લો બોલો, વરસાદ કે હિમવર્ષાને કારણે નહીં, પરંતુ 35 ડિગ્રી તાપમાનને કારણે લેહમાં ફ્લાઈટ રદ કરી દેવાઈ, જાણો વૈજ્ઞાનિક કારણ ?

હાલ દેશમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે. સમગ્ર દેશમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે જમ્મુ-કાશ્મીર અને લેહમાં ભારે ગરમી પડી રહી છે. જમ્મુ કાશ્મીર અને લેહ લદ્દાખમાં પડી રહેલ તાપમાને છેલ્લા કેટલાક વર્ષોનો રેકોર્ડ તોડી નાખ્યો છે. તમને જાણીને જરૂરથી આશ્ચર્ય થશે કે લેહ એરપોર્ટ પર ભારે ગરમીના કારણે 4 ફ્લાઈટ રદ કરવામાં આવી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે લેહમાં તાપમાન 35 ડિગ્રી હતું. ચાલો જાણીએ કે વધુ પડતા તાપમાનને કારણે ફ્લાઈટ્સ કેમ રદ કરવામાં આવે છે અને આ જ તાપમાનમાં જ્યારે અન્ય કોઈ શહેરોમાં નોંધાય ત્યારે કેમ ત્યાં ફ્લાઈટ્સ રદ કરવામાં આવતી નથી.

લો બોલો, વરસાદ કે હિમવર્ષાને કારણે નહીં, પરંતુ 35 ડિગ્રી તાપમાનને કારણે લેહમાં ફ્લાઈટ રદ કરી દેવાઈ, જાણો વૈજ્ઞાનિક કારણ ?
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2024 | 1:11 PM

હાલ દેશમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે. સમગ્ર દેશમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે જમ્મુ-કાશ્મીર અને લેહમાં ભારે ગરમી પડી રહી છે. જમ્મુ કાશ્મીર અને લેહ લદ્દાખમાં પડી રહેલ તાપમાને છેલ્લા કેટલાક વર્ષોનો રેકોર્ડ તોડી નાખ્યો છે. તમને જાણીને જરૂરથી આશ્ચર્ય થશે કે લેહ એરપોર્ટ પર ભારે ગરમીના કારણે 4 ફ્લાઈટ રદ કરવામાં આવી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે લેહમાં તાપમાન 35 ડિગ્રી હતું. ચાલો જાણીએ કે વધુ પડતા તાપમાનને કારણે ફ્લાઈટ્સ કેમ રદ કરવામાં આવે છે અને આ જ તાપમાનમાં જ્યારે અન્ય કોઈ શહેરોમાં નોંધાય ત્યારે કેમ ત્યાં ફ્લાઈટ્સ રદ કરવામાં આવતી નથી.

આ વખતની ભીષણ ગરમીએ કાશ્મીર ઘાટીમાં 132 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. સ્થિતિ એ છે કે લદ્દાખ અને કાશ્મીરનું તાપમાન દિલ્હી-મુંબઈ અને ઉત્તર ભારતના ગરમ રાજ્યો કરતાં ઘણું વધારે નોંધાયું છે. ગરમીના કારણે કેટલીક જગ્યાએ શાળાઓ બંધ કરી દેવામાં આવી છે, તો લેહમાં ફ્લાઈટ પણ બંધ થઈ ગઈ છે. ચાલો જાણીએ કે જ્યારે ખૂબ ગરમી હોય ત્યારે ફ્લાઈટ્સ કેમ કેન્સલ થાય છે.

ભારે વરસાદ અથવા હિમવર્ષા દરમિયાન ઘણીવાર ફ્લાઈટ્સને ઉડવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પરંતુ લેહમાં ગરમીના કારણે ફ્લાઈટ્સ રદ કરી દેવી પડી છે. આ બનાવ છે ગયા રવિવારનો. લેહ એરપોર્ટ પર વધુ પડતી ગરમીને કારણે 4 ફ્લાઈટ રદ કરી દેવામાં આવી હતી. જ્યારે આ પહેલા શનિવારે દિલ્હીથી ઉડેલી ફ્લાઈટ લેહ એરપોર્ટ પર લેન્ડ કરી શકી ન હતી. હાલમાં લેહમાં તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસની નજીક પહોંચી ગયું છે, જે આ વિસ્તાર માટે અસામાન્ય રીતે ગરમ છે.

Health News : શિયાળામાં બોર ખાવાથી થાય છે અગણિત ફાયદા
આજનું રાશિફળ તારીખ : 14-01-2025
Bajra No Rotlo : શું ડાયાબિટીસના દર્દીઓ બાજરાનો રોટલો ખાઈ શકે છે?
7 ફેબ્રુઆરીએ ભારત vs પાકિસ્તાન, નેટફ્લિક્સ તરફથી મોટી જાહેરાત
ગૌતમ ગંભીર કોને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવા માંગે છે?
ભારતથી કેનેડા જવું હોય તો ભાડું કેટલું થાય ?

ભારે ગરમીમાં પ્લેન કેમ ટેકઓફ નથી કરી શકતા?

વિમાન ઉડાવતી વખતે પાયલટે તાપમાન અને હવાના દબાણ જેવા પરિબળને ફણ ધ્યાનમાં રાખવાનું હોય છે. જ્યારે પણ આમાંથી કોઈ એક પરિબળ તેની ચરમસીમા પર હોય છે, ત્યારે વિમાનને ટેકઓફ કે લેન્ડ થવામાં વિલંબ થઈ શકે છે અથવા તો આખી ફ્લાઇટ રદ થઈ શકે છે.

ટેક-ઓફ દરમિયાન, પાયલોટે ભારે વિમાનને ગુરુત્વાકર્ષણ બળ સામે લડીને તેને નીચે ખેંચીને હવામાં ઉપર લેવુ પડે છે. ગુરુત્વાકર્ષણને હરાવવા અને વિમાનને ઉપર તરફ ધકેલવા માટે પવનની મદદ લેવામાં આવે છે. એટલે કે, વિમાનનું વજન જેટલું વધારે હશે, પાઈલટને ઉડાન ભરવા માટે હવાના દબાણની જરૂર પડશે. પરંતુ ગરમ તાપમાનમાં વિમાન આ માટેનુ જરુરી થ્રસ્ટ મેળવી શકતું નથી.

વાસ્તવમાં, હવા જેટલી ગરમ હોય છે, તેટલી વધુ તે વિસ્તરે છે. હવાનું વિસ્તરણ એરક્રાફ્ટને ઉપર તરફ ધકેલવા માટે જરૂરી હવામાં ઘટાડો કરે છે. જેના કારણે એન્જિનને જરૂરી થ્રસ્ટ મળતો નથી.

આટલા તાપમાનમાં અન્ય શહેરોની ફ્લાઈટ્સ કેમ રદ નથી થતી?

લેહમાં તાપમાન 40 ડિગ્રીથી નીચે છે. જ્યારે દેશના અન્ય કોઈ શહેરમાં તાપમાન 40ને પાર કરે તો પણ વિમાન ટેકઓફ કરે છે. શા માટે ? ખરેખર, લેહ એરપોર્ટ 11 હજાર ફૂટની ઉંચાઈ પર છે. અહીં હવામાં ભેજ બહુ ઓછો હોય છે. ક્યારેક તો હવામાં ભેજનું પ્રમાણ રહેતુ નથી. ઓક્સિજન પણ ઓછો હોય છે અને શુષ્ક હવામાન છે. તેથી પ્લેન ટેકઓફ થવા માટે જરૂરી થ્રસ્ટ મેળવી શકતું નથી.

બીજી તરફ દેશના અન્ય શહેરોનું હવામાન લેહથી ઘણું અલગ હોય છે. અહીંની હવામાં રહેલા ભેજને કારણે હવા પ્રમાણમાં ભારે હોય છે. તેથી, ફ્લાઈટ્સને ટેકઓફ કરવામાં કોઈ સમસ્યા નડતી નથી.

શુષ્ક હવામાનમાં ટેકઓફ માટે શું કરાય છે ?

પ્લેન ઉડાવવામાં ઘણા પરિબળો સામેલ છે. જો પવનમાંથી થ્રસ્ટ ઉપલબ્ધ ન હોય, તો વિમાનને હવામાં લઈ જવા માટે અન્ય પરિબળનો ઉપયોગ કરવામાં આવે છે. મીડિયા રિપોર્ટમાં બ્રિટિશ યુનિવર્સિટીના પ્રોફેસર પોલ વિલિયમ્સને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, તાપમાનમાં પ્રત્યેક 3 ડિગ્રી સેલ્સિયસ વધારો થવા પર પ્લેનને 1% ઓછી લિફ્ટ મળે છે.

આનો સામનો કરવા માટે વિમાને ટેક ઓફ દરમિયાન તેની સ્પીડ વધારવી પડશે. પરંતુ આ માટે ફરીથી લાંબા રનવેની જરૂર પડતી હોય છે. દાખલા તરીકે, જો કોઈ એરક્રાફ્ટને 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ટેક ઓફ કરવા માટે 6500 ફૂટના રનવેની જરૂર હોય, તો તે જ એરક્રાફ્ટને 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ટેક ઓફ કરવા માટે 8200 ફૂટના રનવેની જરૂર પડતી હોય છે.

જો ફ્લાઇટને ટૂંકા રનવે પરથી ટેકઓફ કરવું હોય તો વિમાનનું વજન ઓછું કરવું પડશે. આમાં એરલાઈન્સ સામાન્ય રીતે સામાન અથવા મુસાફરોને હટાવીને વજન ઓછું કરે છે, જેના કારણે મુસાફરોને હાલાકી ભોગવવી પડે છે અને એરલાઈન્સને નુકસાન સહન કરવું પડે છે.

સેન્ટ ઝેવિયર સ્કૂલના શિક્ષકની સંપત્તિ જપ્ત કરવા માટે કર્યો આદેશ
સેન્ટ ઝેવિયર સ્કૂલના શિક્ષકની સંપત્તિ જપ્ત કરવા માટે કર્યો આદેશ
અમિત શાહનો આકાશમાં ઉડેલો પતંગ કપાયો, જુઓ Video
અમિત શાહનો આકાશમાં ઉડેલો પતંગ કપાયો, જુઓ Video
ભારતના આકાશમાં ભાજપની હવા - વિજય રૂપાણી
ભારતના આકાશમાં ભાજપની હવા - વિજય રૂપાણી
આ 4 રાશિના જાતકોને આજે નાણાકીય લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે નાણાકીય લાભના સંકેત
હવામાન વિભાગ અને પરેશ ગોસ્વામીએ પવનને લઈને કરી મોટી આગાહી
હવામાન વિભાગ અને પરેશ ગોસ્વામીએ પવનને લઈને કરી મોટી આગાહી
"કૌશિક વેકરીયાના કહેવાથી પાયલ ગોટીનું કઢાયુ સરઘસ"- કોંગ્રેસ
શામળાજી, અંબાજી અને સંતરામ મંદિરે દેશવિદેશથી ઉમટ્યા શ્રદ્ધાળુઓ
શામળાજી, અંબાજી અને સંતરામ મંદિરે દેશવિદેશથી ઉમટ્યા શ્રદ્ધાળુઓ
કાંકરેજ મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રહેશે ! સરકારે શરૂ કરી ફેર વિચારણા
કાંકરેજ મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રહેશે ! સરકારે શરૂ કરી ફેર વિચારણા
ગુજરાતમાં મેગા ડિમોલિશન: દ્વારકા, જામનગર, અમદાવાદમાં હટાવાયા દબાણો
ગુજરાતમાં મેગા ડિમોલિશન: દ્વારકા, જામનગર, અમદાવાદમાં હટાવાયા દબાણો
અમરેલી લેટરકાંડમાં ધરણા કરે તે પહેલા જ ધાનાણી, દૂધાતની અટકાયત
અમરેલી લેટરકાંડમાં ધરણા કરે તે પહેલા જ ધાનાણી, દૂધાતની અટકાયત
g clip-path="url(#clip0_868_265)">