ભારત સાથે જોડાયેલો હોવા છતાં નામ અરબ પર કેમ ? જાણો અરબી સમુદ્રના નામ પાછળની કહાની

|

Aug 28, 2024 | 3:55 PM

હિંદ મહાસાગરના ઉત્તર-પશ્ચિમ ભાગને અરબી સમુદ્ર કહેવામાં આવે છે. ભારતના પશ્ચિમ કિનારે આવેલા અરબી સમુદ્રને નામ આપવા પાછળનું કારણ માત્ર સાંસ્કૃતિક અને ઐતિહાસિક જ નથી, પણ ભૌગોલિક સંયોગ પણ છે. ત્યારે આ લેખમાં આપણે જાણીશું કે ભારત સાથે જોડાયેલા અરબી સમુદ્રના નામકરણ પાછળની કહાની શું છે અને તેનું ઐતિહાસિક મહત્વ શું છે.

ભારત સાથે જોડાયેલો હોવા છતાં નામ અરબ પર કેમ ? જાણો અરબી સમુદ્રના નામ પાછળની કહાની
Arabian Sea

Follow us on

અરબી સમુદ્ર ભારત સાથે જોડાયેલો હોવા છતાં નામ અરબ પર કેમ ? આ પ્રશ્ન એક રસપ્રદ ઐતિહાસિક અને ભૌગોલિક ઇતિહાસ સાથે જોડાયેલો છે. ભારતના પશ્ચિમ કિનારે આવેલા અરબી સમુદ્રને નામ આપવા પાછળનું કારણ માત્ર સાંસ્કૃતિક અને ઐતિહાસિક જ નથી, પણ ભૌગોલિક સંયોગ પણ છે. જેણે વિવિધ સામ્રાજ્યો અને વેપાર માર્ગોને એકબીજા સાથે જોડ્યા છે. આ લેખમાં આપણે જાણીશું કે ભારત સાથે જોડાયેલા અરબી સમુદ્રના નામકરણ પાછળની કહાની શું છે અને તેનું ઐતિહાસિક મહત્વ શું છે. હિંદ મહાસાગરના ઉત્તર-પશ્ચિમ ભાગને અરબી સમુદ્ર કહેવામાં આવે છે. યુરોપના લોકો આ માર્ગેથી ભારતમાં આવતા રહ્યા છે. તે પૂર્વમાં ભારત, પશ્ચિમમાં આફ્રિકન દ્વીપકલ્પ અને અરેબિયન દ્વીપકલ્પ, ઉત્તરમાં ઈરાન અને પાકિસ્તાન અને દક્ષિણમાં હિંદ મહાસાગરના બાકીના ભાગોથી ઘેરાયેલો છે. બંગાળની ખાડીની તુલનામાં અહીં ઓછા દબાણ સાથે ચક્રવાત રચાય છે. અરબી સમુદ્ર સાથે જોડાયેલા ફેક્ટસ અરબી સમુદ્ર લગભગ 38,62,000 ચોરસ કિમી વિસ્તારમાં ફેલાયેલો છે. આ સમુદ્રની મહત્તમ પહોળાઈ આશરે 2,400 કિમી છે અને તેની મહત્તમ ઊંડાઈ 4,652 મીટર એટલે કે...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Next Article