વિમાન ક્રેશમાં બચેલા યાત્રીઓની દર્દનાક કહાણી, 71 દિવસમાં જીવતા રહેવા ખાધુ માણસનું માંસ

|

Oct 14, 2022 | 9:53 PM

આ ઘટનાની કહાણી સાંભળીને તમારા રુવાંટા ઊભા થઈ શકે છે. પ્લેન ક્રેશ ( Plane Crash) થવાને કારણે યાત્રીઓએ જીવનનો સૌથી ખરાબ અને ક્યારેય ન ભૂલી શકાય તેવા અનુભવમાંથી પસાર થવુ પડયુ હતુ.

વિમાન ક્રેશમાં બચેલા યાત્રીઓની દર્દનાક કહાણી, 71 દિવસમાં જીવતા રહેવા ખાધુ માણસનું માંસ
Plane crash
Image Credit source: File photo

Follow us on

Knowledge news : દુનિયામાં કોઈ પણ વ્યક્તિ કેટલો પણ શક્તિશાળી કેમ ન હોય, તે કુદરતી આફત અને મોત સામે નબળો પડી જ જાય છે. ભૂતકાળમાં એવા ઘણા કિસ્સા બન્યા છે જ્યાં માણસોને જીવતા રહેવા માટે સંઘર્ષ કરતા કરતા ન કરવાના કામ કર્યા છે. આજથી લગભગ 50 વર્ષો પહેલા આવી જ એક ઘટના બની હતી. આ ઘટનાની કહાણી સાંભળીને તમારા રુવાંટા ઊભા થઈ શકે છે. પ્લેન ક્રેશ ( Plane Crash) થવાને કારણે યાત્રીઓએ જીવનનો સૌથી ખરાબ અને ક્યારેય ન ભૂલી શકાય તેવા અનુભવમાંથી પસાર થવુ પડયુ હતુ.

13 ઓક્ટોબર, 1972ના રોજ ઉરુગ્વેની રગ્બી ટીમ એક મેચ રમવા માટે ચિલી દેશ જઈ રહી હતી. આ મેચ માટે તેઓ 12 ઓક્ટોબરને પોતાના દેશથી પ્લેનમાં નીકળ્યા હતા. તે પ્લેનમાં 19 પ્લેયર, ટીમના માલિક. મેનેજર અને 5 પ્લેનના ફ્રે મેમ્બર્સ હતા. આ પ્લેન ઉરુગ્વેના એરફોર્સનું હતુ. ઉડાન દરમિયાન વાતાવરણ ખરાબ થતા આ પ્લેનને અર્જેટીનામાં ઉતારવુ પડયુ. બીજા દિવસે વાતાવરણ સારુ થતા આ પ્લેન ફરી ચિલી તરફ જવા રવાના થયુ.

પહાડની ટોચ સાથે અથડાયુ પ્લેન

આ પ્લેન એક પહાડ પરથી પસાર થઈ રહ્યુ હતુ. આ પ્લેનના પાયલટને તેના પરથી 29 વાર પસાર થવાનો અનુભવ હતો પણ ત્યાં તેમને બરફનું તોફાન નડ્યુ. અચાનક વિમાન એન્ડીઝ પહાડના ટોચ સાથે અથડાય છે. જેને કારણે પ્લેનનો પાછળનો ભાગ તૂટે છે. તેના કારણે 2 ક્રૂ મેમ્બર અને 3 યાત્રીઓ નીચે પડી જાય છે. જેના કારણે 45માંથી 40 લોકો પ્લેનમાં બચ્યા હતા. વિમાન જમીન પર 200 મીટર સુધી ઘસડાયુ અને 2 ભાગોમાં તૂટી ગયુ. તેના કારણે પાયલટ સહિત 12 લોકોના મોત થયા. ત્યારબાદ તેમાં 35 લોકો જીવતા બચ્યા. બીજા દિવસે અન્ય 5 લોકોના મોત થયા.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ખરાબ પરિસ્થિતિમાં સર્ચ ઓપરેશન

બીજા દિવસે 4 વિમાન આ પ્લેન સર્ચ ઓપરેશન માટે નીકળ્યા. 8 દિવસના સર્ચ ઓપરેશનમાં આ પ્લેન સુધી પહોંચવા માટે પ્રયાસો થયા પણ સફળતા મળી નહીં. ખરાબ વાતાવરણને કારણે તેમાંથી કોઈના પણ જીવતા રહેવાની સંભાવના ન હતી. તેથી સરકારે ગરમીના સમયમાં આ સર્ચ ઓપરેશન કરીને યાત્રીઓના મૃતદેહ કાઢવા આદેશ આપ્યો.

ખાવાનું ખત્મ થયુ

ધીરે ધીરે સ્થિતિ વધારે ખરાબ થઈ હતી. લોકોના માટે ખાવાનું પણ ન બચ્યુ. તેઓ પ્લેનના સીટના લેધરના કવર ખાવાની ફરજ પડી. છેલ્લે 19 લોકો બચ્યા. આ લોકોએ બરફના કારણે થજી ગયેલા પોતાના મિત્રોના શરીરના માંસ ખાવાની ફરજ પડી હતી. આવી ખરાબ પરિસ્થિતિમાંથી તે બચેલા લોકોને પસાર થવુ પડયુ.

જીવ બચાવવા માટે 7 લોકો પ્લેનથી દૂર જઈને જીવ બચાવવાનો પ્રયત્ન કર્યો. તેઓ ચાલતા ચાલતા એક નદી કિનારે પહોંચ્યા. જ્યારે કેટલાક લોકોની મદદથી પોલીસને તેમના અંગે જાણ કરવામાં આવી. તેમને બચાવવા માટે ત્રણ હેલિકોપ્ટર મોકવામાં આવ્યા. 7 ગંભીર લોકોને પહેલા એક ચોપરમાં લઈ જવામાં આવ્યા અને બાકીના બચેલા લોકોને સવારે લઈ જવામાં આવ્યા. આમ, તેઓને જીવનના સૌથી ખરાબ સમયમાંથી પસાર થવુ પડયુ.

Next Article