તમે 16 વર્ષના છો ? તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ જોઈએ છે ? આ રીતે કરો અરજી, ઝડપથી મળશે લાયસન્સ
Driving License Online : જો તમારી ઉંમર 18 વર્ષથી ઓછી છે અને તમારે ડ્રાઇવિંગ માટે લાયસન્સ જોઈએ છે, તો ચાલો તમને જણાવીએ કે 18 વર્ષથી નાની ઉંમરના લોકો ડ્રાઇવિંગ લાયસન્સ માટે કેવી રીતે અરજી કરી શકે છે.
driving license
Image Credit source: symbolic image
Follow us on
ડ્રાઇવિંગ લાયસન્સ એટલે કે DL એ એક ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. જો તમે ટુ વ્હીલર અથવા ફોર વ્હીલર પણ ડાઇવ કરો છો તો તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હોવુ જરૂરી છે. પોલીસ ચેકિંગ દરમિયાન તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ ના હોય તો ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ, પોલીસ તમારું મોટુ ચલણ પણ કાપી શકે છે. દરેક વ્યક્તિ વિચારે છે કે ફક્ત 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકો જ ડ્રાઇવિંગ લાયસન્સ માટે અરજી કરી શકે છે. પરંતુ એવું નથી. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો પણ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવી શકે છે.
લર્નિંગ લાઇસન્સ માટે અરજી
જો તમે 16 વર્ષના છો તો તમારે 18 વર્ષ સુધી રાહ જોવાની જરૂર નથી. લોકોની જાણકારી માટે તમને જણાવી દઈએ કે સરકાર 16 વર્ષની ઉંમરમાં પણ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાની તક આપે છે. પરંતુ અહીં એક વાત નોંધનીય છે કે 16 વર્ષની ઉંમરે મેળવેલ ડ્રાઇવિંગ લાયસન્સ માત્ર ગિયર વિનાના હળવા વાહન ચલાવવા માટે એટલે કે MCWOG વાહન ચલાવવા માટે આપવામાં આવે છે.
ડ્રાઇવિંગ લાયસન્સ બનાવતા પહેલા, તમારે લોકોએ લર્નિંગ લાયસન્સ માટે અરજી કરવી પડશે, કહો કે તમે લર્નિંગ લાઇસન્સ બનાવીને ડ્રાઇવિંગ શીખી શકો છો અને પછી તમે ડ્રાઇવિંગ લાયસન્સ માટે અરજી કરી શકો છો. અત્રે જાણકારી માટે તમને જણાવી દઈએ કે, લર્નિંગ લાયસન્સ બનાવ્યા બાદ કાર, સ્કૂટર કે બાઈક શીખતી વખતે આગળ અને પાછળ બંને બાજુ L લખવું પડે છે.
જો તમારે આરટીઓ ઓફિસમાં ગયા વિના ડ્રાઇવિંગ લાયસન્સ માટે ઓનલાઈન અરજી કરવા માંગો છો, તો તમારે પહેલા https://parivahan.gov.in પર જવું પડશે.
પરિવહન વિભાગની સત્તાવાર સાઇટની મુલાકાત લીધા પછી, તમારે ઑનલાઇન સેવા વિભાગમાં Driving License સંબંધિત સેવા વિકલ્પ પર ક્લિક કરવું પડશે.
તમે આ વિકલ્પ પર ક્લિક કરતાની સાથે જ તમને તમારી સામેની સ્ક્રીન પર તમારું રાજ્ય પસંદ કરવાનું કહેવામાં આવશે. ઉદાહરણ તરીકે, તમે તમારું રાજ્ય ગુજરાત પસંદ કર્યું છે. તો તમને તમારા પસંદ કરેલા રાજ્યમાં ઘણા વિકલ્પો દેખાશે.
રાજ્ય પસંદ કર્યા પછી, તમે આગળની વધુ કાર્યવાહી અંગે ઘણા વિકલ્પો જોશો અને પ્રથમ વિકલ્પ લર્નર લાઇસન્સ છે.
તમે લર્નર્સ લાયસન્સ વિકલ્પ પર ક્લિક કરો કે તરત જ તમે આગળનુ પેજ ખુલશે, જેમા તમે આધાર કાર્ડ સાથે અને આધાર કાર્ડ વગર બંને રીતે અરજી કરી શકો છો. ફરક માત્ર એટલો છે કે આધાર કાર્ડ ધરાવતા લોકો ઘરેથી પણ ટેસ્ટ આપી શકશે. પરંતુ આધાર કાર્ડ વગર અરજી કરનારાઓએ જાતે આરટીઓ કચેરીએ જઈને ટેસ્ટ આપવો પડશે.