રેલવેના નવા 3E અને 3A કોચ વચ્ચે શું છે તફાવત ? જાણો કેટલું છે ભાડું
ભારતીય રેલવેને દેશની લાઈફલાઈન પણ કહેવામાં આવે છે. કારણ કે રેલવે દ્વારા લાખો લોકો મુસાફરી કરે છે.જો તમે ટ્રેનમાં મુસાફરી કરી હશે તો જોયું હશે કે તેમાં જનરલ, સ્લીપર અને વિવિધ કેટેગરીના એસી કોચ હોય છે. ત્યારે શું તમે જાણો છો કે, 3E અને 3A કોચ વચ્ચે શું તફાવત છે.
ભારતીય રેલવે વિશ્વનું ચોથું સૌથી મોટું રેલ નેટવર્ક છે. ભારતીય રેલવેની ટિકિટ સામાન્ય માણસને પરવડે તેવી હોવાથી લાખો લોકો રેલવેથી મુસાફરી કરે છે. જો તમે ટ્રેનમાં મુસાફરી કરી હશે તો જોયું હશે કે તેમાં જનરલ, સ્લીપર અને વિવિધ કેટેગરીના એસી કોચ હોય છે. ત્યારે શું તમે જાણો છો કે, 3E અને 3A કોચ વચ્ચે શું તફાવત છે.
રેલવે ભારતની લાઈફલાઈન
ભારતીય રેલવેને દેશની લાઈફલાઈન પણ કહેવામાં આવે છે. કારણ કે રેલવે દ્વારા લાખો લોકો મુસાફરી કરે છે. તમને જણાવી દઈએ કે, દેશમાં રોજ 13,523 ટ્રેનોનું સંચાલન થાય છે. આ ઉપરાંત દેશમાં રોજ 9146 માલગાડીઓ પણ દોડે છે. જે મુજબ ભારતમાં દરરોજ કુલ 22,669 ટ્રેનોનું સંચાલન કરવામાં આવે છે.
3E અને 3A કોચ
જો તમે ટ્રેનમાં મુસાફરી કરી હશે તો તમે જોયું હશે કે, અલગ અલગ કેટેગરીના કોચ હોય છે. ઉનાળામાં ખાસ કરીને લોકો એસી કોચ બુક કરાવતા હોય છે, જેમાં પણ અલગ અલગ કેટેગરી છે. ત્યારે મોટાભાગના લોકો 3A મતલબ થર્ડ એસીમાં મુસાફરી કરવાનું પસંદ કરતા હોય છે, કારણ કે તેની ટિકિટ સસ્તી હોય છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં રેલવે એ થર્ડ એસીની સાથે 3E કોચ પણ જોડ્યો છે. જે દેખાવમાં બિલકુલ થર્ડ એસી જેવો જ હોય છે, પરંતુ તેની ટિકિટ થોડી ઓછી હોય છે.
3E અને 3A કોચ વચ્ચેનો તફાવત
તમને જણાવી દઈએ કે, ભારતીય રેલવે લોકો સસ્તામાં એસીમાં મુસાફરી કરી શકે તે માટે હવે 3E કોચનો વિકલ્પ પણ આપ્યો છે. તેને થર્ડ એસી ઈકોનોમી એટલે કે 3E કોચ કહેવામાં આવે છે. આ કોચ થર્ડ એસી જેવો જ હોય છે અને તેમાં મળતી બધી જ સુવિધાઓ આમાં પણ આપવામાં આવે છે.
જો કે, 3E કોચની ટિકિટ 3A કરતાં ઓછી હોય છે. તમને જણાવી દઈએ કે, 3E કોચમાં મુસાફરો માટે એસી ડક અલગ અલગ લગાવવામાં આવ્યા છે. દરેક સીટ માટે બોટલ માટનું સ્ટેન્ડ, રીડિંગ લાઈટ અને ચાર્જિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. 3E કોચમાં 3A કોચની જેમ જ બેડશીટ અને ચાદર પણ મળે છે. આ બંનેમાં તફાવત માત્ર એટલો જ છે કે, 3A કોચમાં 72 સીટો હોય છે, જ્યારે 3E કોચમાં તેનાથી 11 સીટ વધુ એટલે કે, 83 સીટ હોય છે.