબુ બકરને પોતાના અસલી વારસદાર બનાવ્યા હતા. આ માન્યતાથી મુસ્લિમો બે સમુદાયોમાં વહેંચાઈ ગયા.

જેઓ પયગંબર મોહમ્મદના જમાઈ હઝરત અલીને માને છે તેઓને શિયા કહેવામાં આવે છે અને અબુ બકરને માનનારાઓને સુન્ની કહેવામાં આવે છે. આ પછી બંને વર્ગો વચ્ચે અસ્તિત્વની લડાઈ શરૂ થઈ. મુસ્લિમોમાં સુન્નીઓ બહુમતીમાં છે, તેમની સંખ્યા લગભગ 85 થી 90 ટકાની વચ્ચે છે. જ્યારે શિયા લગભગ 15 ટકા જ છે.

ખાલી પેટે પાણીમાં ચપટી મીઠું નાખીને પીવાથી જાણો શું થાય છે?
વિરાટ કોહલી કે અનુષ્કા શર્મા, જાણો બંન્નેમાંથી કોણે વધુ અભ્યાસ કર્યો
Kumkum : કુમકુમના આ 5 ઉપાયોથી દરેક અડચણ થાય છે દૂર
માખણ મિશ્રી ખાવાથી થાય છે અઢળક ફાયદા
દેશી ગર્લ પ્રિયંકા ચોપરાનો આ લુક જન્માષ્ટમી માટે છે પરફેક્ટ, જુઓ Photos
પ્રોટીન મેળવવા ઈંડા- મટનને ફેલ કરી દેશે આ કાળા રંગના બીજ, મસલ જલ્દી ફૂલશે

બંને સમુદાયના લોકોની સદીઓથી મોટાભાગની ધાર્મિક માન્યતાઓ અને રિવાજો સમાન છે. તેમની વચ્ચેનો તફાવત સિદ્ધાંત, પરંપરા, કાયદો, ધર્મશાસ્ત્ર અને ધાર્મિક સંગઠન છે. જેના કારણે તેમના નેતાઓમાં પણ દુશ્મનાવટ જોવા મળી રહી છે. લેબનોનથી સીરિયા અને ઇરાકથી પાકિસ્તાન સુધીના ઝઘડાઓેએ સાંપ્રદાયિક વિભાજનને વ્યાપક બનાવ્યું છે અને બે સમુદાયોને અલગ પાડ્યા છે.

શિયા અને સુન્ની મુસ્લિમો કેટલા અલગ છે ?

મુસ્લિમો ખાસ કરીને બે સમુદાયોમાં વહેંચાયેલા છે, શિયા અને સુન્ની. આ બંને મુસ્લિમ સમુદાયો ઇસ્લામના પાંચ મૂળભૂત સિદ્ધાંતો તેમજ કુરાન અને અલ્લાહના પયગંબર મુહમ્મદ વિશે સમાન અભિપ્રાય ધરાવે છે. બંને સંપ્રદાયોમાં ઘણા મુદ્દાઓ પર વૈચારિક મતભેદો છે. બંને સમુદાયોની નમાઝ અને અઝાન પદ્ધતિમાં તફાવત છે.

સુન્ની મુસ્લિમ – ઇસ્લામમાં માનનારા વિશ્વભરના મોટાભાગના લોકો સુન્ની સમુદાયના છે. એક અંદાજ મુજબ, વિશ્વના લગભગ 90 ટકા મુસ્લિમો આ શાખા સાથે જોડાયેલા છે. આ લોકો સુન્નીને ઇસ્લામના સૌથી પરંપરાગત અને રૂઢિચુસ્ત સંપ્રદાય તરીકે જુએ છે.

સુન્ની શબ્દ ‘અહલ અલ-સુન્ના’ પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે પરંપરાનું પાલન કરતા લોકો. આ કિસ્સામાં પરંપરા એવા રિવાજોનો ઉલ્લેખ કરે છે જે પયગંબર મોહમ્મદ અને તેમના નજીકના લોકોના વર્તન અથવા વિચારસરણી પર આધારિત છે. કુરાનમાં ઉલ્લેખિત તમામ પયગંબરોને સુન્નીઓ માને છે, પરંતુ છેલ્લા પયગંબર મોહમ્મદ સાહેબ હતા. તેમના પછી આવેલા તમામ મુસ્લિમ ખલીફાઓને વિશ્વની મહત્વપૂર્ણ હસ્તીઓ તરીકે જોવામાં આવે છે.

શિયા મુસ્લિમ – ઇસ્લામિક ઇતિહાસના પ્રારંભિક તબક્કામાં શિયાઓ એક રાજકીય જૂથ હતા, જેને ‘શિયાત અલી’ એટલે કે અલીની પાર્ટી કહેવામાં આવતી હતી. શિયાઓ દાવો કરે છે કે માત્ર હઝરત અલી અને તેમના વંશજોને જ મુસ્લિમોનું નેતૃત્વ કરવાનો અધિકાર છે. અલી પયગંબર મોહમ્મદના જમાઈ અને તેમના પિતરાઈ ભાઈ પણ હતા. હઝરત અલી અને તેમના બે પુત્રો હસન અને હુસૈન ઇસ્લામમાં ખિલાફત ખાતર શહીદ થયા હતા. કરબલાના યુદ્ધમાં હુસૈનનું મૃત્યુ થયું હતું, જ્યારે હસનને ઝેર આપવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. આ ઘટનાઓને કારણે શિયાઓમાં શહાદત અને શોકને મહત્વ આપવામાં આવે છે.

સુન્ની મુસ્લિમ સમુદાયના લોકો કુરાન, હદીસ અને પયગંબરને ઇસ્લામના માર્ગદર્શક માને છે. તો શિયા સમુદાય પયગંબર અને તેમના પરિવારને સમર્પિત છે, જે તેમની પુત્રી હઝરત ફાતિમા અને તેમના પતિ હઝરત અલીથી શરૂ થાય છે. શિયા મુસ્લિમો તેમને ઇસ્લામના માર્ગદર્શક માને છે, જેમને તેઓ અહલુલબયત કહે છે. પયગંબર પછી અહલુલ બૈતને ઇસ્લામના વાસ્તવિક વારસ માનવામાં આવે છે.

શિયા સમુદાયે અહલુલ-બૈતના ઉપદેશોના આધારે સુન્ની મુસ્લિમોથી અલગ પોતાની શરિયત આધારિત જાફરિયા જાળવી રાખી છે. શિયા સમુદાય કુરાન અને ફિકહ જાફરિયાના આધારે તમામ ઇસ્લામિક પ્રવૃત્તિઓ કરે છે. તો સુન્ની મુસ્લિમો તેમની ધાર્મિક પ્રવૃત્તિઓ કુરાન તેમજ તિર્મિઝી, બુખારી શરીફ, મુસ્લિમ, ઇબ્ને માજા, મિસ્કત હદીસ અને પયગંબર મોહમ્મદના ઉપદેશોના આધારે કરે છે.

હિંસા માટે કોણ જવાબદાર ?

જે દેશોમાં સત્તા સુન્નીઓના હાથમાં છે, ત્યાં શિયાઓ સામાન્ય રીતે સમાજનો સૌથી ગરીબ વર્ગ છે. તેઓ પોતાને ભેદભાવ અને જુલમનો શિકાર માને છે. સુન્ની ઉગ્રવાદી વિચારધારાઓ શિયાઓ વિરુદ્ધ નફરતને પ્રોત્સાહન આપે છે. ઈરાનમાં 1979ની ક્રાંતિ પછી, કટ્ટરપંથી ઈસ્લામિક એજન્ડા આગળ મૂકવામાં આવ્યો હતો, જેને ખાસ કરીને ખાડી દેશોના સુન્ની શાસન માટે પડકાર તરીકે જોવામાં આવ્યો હતો.

ઈરાની સરકારે અને ગલ્ફ રાજ્યોએ સુન્નીવાદને પ્રોત્સાહન આપ્યું હતું, સુન્ની સરકારો અને વિશ્વભરની ચળવળો સાથેના તેમના સંબંધોને મજબૂત બનાવ્યા હતા. લેબનાનના ગૃહયુદ્ધ દરમિયાન હિઝબુલ્લાહની લશ્કરી પ્રવૃત્તિઓને કારણે, શિયાઓનો રાજકીય અવાજ વિશ્વને મજબૂત રીતે સંભળાયો. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં તાલિબાન જેવા કટ્ટરપંથી સુન્ની ઉગ્રવાદી સંગઠનો વારંવાર શિયા ધાર્મિક સ્થળોને નિશાન બનાવે છે.

સીરિયા અને ઈરાકમાં ચાલી રહેલા સંકટમાં શિયા અને સુન્ની સંઘર્ષના પડઘા સંભળાય છે. આ બંને દેશોમાં યુવાનો સુન્ની વિદ્રોહી જૂથોમાં જોડાઈ રહ્યા છે. આમાંથી ઘણા લોકો અલ કાયદાની કટ્ટરવાદી વિચારધારામાં માને છે. બીજી બાજુ શિયા સંપ્રદાયના ઘણા લોકો સરકાર વતી અથવા સરકારી દળો સાથે લડી રહ્યા છે.

કયા દેશ શિયા અને કયા દેશ છે સુન્ની ?

મુસ્લિમ સમુદાયના મોટાભાગના લોકો સુન્ની સમુદાયના છે. આંકડાઓ અનુસાર સમગ્ર વિશ્વમાં લગભગ 80 થી 85 ટકા લોકો સુન્ની છે. ભારતમાં સુન્ની સમુદાયના લોકો વધુ જોવા મળે છે. હાલમાં ભારતમાં લગભગ 18 કરોડ મુસ્લિમો રહે છે, જેમાંથી મુખ્યત્વે સુન્ની છે. દેશમાં લગભગ 18 કરોડ સુન્ની અને 1 કરોડથી વધુ શિયા મુસ્લિમો રહે છે. ભારતમાં દિલ્હી, હૈદરાબાદ અને લખનૌના વિસ્તારોમાં શિયા મુસ્લિમો મોટી સંખ્યામાં રહે છે.

સુન્ની સમુદાયના લોકો મુખ્યત્વે સાઉદી અરેબિયા, ઇજિપ્ત, યમન, પાકિસ્તાન, ઇન્ડોનેશિયા, તુર્કી, અલ્જેરિયા, મોરોક્કો, ચીન અને ટ્યુનિશિયામાં વસવાટ કરે છે. આ ઉપરાંત મધ્ય એશિયા, યુરોપ, દક્ષિણ એશિયા, દક્ષિણપૂર્વ એશિયા, આફ્રિકા, આરબ વિશ્વ, તુર્કી અને યુનાઇટેડ સ્ટેટ્સમાં મોટાભાગના મુસ્લિમ સમુદાયો સુન્ની છે.

બીજી તરફ ઈરાન અને ઈરાક શિયા બહુમતી ધરાવતા દેશો છે. શિયાઓ યમન, બહેરીન, સીરિયા, લેબનોન અને અઝરબૈજાનમાં સૌથી મોટા લઘુમતી સમુદાય તરીકે છે. શિયા સમુદાયની વાત કરીએ, તો સૌથી વધુ ઈરાનમાં છે. અહીં કુલ મુસ્લીમ વસ્તીના લગભગ 97 ટકા લોકો શિયા સમુદાયના છે. બીજા નંબરે અઝરબૈજાન આવે છે, અહીં કુલ મુસ્લિમ વસ્તીના 85 ટકા લોકો શિયા છે. અઝરબૈજાનમાં 90 લાખ મુસ્લિમ લોકો છે, જેમાંથી 76 લાખ શિયા સમુદાયના છે.

આ પણ વાંચો રશિયા-યુક્રેન યુદ્ધમાંથી ભારતે લીધો બોધપાઠ, હવે ચીનને આપશે ટક્કર

Latest News Updates

રાજ્ય પર વરસાદની ભયાનક આફતનો ખતરો,ડિપ ડિપ્રેશનનો ખતરો ગુજરાત તરફ વળ્યો
રાજ્ય પર વરસાદની ભયાનક આફતનો ખતરો,ડિપ ડિપ્રેશનનો ખતરો ગુજરાત તરફ વળ્યો
આત્માનું વજન કેટલું હોય ? રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો
આત્માનું વજન કેટલું હોય ? રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો
સાવરકુંડલામાં દીવાલમાં ભ્રષ્ટાચાર કરનાર એજન્સીને પાલિકાએ ફટકારી નોટિસ
સાવરકુંડલામાં દીવાલમાં ભ્રષ્ટાચાર કરનાર એજન્સીને પાલિકાએ ફટકારી નોટિસ
ભરૂચમાં ખુલ્લી ગટરો બની માથાનો દુખાવો, લોકોના જીવ પડીકે બંધાયા
ભરૂચમાં ખુલ્લી ગટરો બની માથાનો દુખાવો, લોકોના જીવ પડીકે બંધાયા
સરસ્વતી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ, માધવરાયજી મંદિર થયુ જળ મગ્ન
સરસ્વતી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ, માધવરાયજી મંદિર થયુ જળ મગ્ન
Rajkot Rain : ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ
Rajkot Rain : ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ
Toilet Cleaning : આધુનિક ટેક્નોલોજી વાળું ટોયલેટ, watch video
Toilet Cleaning : આધુનિક ટેક્નોલોજી વાળું ટોયલેટ, watch video
સાબરકાંઠામાં મેઘરાજાની તોફાની બેટીંગથી નદીઓમાં પુષ્કળ પાણીની થઈ આવક
સાબરકાંઠામાં મેઘરાજાની તોફાની બેટીંગથી નદીઓમાં પુષ્કળ પાણીની થઈ આવક
દહેમી ગામમાં જર્જરિત શાળામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા મજબૂર
દહેમી ગામમાં જર્જરિત શાળામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા મજબૂર
છેલ્લા 24 કલાકમાં 234 તાલુકામાં મેઘ મહેર, સૌથી વધુ વાપીમાં વરસાદ પડ્યો
છેલ્લા 24 કલાકમાં 234 તાલુકામાં મેઘ મહેર, સૌથી વધુ વાપીમાં વરસાદ પડ્યો
g clip-path="url(#clip0_868_265)">