અંગ્રેજો માટે પ્રથમ વિશ્વ યુદ્ધમાં લડેલા એ 74,000 ભારતીય સૈનિકોનું શું થયું ? તેમના વિશે તમે શું જાણો છો ?

|

Sep 08, 2024 | 3:37 PM

પ્રથમ વિશ્વ યુદ્ધમાં બ્રિટન તરફથી મોટી સંખ્યામાં ભારતીય સૈનિકો લડવા ગયા હતા. તેમાં ભારતના હજારો ધોબી, રસોઈયા, વાળંદ અને મજૂરોનો પણ સમાવેશ થાય છે. સાંસ્કૃતિક અને સામાજિક દૃષ્ટિએ આ સૈનિકોએ ભારતીય સૈન્ય અને તેમની દેશભક્તિ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું, પરંતુ તેઓને યુદ્ધ પછી જે સન્માન મળવું જોઇએ એ મળ્યું નથી. ત્યારે આ લેખમાં એ 74,000 ભારતીય સૈનિકો વિશે વિસ્તારથી જાણીશું.

અંગ્રેજો માટે પ્રથમ વિશ્વ યુદ્ધમાં લડેલા એ 74,000 ભારતીય સૈનિકોનું શું થયું ? તેમના વિશે તમે શું જાણો છો ?
Indian Soldiers

Follow us on

પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન ભારતીય સૈનિકોએ બ્રિટિશ સામ્રાજ્ય વતી યુદ્ધમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પરંતુ, પ્રથમ વિશ્વ યુદ્ધની કહાની હજુ સુધી ક્યારેય ભારતીય દ્રષ્ટિકોણથી રજૂ કરવામાં આવી નથી. 1914 થી 1918 સુધી ભારતના 11 લાખ સૈનિકો વિદેશમાં લડવા ગયા હતા. તેમાંથી 74,000 ક્યારેય પાછા ફર્યા નહીં. તેમને ફ્રાન્સ, ગ્રીસ, ઉત્તર આફ્રિકા, પેલેસ્ટાઈન અને મેસોપોટેમિયામાં જ દફનાવવામાં આવ્યા હતા.

70,000 સૈનિકો પાછા ફર્યા, પરંતુ તેઓ તેમના શરીરના અમુક અંગ કાયમ માટે ગુમાવી ચૂક્યા હતા. આ સૈનિકો ઉપરાંત આ યુદ્ધમાં ભારતના હજારો ધોબી, રસોઈયા, વાળંદ અને મજૂરો પણ લડાઈ પર ગયા હતા. આ સિવાય ભારતે યુદ્ધ ઓપરેશન માટે બ્રિટનને 80 મિલિયન પાઉન્ડના સાધનો અને 145 મિલિયન પાઉન્ડની સીધી નાણાકીય સહાય પણ આપી હતી.

પંજાબમાં તેને ‘લામ’ અથવા લાંબી લડાઈ કહેવામાં આવતી હતી. પ્રથમ વખત બ્રિટને ભારતીય લોકોને સૈનિક તરીકે ગંભીરતાથી લેવાનું શરૂ કર્યું. જો ભારતીય દૃષ્ટિકોણથી જોવામાં આવે તો, આ એક સામાન્ય માણસની લડાઈ હતી જે પોતાનું ઘર છોડીને મહિનાના માત્ર 15 રૂપિયા માટે વિદેશમાં લડવા ગયો હતો.

જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન
લીલી વસ્તુ 'ચા'ને બનાવશે આ બીમારીની દવા
અભિનેત્રી શિલ્પા શેટ્ટીની મોટી મુસીબતનો આવ્યો અંત, જાણો શું છે આખો મામલો
શ્વાસ લેવા બરાબર છે તમારા શરીર માટે આ વિટામિન, દેશમાં 47 ટકા લોકોમાં છે કમી
Bigg Boss 18 : ગુજરાતી મોડલ અદિતિ મિસ્ત્રી બિગ બોસમાં છવાઈ, જુઓ ફોટો

ભારતીય સૈનિકોએ પહેલીવાર જહાજ જોયું

આ એવા લોકો હતા જેમને આ સ્તરે લડવાનો કોઈ અનુભવ નહોતો. ખાઈ અને કાદવની લડાઈ, ટેન્કો, મશીનગન અને ભારે ઠંડી, આ બધું તેમના માટે એકદમ નવો અનુભવ હતો. ભારતીય સૈનિકો આટલા સુવ્યવસ્થિત અને આધુનિક શસ્ત્રો સાથે ક્યારેય લડ્યા નહોતા. જ્યારે તેઓ પહેલી વાર ગયા ત્યારે તેમને નવી રાઈફલની આદત પાડવા માટે માત્ર ત્રણ-ચાર દિવસનો સમય આપવામાં આવ્યો હતો. પહેલીવાર મોટી સંખ્યામાં ભારતીય સૈનિકો દેશની બહાર ગયા હતા અને તેઓએ પ્રથમ વખત જહાજ જોયું હતું.

અંગ્રેજો આ યુદ્ધમાં ભારતીય સૈનિકોનો તોપના ચારા તરીકે ઉપયોગ કરવા માંગતા હતા. પરંતુ તેમણે ઘણી જગ્યાએ પોતાની બહાદુરી પુરવાર કરી. તેમણે કુલ 9200 વીરતા ચંદ્રકો મેળવ્યા, જેમાં 11 સર્વોચ્ચ વીરતા પુરસ્કારો, વિક્ટોરિયા ક્રોસનો સમાવેશ થાય છે.

ઝેરી ગેસ છોડ્યા બાદ મૃતદેહો ઢગલા થવા લાગ્યા

આ યુદ્ધમાં જર્મનીએ ભારતીય સૈનિકો સામે પ્રથમ વખત ઝેરી ગેસનો ઉપયોગ કર્યો હતો, જે તેમના માટે ઘણો નવો અને કડવો અનુભવ હતો. જ્યારે પહેલીવાર ગેસ છોડવામાં આવ્યો ત્યારે એક ભારતીય સૈનિકે ઘરે એક પત્રમાં લખ્યું હતું કે એવું લાગ્યું કે જાણે પૃથ્વી પર નરક આવી ગયું છે. જેમ ભોપાલ ગેસ દુર્ઘટના બની હતી, ત્યારે મૃતદેહોના ઢગલા થયા હતા એમ આ યુદ્ધમાં પણ સૈનિકો માખીઓની જેમ મરી રહ્યા હતા.

ભારતીય સૈનિકો પાસે ગેસ માસ્ક નહોતા. તેઓએ કપડાથી નાક ઢાંક્યું પણ તેનો કોઈ ફાયદો ન થયો. ફ્લેન્ડર્સના ફિલ્ડ મ્યુઝિયમમાં એક ચિત્ર છે જે આ ગેસની અસર દર્શાવે છે. મેદાનમાં ચારે તરફ મૃતદેહો વિખરાયેલા છે. આ યુદ્ધમાં 47 શીખ રેજિમેન્ટના 78 ટકા સૈનિકો માર્યા ગયા હતા.

બ્રાઇટનના મહેલમાં સારવાર

ઘાયલ ભારતીય સૈનિકોને બ્રિટનના બ્રાઇટનના એક મહેલમાં રાખવામાં આવ્યા હતા. બ્રિટનના મહારાજાએ ઘણા વર્ષો પહેલા આ મહેલ બ્રાઇટન કોર્પોરેશનને વેચી દીધો હતો પરંતુ બ્રિટને એવી અફવા ફેલાવી હતી કે રાજાએ ઘાયલ ભારતીય સૈનિકો માટે પોતાનો મહેલ ખાલી કર્યો હતો.

બ્રિટિશ સામ્રાજ્ય એ પ્રચાર ફેલાવવામાં સફળ રહ્યું કે ભારતીય સૈનિકો તેમને એટલા પ્રિય છે કે બ્રિટિશ રાજાએ તેમના માટે તેમનો મહેલ ખાલી કરી દીધો. સમગ્ર હોસ્પિટલમાં ઉર્દૂ, ગુરુમુખી અને હિન્દીમાં સાઈનબોર્ડ લગાવવામાં આવ્યા હતા. આ મહેલમાં નવ રસોડા હતા, જે દરેક ધર્મના સૈનિકો માટે અલગ હતા. ત્યાં એક ગુરુદ્વારા હતું. નમાઝ અદા કરવા માટે એક મસ્જિદ હતી. ત્યાં એક મંદિર પણ હતું.

ભારતીય સૈનિકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો

આફ્રિકા અને યુરોપમાં લડતી વખતે ભારતીય સૈનિકોને ઘણીવાર એવી સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો જેનો તેઓએ પહેલાં ક્યારેય અનુભવ કર્યો ન હતો. આ સૈનિકોને ઘણીવાર એવા અધિકારીઓના કમાન્ડ હેઠળ મૂકવામાં આવતા હતા જેઓ ભારતીય ભાષા બોલી શકતા ન હતા. તેઓ ખાઈઓના નામ લંડનની શેરીઓના નામ પર રાખતા હતા. પરંતુ ભારતીય સૈનિકો માટે આનો કોઈ અર્થ નહોતો કારણ કે તેઓ પિકાડિલી, રીજન્ટ સ્ટ્રીટ અને ટ્રફાલ્ગર સ્ક્વેર વચ્ચેનો તફાવત જાણતા ન હતા. પાછળથી ભારતીય સૈનિકોને મદદ માટે ખાઈના નકશા હિન્દી, પંજાબી અને ઉર્દૂમાં લખવા લાગ્યા.

સામાજિક અને આર્થિક જીવનમાં પરિવર્તન

ઘણા વર્ષો સુધી વિદેશમાં લડ્યા પછી, ભારતીય સૈનિકો ઘણી નવી વસ્તુઓ શીખીને પાછા ફર્યા. ચા પીવાની, ફૂટબોલ રમવાની અને કાંડા ઘડિયાળ પહેરવાની પ્રથા ભારતમાં પ્રથમ વિશ્વયુદ્ધ પછી જ શરૂ થઈ હતી. આ ઉપરાંત તેમના વિદેશમાં રહેવાથી અહીંના સામાજિક જીવનમાં પણ ઘણા ફેરફારો આવ્યા.

આ સૈનિકો દ્વારા મોકલવામાં આવેલા મની ઓર્ડરોએ સ્થાનિક અર્થતંત્ર પણ બદલાયું. લોકોએ શાળાઓ શરૂ કરી. આ લડાઈએ ઘણા સામાજિક અંતર પણ ઘટાડ્યા. કારણ કે સામાજિક પ્રતિબંધો ઓછા થયા હતા અને ઘણા સૈનિકો હવે સાથે બેસીને જમતા થયા હતા. પરત ફરેલા સૈનિકોનો રાજકીય પ્રભાવ પણ વધ્યો. 1920ની ચૂંટણીમાં એક નાના રિસાલદાર સ્વરૂપ સિંહે શક્તિશાળી જાટ નેતા સર છોટુ રામને હરાવ્યા હતા.

લાખો સૈનિકોના બલિદાનને લોકો ભૂલી ગયા

આ સૈનિકોની યાદમાં કદાચ પ્રથમ સ્મારક તીન મૂર્તિ ભવનની સામે બનાવવામાં આવ્યું હતું. આ ત્રણ સૈનિકોની મૂર્તિઓ હૈદરાબાદ, મૈસુર અને જોધપુરના સૈનિકોની યાદમાં બનાવવામાં આવી છે, જેઓ 15મી ઈમ્પીરીયલ કેવેલરી બ્રિગેડના સભ્ય હતા. બાદમાં તેમની યાદમાં ઈન્ડિયા ગેટ બનાવવામાં આવ્યો જેના પર પ્રથમ વિશ્વ યુદ્ધમાં બલિદાન આપનાર સૈનિકોના નામ લખવામાં આવ્યા હતા.

આશ્ચર્યની વાત એ છે કે આ લાખો સૈનિકોના બલિદાનને લોકો ખૂબ જ સરળતાથી ભૂલી ગયા. આટલું બલિદાન આપવા છતાં આ સૈનિકોનો ઇતિહાસના પાનાઓમાં બહુ ઓછો ઉલ્લેખ થયો છે. છ વર્ષ સુધી જેમણે અંગ્રેજો માટે પોતાનું તન, મન અને ધનથી બલિદાન આપ્યું, પરંતુ ન તો તેને ઈતિહાસમાં સ્થાન મળ્યું કે ન તો ભારતીય લોકોના હૃદયમાં મળ્યું.

તે સમયે ભારતીય સૈનિકોની કોઈ રાજકીય ઓળખ નહોતી. યુદ્ધ પછી અંગ્રેજોએ સ્વતંત્રતા આપવાનું વચન ના પાળ્યું અને તેઓ ફરી ગયા અને ભારતને આઝાદી ન મળી, તેથી આ સૈનિકોનું યોગદાન પણ ભૂલાઈ ગયું.

Published On - 3:31 pm, Sun, 8 September 24

Next Article