
જો આપણે આરબની વાત કરીએ તો, સૌપ્રથમ આપણા મનમાં ઇસ્લામ ધર્મ આવે, કારણ કે આરબ દેશોમાં ઈસ્લામનું વર્ચસ્વ જોવા મળે છે, પરંતુ ઇસ્લામ પહેલા આરબમાં અન્ય કેટલાક સમુદાયોનું વર્ચસ્વ હતું. ત્યારે આ લેખમાં જાણીશું કે, આરબમાં ઇસ્લામ પહેલા કયા સમુદાયનું વર્ચસ્વ હતું અને લોકો કયા ધર્મમાં માનતા હતા. ઇસ્લામ પહેલા આરબ કોઈ એક સરકાર કે સામ્રાજ્ય દ્વારા શાસિત રાજ્ય ન હતું. ઇસ્લામ પહેલા આરબ સામાજિક-રાજકીય માળખું ઘણી જુદી જુદી જાતિઓથી બનેલું હતું. જેઓ સતત એકબીજા સાથે ઝઘડતા રહેતા હતા. ઇસ્લામ પહેલા આરબમાં અનેક આદિવાસી સમુદાયો રહેતા હતા. જે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા રહેતા હતા. આમાંથી કેટલીક ખતરનાક જાતિઓ પણ હતી. જેમાં હનિફા, કુરેશી અને કિલાબનો સમાવેશ થાય છે. આ લોકો તેમના પ્રાણીઓ સાથે સતત સ્થળાંતરિત થતા રહેતા અને મોટેભાગે ટેન્ટમાં જ રહેતા હતા. આ જાતિના કેટલાક લોકો આજે પણ આરબની જૂની સંસ્કૃતિને અનુસરે છે અને આ સમુદાયને ખૂબ પાવરફુલ પણ માનવામાં આવે છે. ઇસ્લામ પહેલા અરેબિયા એક આદિવાસી અને બહુદેવવાદી સમાજ...