અદ્ભુત દેશ : 50 વર્ષ પહેલા રોટી-કપડાના હતા ફાંફા, આજે આ દેશનો દર છઠ્ઠો પરિવાર છે કરોડપતિ

અડધા દિલ્હી જેટલો જ વિસ્તાર ધરાવતા આ દેશનો દર છઠ્ઠો પરિવાર કરોડપતિ છે. 1963માં જ્યારે આ દેશ આઝાદ થયો ત્યારે ત્યાં અપાર ગરીબી હતી. મોટાભાગની વસ્તી ઝૂંપડપટ્ટીમાં જીવન જીવવા મજબૂર હતી. એ સમય અને હાલના સમયમાં ઘણો તફાવત છે. હાલમાં આ દેશની ગણતરી સૌથી ધનિક દેશોમાં થાય છે.

અદ્ભુત દેશ : 50 વર્ષ પહેલા રોટી-કપડાના હતા ફાંફા, આજે આ દેશનો દર છઠ્ઠો પરિવાર છે કરોડપતિ
Singapore
Follow Us:
| Updated on: Dec 19, 2024 | 7:11 PM

દુનિયાના નકશા પર નજર કરીએ તો ભારતની નીચે દક્ષિણ-પૂર્વ ભાગમાં એક દેશ છે, મલેશિયા. જો તમે તેના દક્ષિણ છેડે જોશો તો તમને એક નાનો ટાપુ દેખાશે. વિસ્તારની દૃષ્ટિએ અડધી દિલ્હી જેટલો જ છે આ દેશ અને તેનું નામ સિંગાપુર છે. 1963માં જ્યારે આ દેશ આઝાદ થયો ત્યારે અપાર ગરીબી હતી. મોટાભાગની વસ્તી ઝૂંપડપટ્ટીમાં જીવન જીવવા મજબૂર હતી.

એ સમય અને હાલના સમયમાં ઘણો તફાવત છે. સિંગાપુરની ગણતરી હવે સૌથી ધનિક દેશોમાં થાય છે. જ્યાં દરેક છઠ્ઠો પરિવાર કરોડપતિ છે. તો માથાદીઠ જીડીપીના સંદર્ભમાં યુકે, ફ્રાન્સ અને અમેરિકા જેવી મહાસત્તાઓથી પણ આગળ છે. એટલું જ નહીં, 2030 સુધીમાં એવો અંદાજ છે કે આ દેશમાં વિશ્વના સૌથી વધુ કરોડપતિઓ હશે.

આઝાદી તો મળી પણ સાથે અત્યંત ગરીબી પણ મળી

સિંગાપુર જ્યારે સ્વતંત્ર દેશ બન્યો ત્યારે કોઈને આશા ન હતી કે એક દિવસ તે સમૃદ્ધ દેશોમાં સામેલ થશે. આશા કેવી રીતે હોઈ શકે ? કારણ કે તે એક નાનો અને ગરીબ ટાપુ દેશ હતો. જેનો બહુ ઓછો સહિયારો ઇતિહાસ હતો અને કુદરતી સંસાધનો પણ નહોતા. એશિયાના અન્ય દેશોની જેમ સિંગાપુર પણ લાંબા સમય સુધી બ્રિટનની વસાહત હતી. ત્યારપછી વર્ષ 1959 આવ્યું જ્યારે સિંગાપુરને પહેલીવાર પોતાના દમ પર દેશ ચલાવવાનો અધિકાર મળ્યો. આ વર્ષે લી કુઆન યૂ સિંગાપુરના પ્રથમ વડાપ્રધાન બન્યા હતા.

ગુજરાતના ડાયમંડ સિટીમાં ફરવાલાયક સ્થળો, જુઓ List
ગુજરાતનું અમદાવાદ શહેર પહેલા ક્યાં નામથી ઓળખાતું હતું ?
શું વોક કરવાથી ખરેખર વજન ઘટે ?
ગુજરાતી અભિનેત્રીએ એન્જિનિયર સાથે સગાઈ કરી, જુઓ ફોટો
રોજ એક જામફળ ખાવાથી મળે છે આ 5 ચમત્કારિક ફાયદા, જાણો અહીં
શિયાળામાં છાતીમાં જામી ગયો છે કફ, તો કરો આ ઉપાય

સિંગાપુર આજે જ્યાં છે તેનો શ્રેય લી કુઆન યૂને આપવામાં આવે છે. લી એવા સમયે વડાપ્રધાન બન્યા જ્યારે દેશની અર્થવ્યવસ્થા ખરાબ સ્થિતિમાં હતી. તેથી, દેશને પ્રગતિના પંથે લઈ જવા માટે, તેમણે શરૂઆતથી જ બધું શરૂ કરવું પડ્યું.

આમાં પહેલું પગલું પડોશી દેશો સાથેના સંબંધો સુધારવાનું હતું. પરંતુ અહીં પણ નિરાશા હાથ લાગી હતી. કારણ કે મલેશિયા પાડોશમાં હતું. જ્યાં મલય Vs બહારના લોકોનો મુદ્દો જોર પકડી રહ્યો હતો. તે એટલા માટે કારણ કે સિંગાપુરમાં રહેતા મોટાભાગના લોકો ચીનથી આવ્યા હતા. જે મલેશિયાના પક્ષકારોને સ્વીકાર્ય ન હતું.

વડાપ્રધાન લી કુઆન યૂએ આનો પણ ઉકેલ શોધી કાઢ્યો, એવી આશાએ કે હવે કોઈ સમસ્યા નહીં થાય. 1963માં તેમણે સિંગાપુરને મલેશિયા સાથે ભેળવી દીધું. પરંતુ આ ગઠબંધન લાંબો સમય ટકી શક્યું નહીં. આર્થિક અને રાજકીય મતભેદોને કારણે સિંગાપુર 9 ઓગસ્ટ 1965ના રોજ મલેશિયાથી અલગ થઈ ગયું અને એક સ્વતંત્ર અને સાર્વભૌમ રાષ્ટ્ર બન્યું.

લી કુઆન હવે પહેલા કરતા વધુ મુશ્કેલીમાં હતા. વિશ્વ બેંકના રિપોર્ટ પરથી તમે આનો અંદાજ લગાવી શકો છો. જે મુજબ 1965માં સિંગાપુરની લગભગ અડધી વસ્તી અભણ હતી અને માથાદીઠ જીડીપી 500 યુએસ ડોલરથી પણ નીચે હતી. જે તે સમયે ઘાના દેશની બરાબર હતી.

નાના નાના અભિયાનો સાથે કર્યો પ્રારંભ

સિંગાપુર ગરીબ દેશ હતો. તેથી તેને તેના મુકામ સુધી પહોંચાડવો પણ એટલો સરળ નહોતો. પરંતુ એ વાતને નકારી શકાય નહીં કે તેને એ પણ ફાયદો હતો કે તે ખૂબ જ ઓછી વસ્તી ધરાવતો નાનો દેશ હતો. લીએ તેમના નેતૃત્વમાં આ ગુણોનો સંપૂર્ણ લાભ લીધો.

તેમણે નાના નાના અભિયાન ચલાવીને આની શરૂઆત કરી. જેમ કે લોકોને સારું અંગ્રેજી બોલવા પર ભાર મૂકવામાં આવ્યો હતો અને તેમાં પૈસાનું રોકાણ કરવામાં આવ્યું હતું. ગંદકીથી ભરેલા શહેરમાં સ્વચ્છતાનો માર્ગ લીધો. આ માટે કડક નિયમો બનાવ્યા. લી હંમેશા સિંગાપુરમાં ઉદ્યોગોને મહત્વ આપતા હતા. ઉદાહરણ તરીકે, કરનો દર ન્યૂનતમ રાખવામાં આવ્યો હતો અને સરળ દરે લોન આપવામાં આવી હતી, જેના કારણે વ્યવસાયોનો વિસ્તાર થયો.

એટલું જ નહીં, 1966માં સરકારે જમીન ખરીદ્યા બાદ તેના પર સરકારી મકાનો પણ બનાવ્યા. જેથી લોકો પોષણક્ષમ ભાવે તેમના મકાનો ખરીદી શકે. આ માટે એક અલગ સ્કીમ પણ શરૂ કરવામાં આવી જેથી લોકો બચત કરવા લાગે. દરેક કર્મચારીના પગારના 25% સરકારી બચત યોજનામાં જમા કરવામાં આવી, જેમાં સરકાર પોતાની તરફથી પણ એટલી જ રકમ આપતી હતી.

લીએ વિદેશી રોકાણ પર વિશેષ ધ્યાન આપ્યું. લીએ કહ્યું કે સફળ થવા માટે સિંગાપુરને વિશ્વભરની પ્રતિભાઓને આકર્ષે તેવું સર્વદેશીય કેન્દ્ર બનવાની જરૂર છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થઈ શકે તે માટે ઉત્તમ રસ્તાઓ અને હાઈવે બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

31 વર્ષમાં ઘણા દમનકારી કામો કર્યા

સાત વખત ચૂંટણી જીત્યા બાદ લીએ 1990માં પદ છોડ્યું ત્યારે તેઓ વિશ્વના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર વડાપ્રધાન હતા. તેઓ લગભગ 31 વર્ષ સુધી સિંગાપોરમાં સત્તા પર રહ્યા. પરંતુ આ દરમિયાન તેમણે કેટલાક પગલા લીધા જેને દમનકારી ગણાવ્યા હતા. તેઓ સરમુખત્યાર તરીકે જાણીતા બન્યા.

જેમ કે, ચોરી કે ડ્રગના વેપારમાં સંડોવાયેલા લોકોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. જનસંખ્યાને અંકુશમાં રાખવાના નિયમો કડક કરવામાં આવ્યા હતા અને પ્રેસની સ્વતંત્રતા પર અંકુશ લગાવવામાં આવ્યો હતો અને સરકાર વિરુદ્ધ બોલનારાઓની સંપત્તિ જપ્ત કરવામાં આવતી હતી. જ્યારે લીને આ બધા પર સવાલ કરવામાં આવ્યા હતા, ત્યારે તેઓ માત્ર એક જ વાત કહેતા હતા – જ્યાં સુધી કાયદાનું શાસન નહીં હોય ત્યાં સુધી દેશ આર્થિક રીતે આગળ વધી શકશે નહીં.

આ રીતે બદલાયું સિંગાપુર

જેમ જેમ વિશ્વનું અર્થતંત્ર બદલાયું તેમ સિંગાપુર પણ બદલાયું. તેના પ્રથમ બે દાયકા દરમિયાન સિંગાપુરની અર્થવ્યવસ્થા દર વર્ષે લગભગ 10 ટકાના દરે વૃદ્ધિ પામી હતી. પહેલા સિંગાપુર મસાલા, ટીન અને રબરનો વેપાર કરતું હતું, પછી તેણે ફાર્માસ્યુટિકલ્સમાં પણ વેપાર કરવાનું શરૂ કર્યું. 1975 સુધીમાં સિંગાપુરે એક મોટો ઔદ્યોગિક આધાર સ્થાપ્યો હતો. જીડીપીમાં ઉત્પાદનનો હિસ્સો 14% થી વધીને 22% થયો.

સિંગાપુરનું જીવનધોરણ હવે ફ્રાન્સ જેવા દેશ કરતાં ઘણું ઊંચું છે અને તે ટૂંક સમયમાં જ વિશ્વમાં ટોપ પર પહોંચી જશે. સિંગાપુરમાં શિશુ મૃત્યુદરમાં અન્ય કોઈપણ દેશ કરતાં ઝડપથી સુધારો થયો છે. તો માનવ વિકાસ સૂચકાંકમાં પણ સુધારો થયો છે. સિંગાપુર સરકાર અનુસાર, 2023 સુધીમાં સિંગાપુરમાં પોતાનું ઘર ખરીદનારા લોકોની ટકાવારી 89.7 છે.

સત્તાધારધામ વિવાદ: પ્રજાપતિ સમાજના યુવાનોએ બાઈક રેલી યોજી વિરોધ કર્યો
સત્તાધારધામ વિવાદ: પ્રજાપતિ સમાજના યુવાનોએ બાઈક રેલી યોજી વિરોધ કર્યો
રાજ્યવાસીઓને ઠંડીમાંથી મળશે આંશિક રાહત- અંબાલાલ પટેલ
રાજ્યવાસીઓને ઠંડીમાંથી મળશે આંશિક રાહત- અંબાલાલ પટેલ
ઝારખંડની 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના પર રાજનીતિ ગરમાઇ
ઝારખંડની 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના પર રાજનીતિ ગરમાઇ
અમદાવાદ: રખિયાલ વિસ્તારમાં લુખ્ખાએ પોલીસને ખુલ્લી તલવાર બતાવી ભગાડી
અમદાવાદ: રખિયાલ વિસ્તારમાં લુખ્ખાએ પોલીસને ખુલ્લી તલવાર બતાવી ભગાડી
વડોદરાના લાકોદરા ગામે પાસે અજાણ્યા વાહને 3 જૈન સાધ્વીને મારી ટક્કર
વડોદરાના લાકોદરા ગામે પાસે અજાણ્યા વાહને 3 જૈન સાધ્વીને મારી ટક્કર
સ્માર્ટ સિટી અમદાવાદના નારોલ-લાંભા વોર્ડમાં પાયાની સુવિધા પણ નથી મળતી
સ્માર્ટ સિટી અમદાવાદના નારોલ-લાંભા વોર્ડમાં પાયાની સુવિધા પણ નથી મળતી
ઘુમા-શીલજના રેલવે ઓવરબ્રિજની કામગીરીમાં AUDAનું અણઘડ આયોજન
ઘુમા-શીલજના રેલવે ઓવરબ્રિજની કામગીરીમાં AUDAનું અણઘડ આયોજન
વટવા પોલીસે 12 કિલો હાઈબ્રિડ ગાંજો ઝડપ્યો
વટવા પોલીસે 12 કિલો હાઈબ્રિડ ગાંજો ઝડપ્યો
Mehsana : ફૂડ વિભાગે લીધેલા જીરાના નમૂનામાંથી મળ્યો સ્ટોન પાવડર
Mehsana : ફૂડ વિભાગે લીધેલા જીરાના નમૂનામાંથી મળ્યો સ્ટોન પાવડર
હિંમતનગર ભાજપ પ્રમુખ પદ માટે કિન્નરે ભર્યું ફોર્મ
હિંમતનગર ભાજપ પ્રમુખ પદ માટે કિન્નરે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">