25 હજારના મોત, એક દેશના ભાગલા…પનામા કેનાલના નિર્માણની દર્દનાક કહાની

પનામા કેનાલ એ વિશ્વની સૌથી અનોખી નહેર છે, જે મધ્ય અમેરિકાના પનામામાં આવેલી છે. આ નહેર પેસિફિક મહાસાગર અને એટલાન્ટિક મહાસાગરને જોડે છે. આ કેનાલ એન્જિનિયરિંગની અજાયબી છે, પરંતુ આ કેનાલ જેટલી અદ્ભુત છે, તેના નિર્માણનો ઈતિહાસ પણ એટલો જ દર્દનાક છે.

25 હજારના મોત, એક દેશના ભાગલા...પનામા કેનાલના નિર્માણની દર્દનાક કહાની
Panama Canal
Follow Us:
| Updated on: Oct 14, 2024 | 2:45 PM

પનામા કેનાલના નિર્માણની કહાનીને વિશ્વના સૌથી મહત્વપૂર્ણ અને મુશ્કેલ એન્જિનિયરિંગ પ્રોજેક્ટ્સમાંની એક ગણવામાં આવે છે. તે માત્ર એક નહેર ન હતી, પરંતુ તેની પાછળ સંઘર્ષ, ઘણા દેશોની રાજનીતિ, મુશ્કેલ ભૌગોલિક અને આરોગ્ય પડકારોનો સામનો અને હજારો મજૂરોના જીવના બલિદાનની કહાની છે. પનામા કેનાલે માનવ ઈતિહાસમાં વૈશ્વિક વેપારને ન માત્ર નવા આયામો આપ્યા, પરંતુ એક નવી વિશ્વ વ્યવસ્થાનો પાયો પણ નાખ્યો.

પનામા કેનાલ એ વિશ્વની સૌથી અનોખી નહેર છે, જે મધ્ય અમેરિકાના પનામામાં આવેલી છે. આ નહેર પેસિફિક મહાસાગર અને એટલાન્ટિક મહાસાગરને જોડે છે, જેને કેટલાક લોકો વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ શોર્ટકટ કહે છે. આ 82 કિલોમીટર લાંબી નહેર આંતરરાષ્ટ્રીય વેપારના મુખ્ય જળમાર્ગોમાંથી એક છે, જ્યાંથી દર વર્ષે 15 હજારથી વધુ નાના-મોટા જહાજો પસાર થાય છે. આ કેનાલ એન્જિનિયરિંગની અજાયબી છે, પરંતુ આ કેનાલ જેટલી અદ્ભુત છે, તેના નિર્માણનો ઈતિહાસ પણ એટલો જ દર્દનાક છે.

પનામા કેનાલના નિર્માણનો ઈતિહાસ

19મી સદીના અંત સુધીમાં પેસિફિક મહાસાગરથી એટલાન્ટિક મહાસાગર સુધીની દરિયાઈ મુસાફરી વેપાર માટે ખૂબ લાંબી અને મુશ્કેલ હતી. જહાજોને કેપ હોર્ન, દક્ષિણ અમેરિકાના દક્ષિણ છેડેથી પસાર થવું પડતું હતું, જે એક ખતરનાક અને સમય માંગી લેતો માર્ગ હતો. આનાથી દરિયાઈ વેપાર ધીમો અને ખર્ચાળ બન્યો.

ઊભી પૂંછડીએ ઘરમાંથી ભાગી જશે ઉંદર, કરો ફક્ત આ 5 કામ
કબજીયાત અને ગેસને કુદરતી રીતે દૂર કરશે આ રસોડાની વસ્તું, જાણો કઈ રીતે કરવો ઉપયોગ
Video : 'ચાંદ સિફારીશ' ગીત પર છોકરીએ કર્યો અદભૂત ક્લાસિકલ ડાન્સ
ઘી-ગોળ ખાવાથી થાય છે આ 7 ચમત્કારિક ફાયદા, જાણો અહીં
Peanuts : મગફળી ખાધા પછી આ વસ્તુઓ ન ખાઓ, બગડી શકે છે હેલ્થ
Health News : નાશપતી ખાવાથી થાય છે અનેક ફાયદા

પનામા કેનાલનો વિચાર સૌપ્રથમ 16મી સદીમાં સ્પેનિશ સંસ્થાનવાદીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો, જ્યારે તેઓએ પેસિફિક અને એટલાન્ટિક મહાસાગરોને જોડતો રસ્તો બનાવવાનું વિચાર્યું હતું. પરંતુ તે સમયે ટેક્નોલોજી અને સંસાધનોની અછતને કારણે આ વિચાર અમલમાં મૂકી શકાયો ન હતો. 19મી સદીના અંત સુધીમાં જ્યારે વૈશ્વિક વેપારના વિસ્તરણ માટે દરિયાઈ માર્ગો સુધારવાની જરૂરિયાત અનુભવાઈ ત્યારે આ વિચાર ફરીથી આવ્યો હતો.

ફ્રાન્સના પ્રયાસો અને નિષ્ફળતા

પનામા કેનાલ બનાવવાનો પ્રથમ પ્રયાસ ફ્રેન્ચ એન્જિનિયર ફર્ડિનાન્ડ ડી લેસેપ્સ દ્વારા કરવામાં આવ્યો હતો, જે સુએઝ કેનાલના સફળ બાંધકામ માટે પહેલેથી જ જાણીતા હતા. તેમણે 1881માં પનામા કેનાલનું બાંધકામ શરૂ કર્યું. ડી લેસેપ્સની યોજના સમુદ્ર-સ્તરની નહેર બનાવવાની હતી, જેનો અર્થ એ હતો કે બે મહાસાગરો વચ્ચેનો માર્ગ સીધો કાપી નાખવામાં આવશે અને તેને કોઈ લોકની જરૂર પડશે નહીં.

પરંતુ પનામાનો વિસ્તાર ઘણો પડકારજનક સાબિત થયો. પનામા ગાઢ જંગલો અને પર્વતોથી ઘેરાયેલું હતું અને ત્યાંનું વાતાવરણ અત્યંત વરસાદી અને ભેજવાળું હતું. વધુમાં મચ્છરજન્ય રોગો, ખાસ કરીને મેલેરિયા અને પીળીયો તાવ કામદારો માટે જીવલેણ સાબિત થયો. ફ્રેન્ચોના પ્રયત્નોમાં હજારો કામદારો મૃત્યુ પામ્યા અને તેમની પાસે આ રોગોનો સામનો કરવા માટે યોગ્ય તબીબી સેવાઓ પણ ન હતી.

માત્ર સ્વાસ્થ્ય જ નહીં, ભૌગોલિક પડકારો પણ વિશાળ હતા. ત્યાંની માટી વારંવાર ધસતી હતી, જેના કારણે ખોદવાનું કામ અટકી જતું હતું. પનામામાં કોર્ડિલેરા પર્વતમાળા સાથે ચાગ્રેસ નદી પર નિયંત્રણનો અભાવ પણ એક મોટી સમસ્યા હતી. ડી લેસેપ્સની યોજના નિષ્ફળ ગઈ અને 1894 સુધીમાં તેની કંપનીને ભારે નાણાકીય નુકસાન અને નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો. આ નિષ્ફળતાને કારણે પનામા કેનાલ પ્રોજેક્ટ અટકી ગયો.

અમેરિકાનો હસ્તક્ષેપ

ફ્રેન્ચ પ્રયાસની નિષ્ફળતા પછી અમેરિકાએ આ પ્રોજેક્ટ હાથ ધર્યો. 1904માં યુએસ પ્રમુખ થિયોડોર રૂઝવેલ્ટે પનામા કેનાલનું બાંધકામ અમેરિકન એન્જિનિયરોને સોંપ્યું. પરંતુ અમેરિકાએ ડી લેસેપ્સની યોજનાઓમાં મોટા ફેરફારો કર્યા. તેઓએ દરિયાઈ સ્તરની નહેરને બદલે લોક સાથે નહેર બનાવવાનું નક્કી કર્યું, જેથી ઊંચાઈના તફાવતને નિયંત્રિત કરી શકાય.

પનામા કેનાલ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે અમેરિકાએ ઘણા મહત્વપૂર્ણ પગલાં લીધા. સૌપ્રથમ તેણે મેલેરિયા અને પીળીયા તાવ જેવા રોગો સામે લડવા માટે તબીબી સેવાઓમાં સુધારો કર્યો. ડો.વિલિયમ ગોર્ગાસના નેતૃત્વ હેઠળ મચ્છરોના નિયંત્રણ માટે મોટા પાયે પ્રયાસો હાથ ધરાયા હતા. ડ્રેનેજ અને સફાઈની કાળજી લઈને કેનાલ વિસ્તારને રોગોથી મુક્ત કરવામાં આવ્યો હતો. આ આરોગ્ય સુધારણા નહેર પ્રોજેક્ટ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ, કારણ કે તેણે કામદારોના જીવ બચાવ્યા અને બાંધકામની ઝડપમાં વધારો કર્યો.

બીજો પડકાર ચાગ્રેસ નદીનો હતો, જે વરસાદની મોસમમાં પૂરનું કારણ બને છે. જેના માટે એક વિશાળ ડેમ (ગાટુન ડેમ) બનાવનો પ્લાન બનાવ્યો, જેથી નદીને નિયંત્રિત કરી શકાય અને કૃત્રિમ તળાવબનાવી શકાય. આ તળાવ નહેરનો ભાગ બન્યું અને નહેરની કામગીરીને સરળ બનાવી.

રાજકીય હસ્તક્ષેપ અને સ્વતંત્રતા માટે પનામાનો સંઘર્ષ

પનામા કેનાલ પ્રોજેક્ટ માત્ર એક એન્જિનિયરિંગ સમસ્યા ન હતી, તેમાં રાજકીય સમસ્યાઓ પણ સામેલ હતી. શરૂઆતમાં પનામા કોલમ્બિયાનો ભાગ હતો અને જ્યારે યુએસએ નહેરનું બાંધકામ માટે આ દેશો સાથે વાતચીત કરી તો કોલંબિયાએ સાથ ના આપ્યો. જ્યારે આ પ્રયાસ નિષ્ફળ ગયો, ત્યારે યુએસએ પનામાની સ્વતંત્રતાને ટેકો આપ્યો અને પનામાએ 1903માં કોલંબિયાથી સ્વતંત્રતા મેળવી. આ પછી યુએસએ પનામા સાથે એક સંધિ કરી જેના હેઠળ તેમને કેનાલ ઝોન પર નિયંત્રણ મળ્યું. આ સંધિએ પનામાની સાર્વભૌમત્વને મર્યાદિત કરી અને દાયકાઓ સુધી તેના પર રાજકીય સંઘર્ષ ચાલ્યો.

25,000 થી વધુ મજૂરોના મોત

પનામા કેનાલના નિર્માણમાં હજારો મજૂરોએ ફાળો આપ્યો હતો. આ મજૂરો મુખ્યત્વે કેરેબિયન ટાપુઓ, ખાસ કરીને જમૈકા અને બાર્બાડોસથી આવ્યા હતા. આ ઉપરાંત કેટલાક મજૂરો યુરોપ અને એશિયામાંથી પણ આવ્યા હતા. કામ કરવાની પરિસ્થિતિઓ અત્યંત મુશ્કેલ હતી. ઊંચા તાપમાન, ગાઢ જંગલો અને સતત વરસાદ વચ્ચે કામદારોને દિવસ-રાત કામ કરવું પડતું હતું. ઘણા મજૂરો રોગ, અકસ્માતો અને થાકને કારણે મૃત્યુ પામ્યા. કેનાલના નિર્માણ દરમિયાન 25,000 થી વધુ મજૂરોએ પોતાના જીવ ગુમાવ્યા હતા, જેમાંથી મોટાભાગના લોકો રોગનો ભોગ બન્યા હતા.

કામદારોમાં સામાજિક અને વંશીય ભેદભાવ પણ પ્રબળ હતો. અમેરિકન કામદારોને વધુ સારી સવલતો અને વેતન મળતું હતું, જ્યારે વિદેશી કામદારોને ઓછા વેતન અને ખરાબ પરિસ્થિતિમાં કામ કરવું પડતું હતું. આમ છતાં આ કામદારોએ પનામા કેનાલના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

કેનાલના નિર્માણમાં 10 વર્ષનો સમય લાગ્યો

10 વર્ષના લાંબા સંઘર્ષ બાદ 1914માં પનામા કેનાલનું બાંધકામ પૂર્ણ થયું હતું. આ કેનાલ 82 કિલોમીટર લાંબી છે અને તે એટલાન્ટિક મહાસાગરને પેસિફિક મહાસાગર સાથે જોડે છે. આ વિશ્વ વેપાર માટે એક મુખ્ય સીમાચિહ્નરૂપ સાબિત થયું. કેનાલે કેપ હોર્નની આસપાસના ખતરનાક માર્ગ પર પરિવહન માટે જહાજોની જરૂરિયાતને દૂર કરી અને દરિયાઈ વેપારના સમય અને ખર્ચમાં મોટો ઘટાડો કર્યો. આ કેનાલ પનામા દેશની વચ્ચોવચથી પસાર થાય છે એટલે કે પનામાના બે ભાગલા પાડે છે.

પનામા કેનાલની સફળતા માત્ર એન્જિનિયરિંગ અજાયબી જ નહોતી, પરંતુ તે અમેરિકાના વૈશ્વિક વર્ચસ્વનું પ્રતીક પણ બની ગઈ હતી. આ નહેરે યુએસને વૈશ્વિક વેપારમાં મુખ્ય ભૂમિકા આપી અને તેને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં એક શક્તિશાળી ખેલાડી બનાવ્યું. પનામા કેનાલનું નિર્માણ એક અનોખી અને પીડાદાયક યાત્રા હતી, જેમાં હજારો કામદારોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. આજે પનામા કેનાલ એ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ જળમાર્ગો પૈકી એક છે, વૈશ્વિક વેપારનું કેન્દ્રબિંદુ છે.

નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન
નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન
ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત
ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત
બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ
બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ
લુખ્ખા તત્વોનું પોલીસે કાઢ્યું સરઘસ ! ભણાવ્યો કાયદાનો પાઠ-video
લુખ્ખા તત્વોનું પોલીસે કાઢ્યું સરઘસ ! ભણાવ્યો કાયદાનો પાઠ-video
ગુજરાતમાં અકસ્માતની વણઝાર ! એક મહિલા સહિત 3ના મોત
ગુજરાતમાં અકસ્માતની વણઝાર ! એક મહિલા સહિત 3ના મોત
સંસદમાં રાહુલ ગાંધીને ખખડાવનાર સાંસદે વડોદરામાં કહી આ મોટી વાત
સંસદમાં રાહુલ ગાંધીને ખખડાવનાર સાંસદે વડોદરામાં કહી આ મોટી વાત
Ahmedabad : એરપોર્ટ પરથી 14 કરોડ રુપિયાની ઘડિયાળની હેરાફેરી ઝડપાઈ
Ahmedabad : એરપોર્ટ પરથી 14 કરોડ રુપિયાની ઘડિયાળની હેરાફેરી ઝડપાઈ
વ્યાજખોરો વ્યાજના નાણાં પરત ન મળતા બાળકીને ઉઠાવી ગયા
વ્યાજખોરો વ્યાજના નાણાં પરત ન મળતા બાળકીને ઉઠાવી ગયા
Junagadh : દોલતપરા માર્કેટયાર્ડમાંથી 7 હજાર કિલો ચણાની ચોરી
Junagadh : દોલતપરા માર્કેટયાર્ડમાંથી 7 હજાર કિલો ચણાની ચોરી
Bhopal : પરિવહન વિભાગના પૂર્વ અધિકારીને ત્યાં મળી 40 કિલો ચાંદી
Bhopal : પરિવહન વિભાગના પૂર્વ અધિકારીને ત્યાં મળી 40 કિલો ચાંદી
g clip-path="url(#clip0_868_265)">