AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શહેરના નામની પાછળ ‘પુર’ અથવા ‘આબાદ’ કેમ હોય છે ? તેની પાછળનું કારણ શું છે?

તમે પાલનપુર, કાનપુર, અમદાવાદ, મુરાદાબાદ વગેરે જેવા ઘણા સ્થળોના નામ સાંભળ્યા હશે. પરંતુ શું તમે જાણો છો કે આ શહેરો નામ 'પુર' અથવા 'આબાદ' થી કેમ પુરા થાય છે? ખરેખર, આ માત્ર એક સંયોગ નથી; તેની પાછળ એક ઊંડો અર્થ છુપાયેલો છે. તમે પણ જાણો વિગતે.

શહેરના નામની પાછળ 'પુર' અથવા 'આબાદ' કેમ હોય છે ? તેની પાછળનું કારણ શું છે?
| Updated on: Oct 18, 2025 | 7:35 PM
Share

ભારતમાં અસંખ્ય શહેરો અને ગામડાઓ છે, અને જો તમે નામને ધ્યાનથી જોશો, તો તમને એક રસપ્રદ પેટર્ન દેખાશે. જેમા ઘણા શહેરો નામ ‘પુર’ અથવા ‘આબાદ’ થી પુરુ થાય છે, જેમ કે પાલનપુર, જયપુર, કાનપુર, ગોરખપુર, અથવા હૈદરાબાદ, અમદાવાદ, ફરીદાબાદ, મહેમદાબાદ વગેરે.

પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું શા માટે છે? શું શહેરના નામોમાં પુર અથવા આબાદનો ઉમેરો માત્ર એક સંયોગ છે, કે તેની પાછળ કોઈ કારણ છે? બંને શબ્દો અલગ અલગ ભાષાઓ અને સંસ્કૃતિઓમાંથી આવ્યા છે. ચાલો તેમના અર્થ જાણીએ.

‘પુર’ નો અર્થ શું છે?

‘પુર’ શબ્દ સંસ્કૃત ભાષામાંથી આવ્યો છે. સંસ્કૃતમાં, ‘પુર’ નો અર્થ ‘નગર’, ‘શહેર’, ‘વસાહત’ અથવા ‘કિલ્લો’ થાય છે. આ શબ્દ એટલો પ્રાચીન છે કે તેનો ઉલ્લેખ સૌથી પ્રાચીન હિન્દુ ગ્રંથ ઋગ્વેદમાં પણ જોવા મળે છે, જ્યાં તે કિલ્લેબંધીવાળી વસાહતો અથવા કિલ્લાઓનો ઉલ્લેખ કરે છે. મહાભારતમાં પણ હસ્તિનાપુરના અંતે ‘પુર’ શબ્દનો ઉલ્લેખ છે.

પ્રાચીન અને મધ્યયુગીન સમયમાં, જ્યારે રાજાઓ કોઈ નવું શહેર અથવા રાજધાની સ્થાપના કરતા હતા, ત્યારે તેઓ ઘણીવાર તેમના પોતાના નામ પછી “પુર” શબ્દ ઉમેરીને તેનું નામકરણ કરતા હતા. આનાથી આ સ્થળને માત્ર એક ઓળખ જ મળી નહીં પણ રાજાના નામ અને શક્તિને પણ અમર બનાવી દેવામાં આવી, જેથી જ્યારે પણ લોકો આ સ્થળ અને તેના ઇતિહાસને યાદ કરે, ત્યારે તેમનું નામ પણ યાદ આવે.

  • જયપુર – રાજા જય સિંહના નામ પરથી નામ આપવામાં આવ્યું હતું.
  • ઉદયપુર – મહારાણા ઉદય સિંહના નામ પરથી નામ આપવામાં આવ્યું હતું.

“પુર” શબ્દનો ઉપયોગ એ પણ સૂચવે છે કે આ સ્થળ એક સુરક્ષિત, વસ્તીવાળો અને કિલ્લેબંધીવાળો વિસ્તાર હતો. આમ, “પુર” ભારતીય સંસ્કૃતિના પ્રાચીન નગર આયોજન અને શાહી વારસાનું પ્રતીક છે.

“આબાદ” શબ્દનો અર્થ શું છે?

હૈદરાબાદ, અમદાવાદ, ગાઝિયાબાદ, વગેરે જેવા શહેરોના નામોના અંતે “આબાદ” શબ્દ જોવા મળે છે. આ શબ્દ વાસ્તવમાં ફારસી શબ્દ “આબાદ” નું ભ્રષ્ટ થઈને આવ્યો છે. ફારસી ભાષામાં, ‘આબાદ’ નો અર્થ ‘સ્થાયી’, ‘વસ્તીવાળો’, ‘વિકાસ પામતો’ અથવા ‘રહેવા યોગ્ય સ્થળ’ થાય છે. ‘આબ’ નો અર્થ પાણી થાય છે, તેથી ‘આબાદ’ એવી જગ્યા સાથે પણ સંકળાયેલ છે જ્યાં પાણી સરળતાથી ઉપલબ્ધ હોય અને ખેતી શક્ય હોય, જેનો અર્થ થાય છે વસાહત.

જ્યારે ભારતમાં મુસ્લિમ શાસકો, ખાસ કરીને મુઘલો, નવા શહેરોની સ્થાપના કરતા હતા, ત્યારે તેઓએ ફારસી પરંપરાનું પાલન કરતા પોતાના નામ અથવા મહત્વપૂર્ણ વ્યક્તિઓના નામમાં ‘આબાદ’ ઉમેરીને, જેમ કે:

  • હૈદરાબાદ – આ શહેરની સ્થાપના મુહમ્મદ કુલી કુતુબ શાહ દ્વારા કરવામાં આવી હતી અને તેનું નામ હઝરત અલીના નામ પરથી રાખવામાં આવ્યું હતું, જેમનું નામ ‘હૈદર’ પણ હતું, અને આમ તે હૈદરાબાદ બન્યું.
  • અમદાવાદ – સુલતાન અહમદ શાહના નામ પરથી રાખવામાં આવ્યું હતું.
  • મુરાદાબાદ – રુસ્તમ ખાન દ્વારા સ્થાપિત, મુરાદ બક્ષના નામ પરથી રાખવામાં આવ્યું હતું.

“આબાદ” શબ્દનો ઉપયોગ સામાન્ય રીતે એવા સ્થળોએ થાય છે જ્યાં ફારસી અને મુઘલ સાંસ્કૃતિક પ્રભાવ મજબૂત રહ્યો છે. આ શબ્દ એક સમૃદ્ધ અને સ્થાયી શહેરનો ઉલ્લેખ કરે છે.

આ પણ વાંચો – બાબા વાંગા કોણ છે… સ્ત્રી કે પુરુષ ? મૃત્યુના 29 વર્ષ પછી પણ તેમની ભવિષ્યવાણીઓ કેમ મચાવે છે ખળભળાટ ?

Follow Us
આસારામને 'મોટો ઝટકો', ગુજરાત હાઈકોર્ટે હંગામી જામીન અરજી ફગાવી
આસારામને 'મોટો ઝટકો', ગુજરાત હાઈકોર્ટે હંગામી જામીન અરજી ફગાવી
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?
યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?
g clip-path="url(#clip0_868_265)">