આ દેશમાં ગાયની ડકાર પર આપવો પડશે ટેક્સ, જાણો તેની પાછળની હકીકત
લોકોને એ જ પ્રશ્ન થઈ રહ્યા છે કે સરકાર આવો વિચિત્ર ટેક્સ કેમ લગાવે છે. સરકારને ગાયની ડકાર અને ગેસ છોડવાથી શું નુકશાન થશે. આ વિચિત્ર વિચાર ન્યૂઝીલેન્ડની (Newzealand) સરકારને આવ્યો છે.
Knowledge : દેશ અને દુનિયામાં ઘણી બધી વસ્તુઓ અને સુવિધાઓ પર ટેક્સ લગાવવામાં આવે છે. આ ટેક્સમાંથી મળતા પૈસાથી સરકાર દેશના વિકાસ માટેના કામ કરતા હોય છે. તમે જાત જાતના ટેક્સ વિશે સાંભળ્યુ હશે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયામાં એક દેશ છે જ્યાંની સરકાર ગાય જેવા પ્રાણીઓના ડકાર કે ગેસ છોડવા પર ટેક્સ લગાવવાનું વિચારી રહી છે. આ વાત સાંભળીને આખી દુનિયા આશ્ચર્યમાં મુકાઈ ગઈ છે. લોકોને એ જ પ્રશ્ન થઈ રહ્યા છે કે સરકાર આવો વિચિત્ર ટેક્સ કેમ લગાવવા માંગે છે. સરકારને ગાયની ડકાર અને ગેસ છોડવાથી શું નુકશાન થશે. આ વિચિત્ર વિચાર ન્યૂઝીલેન્ડની (Newzealand) સરકારને આવ્યો છે.
સરકારના આવા વિચાર પાછળ પણ કેટલાક કારણે છો. ન્યૂઝીલેન્ડની સરકાર આ વાતનો વિચાર એટલે પણ કરી રહી છે કારણે કે ડકાર અને પર્યાવરણનું કઈક કનેકશન છે. તેનાથી પર્યાવરણ પર અસર થાય છે. ચાલો જાણીએ ડકારનું આખું વિજ્ઞાન અને ન્યૂઝીલેન્ડમાં આ ટેક્સથી જોડાયેલી દરેક વાત.
અજબ-ગજબનો ટેક્સ
આ ટેક્સના અનુસાર પ્રાણીઓની ડકાર, તેમાંથી બહાર નીકળતો મીથેન ગેસ અને તેમના પેશાબમાંથી આવતો નાઈટ્રસ ઓક્સાઈડ માટે પૈસા ચુકવવા પડશે. આવો વિચિત્ર નિર્ણય જળવાયુ પરિવર્તનની સમસ્યાને દૂર કરવા માટે લેવામાં આવી રહ્યો છે. ન્યૂઝીલેન્ડ સરકારમાં મંત્રી એવા જૈસિંડા અર્ડર્નનું કહેવુ છે કે, આ દુનિયાનો એકમાત્ર અનોખો ટેક્સ છે. આ ટેક્સથી જે પૈસા મળશે તેનો ઉપયોગ રિસર્ચ અને ખેડૂતો માટે ઉપયોગમાં લેવાશે. સરકાર પ્રાણીઓને કારણે થચા ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન પર ટેક્સ લગાવવાની યોજના બનાવી રહી છે. આ ટેક્સ 2025થી લાગુ થઈ શકે છે. જોકે, પર્યાવરણ માટે કામ કરતા લોકોનું કહેવું છે કે, આનાથી કોઈ ફાયદો થશે નહીં.
પર્યાવરણ અને ડકાર વચ્ચેનું કનેક્શન ?
માણસની જેમ ગાળને પણ પેટમાં ગેસની સમસ્યા થાય છે. પણ ગાય જ્યારે ડકાર લે છે ત્યારે તેના મોંઢામાંથી ઘણા ગેસ બહાર નીકળે છે, જે પર્યાવરણ માટે હાનિકારક છે. આ ગેસ કારમાંથી નીકળતા ધુમાડાવાળા ગેસથી પણ વધારે હાનિકારક હોય છે. પર્યાવરણમાં મીથેન ગેસની વધારે માત્રા સારી માનવામાં નથી આવતી. પર્યાવરણમાં ગાય જેવા પ્રાણીઓની ડકારથી મીથેન ગેસ વધે છે. ગાયના ડકારમાંથી નીકળતા મીથેન ગેસથી પર્યાવરણને નુકશાન થાય છે.