Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અંગ્રેજો માટે પ્રથમ વિશ્વ યુદ્ધમાં લડેલા એ 74,000 ભારતીય સૈનિકોનું શું થયું ? તેમના વિશે તમે શું જાણો છો ?

પ્રથમ વિશ્વ યુદ્ધમાં બ્રિટન તરફથી મોટી સંખ્યામાં ભારતીય સૈનિકો લડવા ગયા હતા. તેમાં ભારતના હજારો ધોબી, રસોઈયા, વાળંદ અને મજૂરોનો પણ સમાવેશ થાય છે. સાંસ્કૃતિક અને સામાજિક દૃષ્ટિએ આ સૈનિકોએ ભારતીય સૈન્ય અને તેમની દેશભક્તિ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું, પરંતુ તેઓને યુદ્ધ પછી જે સન્માન મળવું જોઇએ એ મળ્યું નથી. ત્યારે આ લેખમાં એ 74,000 ભારતીય સૈનિકો વિશે વિસ્તારથી જાણીશું.

અંગ્રેજો માટે પ્રથમ વિશ્વ યુદ્ધમાં લડેલા એ 74,000 ભારતીય સૈનિકોનું શું થયું ? તેમના વિશે તમે શું જાણો છો ?
Indian Soldiers
Follow Us:
| Updated on: Sep 08, 2024 | 3:37 PM

પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન ભારતીય સૈનિકોએ બ્રિટિશ સામ્રાજ્ય વતી યુદ્ધમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પરંતુ, પ્રથમ વિશ્વ યુદ્ધની કહાની હજુ સુધી ક્યારેય ભારતીય દ્રષ્ટિકોણથી રજૂ કરવામાં આવી નથી. 1914 થી 1918 સુધી ભારતના 11 લાખ સૈનિકો વિદેશમાં લડવા ગયા હતા. તેમાંથી 74,000 ક્યારેય પાછા ફર્યા નહીં. તેમને ફ્રાન્સ, ગ્રીસ, ઉત્તર આફ્રિકા, પેલેસ્ટાઈન અને મેસોપોટેમિયામાં જ દફનાવવામાં આવ્યા હતા. 70,000 સૈનિકો પાછા ફર્યા, પરંતુ તેઓ તેમના શરીરના અમુક અંગ કાયમ માટે ગુમાવી ચૂક્યા હતા. આ સૈનિકો ઉપરાંત આ યુદ્ધમાં ભારતના હજારો ધોબી, રસોઈયા, વાળંદ અને મજૂરો પણ લડાઈ પર ગયા હતા. આ સિવાય ભારતે યુદ્ધ ઓપરેશન માટે બ્રિટનને 80 મિલિયન પાઉન્ડના સાધનો અને 145 મિલિયન પાઉન્ડની સીધી નાણાકીય સહાય પણ આપી હતી. પંજાબમાં તેને ‘લામ’ અથવા લાંબી લડાઈ કહેવામાં આવતી હતી. પ્રથમ વખત બ્રિટને ભારતીય લોકોને સૈનિક તરીકે...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
g clip-path="url(#clip0_868_265)">