ચૂંટણીના પરિણામો બાદ EVM અને VVPATને ક્યા લઈ જવામાં આવે છે ? વાંચો આ અહેવાલમાં
તેવામાં પ્રશ્ન એ પણ થાય કે મત ગણતરી બાદ ઈવીએમને ક્યાં લઈ જવામાં આવે છે. શું તેનો ફરી ઉપયોગ કરવામાં આવે છે ? ચાલો જાણીએ તેની સંપૂર્ણ માહિતી વિગતવાર.
ગુજરાત વિધાનસભાની 182 બેઠક માટે 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન કરવામાં આવ્યુ હતુ. પ્રથમ તબક્કાનું મતદાન 19 જિલ્લાની 89 બેઠક પર મતદાન થયુ હતુ. પ્રથમ તબક્કાના મતદાન માટે 25,430 મતદાન મથકની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ તમામ બેઠકો પર કુલ 2,39,76,670 મતદાતાઓ હતા. બીજા તબક્કાનું મતદાન 14 જિલ્લાની 93 બેઠકો પર થયુ હતુ. બીજા તબક્કાના મતદાન માટે 26,409 મતદાન મથકની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ તમામ બેઠકો પર કુલ 2,51,58,730 મતદાતા હતા. બીજા તબક્કામાં લગભગ 60 ટકા મતદાન થયુ હતુ. પ્રથમ તબક્કામાં પણ કુલ 63.14 ટકા મતદાન થયુ હતુ. ગુજરાતમાં લગભગ 64 ટકા મતદાન મતદાન થયુ છે.
આજે સ્ટ્રોંગરુમમાંથી વહેલી સવારે ભારે સુરક્ષા વચ્ચે ઈવીએમને મત ગણતરી કેન્દ્રો સુધી લાવવામાં આવ્યા હતા. ગુજરાતમાં 8 ડિસેમ્બરે સવારે 8 વાગ્યાથી 33 જિલ્લાના 37 મતગણતરી કેન્દ્રો પર કામગીરી શરુ થશે. 37 મત ગણતરી કેન્દ્રોમાં અમદાવાદમાં 03 મત ગણતરી કેન્દ્રો, સુરતમાં 02 મત ગણતરી કેન્દ્ર અને આણંદમાં પણ 02 મતગણતરી કેન્દ્રો છે. એ સિવાય તમામ જિલ્લાઓમાં એક-એક મત ગણતરી કેન્દ્ર ઉપર એક સાથે મત ગણતરી શરૂ કરવામાં આવી હતી.
મત ગણતરીના તમામ રાઉન્ડ બાદ હવે દરેક બેઠક પર પરિણામની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતની જનતાના જનાદેશ અનુસાર ભાજપને 156, કોંગ્રેસને 17, આપ પાર્ટીને 5 અને અન્યને 4 બેઠક પર જીત મળી છે. તેવામાં પ્રશ્ન એ પણ થાય કે મત ગણતરી બાદ ઈવીએમને ક્યાં લઈ જવામાં આવે છે. શું તેનો ફરી ઉપયોગ કરવામાં આવે છે ? ચાલો જાણીએ તેની સંપૂર્ણ માહિતી વિગતવાર.
મત ગણતરી પૂર્ણ થયા બાદ ઈવીએમ અને વીવીપેટનું શું થાય છે ?
- મતગણતરી પૂર્ણ થયા બાદ રિટર્નિગ અધિકારી વિજેતા ઉમેદવારને જીતનું સર્ટિફિકેટ આપે છે.
- જો કોઈ ઉમેદવારને મત ગણતરીના પરિણામ પર સંદેહ હોય તો તે 45 દિવસની અંદર ફરી મતદાનની માંગ કરી શકે છે.
- ચૂંટણી પંચ તેની ફરિયાદને ધ્યાનમાં લઈને યોગ્ય તપાસ બાદ તેના પર નિર્ણય કરે છે.
- જો ઉમેદવારની ફરિયાદ યોગ્ય હોય તો ચૂંટણી પંચ ફરી મતદાન કરવાના આદેશ આપે છે.
- એક વાર પરિણામોની જાહેરાત થયા બાદ તમામ EVMને સ્ટ્રોંગ રુમમાં રાખવામાં આવે છે.
- મતદાન પછી જે પ્રક્રિયા દ્વારા EVMને સ્ટ્રોંગ રુમમાં મુકવામાં આવે છે, તે જ રીતે મત ગણતરી બાદ પણ EVMને સ્ટ્રોંગ રુમમાં મુકવામાં આવે છે.
- મતગણતરી બાદ EVMને સ્ટ્રોંગ રુમમાં મુકવા સમયે ચૂંટણી અધિકારી અને ઉમેદવારો ત્યા હાજર રહી સાક્ષી રુપે સાઈન કરે છે.
- પરિણામ જાહેર થયા બાદ 45 દિવસ સુધી EVMને સ્ટ્રોંગ રુમમાં મુકવામાં આવે છે.
- ત્યારબાદ ભારે સુરક્ષા વચ્ચે મોટા સ્ટોરેજ રુમમાં મુકવામાં આવે છે.
- આખા દેશમાં જ્યાં પર ચૂંટણી થાય ત્યા આ EVMને સ્ટોરેજ રુમમાંથી નીકાળીને પહોંચાળવામાં આવે છે.
- તે બધા વચ્ચે સમંયાતરે આ EVMની તપાસ થતી રહે છે.