રશિયા-યુક્રેન યુદ્ધમાંથી ભારતે લીધો બોધપાઠ, હવે ચીનને આપશે ટક્કર

રશિયા-યુક્રેન યુદ્ધથી વિશ્વભરના દેશો ઘણું શીખી રહ્યા છે, ત્યારે રશિયાની સેનાના અનુભવોને ધ્યાનમાં લઈને ભારત પણ નવી જરૂરિયાતોને પહોંચી વળવા માટે ઝડપી પગલાં લઈ રહ્યું છે. ભારત તેના ચાલાક પાડોશી ચીનના સંભવિત કાવતરાનો સામનો કરવા માટે તેની સંરક્ષણ તૈયારીઓને સતત તેજ કરી રહ્યું છે.

રશિયા-યુક્રેન યુદ્ધમાંથી ભારતે લીધો બોધપાઠ, હવે ચીનને આપશે ટક્કર
India-china
Follow Us:
| Updated on: Jul 15, 2024 | 8:25 PM

રશિયા-યુક્રેન યુદ્ધથી વિશ્વભરના દેશો ઘણું શીખી રહ્યા છે અને આધુનિક યુદ્ધના બદલાતા લેન્ડસ્કેપને સ્વીકારી રહ્યા છે. રશિયાની સેનાના અનુભવોને ધ્યાનમાં લઈને ભારત પણ નવી જરૂરિયાતોને પહોંચી વળવા માટે ઝડપી પગલાં લઈ રહ્યું છે. ભારત તેના ચાલાક પાડોશી ચીનના સંભવિત કાવતરાનો સામનો કરવા માટે તેની સંરક્ષણ તૈયારીઓને સતત તેજ કરી રહ્યું છે.

રશિયા-યુક્રેન યુદ્ધમાંથી શીખ્યા બાદ ભારતે આધુનિક સમયના યુદ્ધને અનુરૂપ તેની ટેન્કો અપગ્રેડ કરી છે. રશિયન ટેન્ક યુક્રેન પર હુમલો કરવામાં અસરકારક સાબિત નથી થઈ રહી. એટલા માટે ભારત એલર્ટ થઈ ગયું છે, કારણ કે આપણી પાસે પણ એ જ રશિયન ટેન્ક છે. આ T-90 ટેન્કને ભારતમાં ભીષ્મ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે ભારતે આ ટેન્કને અપગ્રેડ કરવાની સાથે એક એવી ટેન્ક પણ બનાવી છે, જેનાથી ચીનની મુશ્કલી વધી શકે છે.

ગુજરાતના સુરતમાં કરાયું ટેન્કનું સફળ પરીક્ષણ

સ્વદેશી અભિયાન હેઠળ ભારતે હવે લાઇટ ટેન્ક બનાવવામાં સફળતા મેળવી છે. ગુજરાતના સુરતમાં સ્વદેશી લાઇટ ટેન્કનું સફળ પરીક્ષણ પણ કરવામાં આવ્યું છે, જેને જોરાવર નામ આપવામાં આવ્યું છે. તમામ પરીક્ષણોમાંથી પસાર થયા બાદ તેને વર્ષ 2027 સુધીમાં સેનામાં સામેલ કરી શકાય છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાંથી બોધપાઠ લઈને તેમાં લોઈટરિંગ મ્યુનિશન યુએસવી પણ ઉમેરવામાં આવ્યું છે. આ લાઇટ ટેન્કને લદ્દાખ અને ગલવાન ઘાટીના ઊંચાઈવાળા વિસ્તારોમાં પણ તૈનાત કરી શકાય છે.

સવારે ખાલી પેટ ધાણાનું પાણી પીવાથી જાણો શું થાય છે?
ગુજરાતી સિંગર ભૂમિ ત્રિવેદીનો બોલિવુડમાં છે દબદબો
મહારાષ્ટ્રની સુપ્રસિદ્ધ પૂરણ પોળી ઘરે બનાવી પરિવારના લોકોનું દિલ જીતો
Weight Loss : વજન ઘટાડતી વખતે દેશી ઘી ખાવું જોઈએ કે નહીં?
આજનું રાશિફળ તારીખ : 13-09-2024
બાળકોમાં વિટામિન B12 ની ઉણપના લક્ષણો શું છે?

જોરાવર ટેન્કની ખાસિયત

સંપૂર્ણપણે સ્વદેશી જોરાવર ટેન્ક ઈન્ટીગ્રેશન તેમજ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સજ્જ છે. તેમાં સક્રિય સુરક્ષા વ્યવસ્થા સાથેની તમામ અત્યાધુનિક જરૂરિયાતોને પહોંચી વળવા અને દુશ્મનોને હરાવવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટેન્ક 105 મીમીની ગનથી સજ્જ છે, જેમાંથી એન્ટી ટેન્ક મિસાઈલ છોડી શકાય છે. મિસાઈલ સિસ્ટમ સિવાય તે માત્ર તોપ જ નથી, પરંતુ અન્ય હથિયારોને ફાયર કરવાની સિસ્ટમ પણ છે. તેમાં મોડ્યુલર એક્સપ્લોઝિવ રિએક્ટિવ આર્મર છે અને એક્ટિવ પ્રોટેક્શન સિસ્ટમ પણ લગાવવામાં આવી છે, જે જોરાવરને દુશ્મનના હુમલાથી સુરક્ષિત રાખશે. સારી મોબિલિટી માટે જોરાવરમાં ન્યૂનતમ પાવર-ટુ-વેઇટ 30 HP/ટન રાખવામાં આવ્યું છે.

જોરાવરમાં ડ્રોનની સાથે બેટલ મેનેજમેન્ટ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. તેની મુખ્ય ખાસિયત તેનું વજન 25 ટન છે, જે T-90 જેવી ભારે ટેન્કો કરતા લગભગ અડધુ છે. જેના કારણે તે મુશ્કેલ પર્વતીય વિસ્તારોમાં પણ સરળતાથી કામ કરી શકે છે, જ્યાં અન્ય મોટી ટેન્કો પહોંચી શકતી નથી. ત્યાં જોરાવર સરળતાથી પડકારરૂપ પ્રદેશમાં કામ કરી શકે છે.

અઢી વર્ષમાં બનીને તૈયાર થઈ જોરાવર

ભારતમાં ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) દ્વારા લાર્સન એન્ડ ટુબ્રો (L&T)ના સહયોગથી જોરાવર ટેન્ક વિકસાવવામાં આવી છે. જ્યારે તેનું સુરતમાં L&Tના હજીરા પ્લાન્ટમાં પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે DRDOના વડા સમીર વી કામથ પણ હાજર હતા. તેમણે કહ્યું છે કે શરૂઆતમાં 59 જોરાવર ટેન્ક સેનાને આપવામાં આવશે અને ધીમે ધીમે તેમની સંખ્યા વધીને 295 થઈ જશે. તેમણે કહ્યું કે માત્ર અઢી વર્ષમાં 25 ટન વજનની આ ટેન્ક તૈયાર કરવામાં આવી છે અને તેનો પ્રથમ પ્રોટોટાઈપ બનાવવામાં આવ્યો હતો અને હવે તેનું પરીક્ષણ પણ શરૂ કરવામાં આવ્યું છે.

આ ટેન્ક વજનમાં હલકી હોવા છતાં, તે સંપૂર્ણ સશસ્ત્ર ટેન્ક છે. તેનું વજન ઓછું હોવાને કારણે તે ગમે તેવા ખરાબ રસ્તાઓ પર ચાલી શકે છે. જરૂર પડ્યે તેને પ્લેન દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકાય છે. હજારો ફૂટની ઉંચાઈ પર ઉબડખાબડ અને ખરબચડી ટેકરીઓ પર પણ તે સરળતાથી દોડી શકે છે. જોરાવરનો ફાયરપાવર એટલો ખતરનાક છે કે તે મોટામાં મોટી ટેન્ક પર પણ ભારે પડી શકે છે.

જોરાવર ટેન્કની જરૂર કેમ પડી ?

વર્ષ 2020માં જ્યારે ચીની સૈનિકો દાદાગીરી બતાવી રહ્યા હતા, ત્યારે ગલવાનમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. ગલવાનમાં ચીની સેના પેંગોંગ ઝીલની ઉત્તરીય સરહદ તરફ આગળ વધી રહી હતી, ત્યારે ભારતીય સેનાએ 15,000 ફૂટની ઊંચાઈએ પોતાનો ધ્વજ લહેરાવ્યો હતો અને ચીનીઓને ભગાડ્યા હતા. એટલું જ નહીં આ ઊંચાઈ પર 200 થી વધુ T-72 અને T-90 ટેન્ક તૈનાત કરવામાં આવી હતી. વજનમાં ભારે હોવાને કારણે તેને ગલવાન લઈ જવામાં થોડી મુશ્કેલી હતી, તેથી જોરાવર જેવી ટેન્કની જરૂરિયાત ઉભી થઈ હતી.

ચીને ગલવાન ખીણમાં તેની હળવા વજનની ZTQ ટાઈપ-15 ટેન્કો તૈનાત કરી છે, જેનો સામનો હવે જોરાવર કરશે. વજનમાં હલકી હોવાને કારણે તે પહાડી વિસ્તારોમાં ઝડપથી આગળ વધી શકે છે. આ સિવાય જો કોઈ રસ્તો ન હોય તો ભારતીય વાયુસેનાના C-17 ગ્લોબમાસ્ટર દ્વારા એક સાથે બે જોરાવર ટેન્કને લઈ જઈ શકાય છે.

અમેરિકા, રશિયા અને ચીન પાસે પણ છે આવી ટેન્કો

સામાન્ય રીતે ત્રણ અલગ-અલગ પ્રકારની ટેન્ક હોય છે. આ ત્રણ કેટેગરીઓ વજન પર આધારિત છે. આમાં ભારે ટેન્ક, મધ્યમ ટેન્ક અને લાઇટ ટેન્કનો સમાવેશ થાય છે. આ ટેન્કની પોતાની અલગ અલગ ખાસિયતો છે.

એક ટેન્ક સંરક્ષણ માટે તો બીજી હુમલો કરવા માટે હોય છે. જ્યારે વજનમાં હલકી ટેન્ક સંરક્ષણ અને હુમલો બંને માટે સક્ષમ છે. તેથી જ આજે વિશ્વના ઘણા દેશો લાઇટ ટેન્કનું ઉત્પાદન કરી રહ્યા છે. જેમાં અમેરિકા સહિત પશ્ચિમી દેશોનો સમાવેશ થાય છે, જ્યારે રશિયા અને ચીન પણ આવી ટેન્ક બનાવી રહ્યા છે. વિશ્વના ઘણા દેશો અમેરિકા, રશિયા અને ચીન પણ આવી લાઇટ ટેન્ક પર નિર્ભર છે.

ભારતની જોરાવર ચીનને આપશે ટક્કર

ગલવાનમાં તૈનાત ચીનની ZTQ-15 ટેન્કને આવી લાઇટ ટેન્કની કેટેગરીમાં સામેલ કરવામાં આવી છે, જેનું વજન 33 ટનથી 36 ટનની વચ્ચે છે. ચીનની આ ટેન્ક 14 હજાર ફૂટ ઉંચી પહાડી ખીણોમાં સરળતાથી કામ કરે છે. તેમાં રહેલું 1000 હોર્સ પાવર નોરિન્કો એન્જિન પ્રતિ ટન 30થી વધુ હોર્સ પાવરના રેશિયામાં પાવર જનરેટ કરે છે. આ પાવર ઓછા ઓક્સિજનવાળા અને ઊંચાઈવાળા વિસ્તારો માટે પૂરતી છે. ત્યારે ભારતની જોરાવર આના કરતા પણ હલકી હશે અને તેટલો જ પાવર જનરેટ કરશે. તેથી આવનારા સમયમાં ભારતની જોરાવર ટેન્ક ચીનની ZTQ-15 ટેન્કને ટક્કર આપશે.

સૈન્ય શક્તિ મામલે સૌથી આગળ કયો દેશ ?

ગ્લોબલ ફાયર પાવર મુજબ, મિલિટરી પાવર રિપોર્ટ તૈયાર કરતી વખતે દેશોની ભૌગોલિક સ્થિતિ, તેમની ટેક્નોલોજી, દેશના વિસ્તરણ સહિત ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓને ધ્યાનમાં રાખવામાં આવે છે. ત્યાર બાદ જ આ રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. પાવર ઇન્ડેક્સ પણ આમાં મહત્વની ભૂમિકા ભજવતો માનવામાં આવે છે. હાલમાં, કોઈપણ દેશનો પાવર ઈન્ડેક્સ 0.0000 નથી, આ ફોર્મ્યુલા મુજબ, જેનો પાવર ઈન્ડેક્સ ઓછો તે દેશ વધુ શક્તિશાળી માનવામાં આવે છે.

આ મુજબ અમેરિકાનો પાવર ઇન્ડેક્સ સૌથી નીચો 0.0699 છે. તેથી આજે પણ દુનિયામાં અમેરિકાનો દબદબો યથાવત છે. તે પછી રશિયાનો ઈન્ડેક્સ 0.0702, ચીનનો 0.0706 અને ભારતનો પાવર ઈન્ડેક્સ 0.1023 છે. ચીન પછી ભારત વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ છે. દક્ષિણ કોરિયા, ઈંગ્લેન્ડ, જાપાન, તુર્કી જેવા દેશો પણ હાલમાં વિશ્વની ટોપ-10 સૈન્ય શક્તિઓમાં સામેલ છે.

આ પણ વાંચો પ્રાચીનકાળનું ‘કશ્યપમર’ કેવી રીતે બન્યું કાશ્મીર ? જુઓ Video

ગુજરાત યુનિ. દ્વારા ઈન્ડિયન કલ્ચર અભ્યાસક્રમને મર્જ કરી દેવાતા વિરોધ
ગુજરાત યુનિ. દ્વારા ઈન્ડિયન કલ્ચર અભ્યાસક્રમને મર્જ કરી દેવાતા વિરોધ
ભાદરવા મહિનામાં રાજકોટમાં વકર્યો રોગચાળો
ભાદરવા મહિનામાં રાજકોટમાં વકર્યો રોગચાળો
બાપુનગરની રંજન સ્કૂલને બંધ કરવાના નિર્ણયથી વાલીઓમાં રોષ - Video
બાપુનગરની રંજન સ્કૂલને બંધ કરવાના નિર્ણયથી વાલીઓમાં રોષ - Video
અંબાજીના રસ્તાઓ બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યા
અંબાજીના રસ્તાઓ બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યા
અંબાલાલની મોટી આગાહી, શ્રાદ્ધ પક્ષની શરૂઆતમાં પડશે ભારે વરસાદ- Video
અંબાલાલની મોટી આગાહી, શ્રાદ્ધ પક્ષની શરૂઆતમાં પડશે ભારે વરસાદ- Video
સુરતમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યુથી 1 મહિલા તબીબનું મોત
સુરતમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યુથી 1 મહિલા તબીબનું મોત
કચ્છના લખપતમાં ભેદી રોગચાળાના પગલે પ્રભારી સચિવે કચ્છની મુલાકાત લીધી
કચ્છના લખપતમાં ભેદી રોગચાળાના પગલે પ્રભારી સચિવે કચ્છની મુલાકાત લીધી
ગણેશ પંડાલ પર થયેલા પથ્થરમારામાં ચોંકાવનારા ખુલાસા
ગણેશ પંડાલ પર થયેલા પથ્થરમારામાં ચોંકાવનારા ખુલાસા
રાજકોટમાં તંત્રની ખૂલી ગટરને કારણે વધુ એક વ્યક્તિએ ગુમાવ્યો જીવ -Video
રાજકોટમાં તંત્રની ખૂલી ગટરને કારણે વધુ એક વ્યક્તિએ ગુમાવ્યો જીવ -Video
જામનગરમાં સમુહ ભોજન લીધા બાદ 100થી વધુ લોકોને થયું ફુડ પોઈઝનિંગ-Video
જામનગરમાં સમુહ ભોજન લીધા બાદ 100થી વધુ લોકોને થયું ફુડ પોઈઝનિંગ-Video
g clip-path="url(#clip0_868_265)">