AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

How to Grow Green Chilli at Home : ઘરમાં રાખેલા લીલા મરચાંમાંથી ઉગાડો તીખા લીલા મરચાંનો છોડ, 2 મહિનામાં મળવા લાગશે મરચાં, જાણો સરળ રીત

બજારમાંથી લાવેલા લીલા મરચાં થોડા દિવસમાં બગડી જાય છે? તો હવે રસોડામાં રહેલી મરચાંમાંથી જ બીજ મેળવી ઘરે કુંડામાં તાજા લીલા મરચાં ઉગાડો. જાણો બીજ તૈયાર કરવાથી લઈને છોડ પર મરચાં આવવા સુધીની સરળ રીત.

How to Grow Green Chilli at Home : ઘરમાં રાખેલા લીલા મરચાંમાંથી ઉગાડો તીખા લીલા મરચાંનો છોડ, 2 મહિનામાં મળવા લાગશે મરચાં, જાણો સરળ રીત
How to Grow Green Chilli at Home Easy GuideImage Credit source: AI Generated & Designed by Rajsingh Sisodiya
| Updated on: Aug 20, 2026 | 7:38 PM
Share

બજારમાંથી લાવેલા લીલા મરચાં થોડા જ દિવસોમાં બગડી જાય છે? તો હવે મરચાં ખરીદવામાં પૈસા ખર્ચવાને બદલે ઘરમાં રહેલા મરચાંમાંથી જ બીજ મેળવીને કુંડામાં તાજી અને તીખા લીલા મરચાં ઉગાડી શકાય છે. તેના માટે મોટું બગીચો હોવું પણ જરૂરી નથી. થોડા પ્રમાણમાં માટી, યોગ્ય કુંડુ અને નિયમિત સંભાળથી ઘરે જ મરચાંનો છોડ તૈયાર કરી શકાય છે.

લીલા મરચાં ભારતીય રસોડાનો મહત્વનો ભાગ છે. શાક હોય, દાળ હોય કે ચટણી, મરચાં ઉમેરવાથી ભોજનનો સ્વાદ વધુ ચટપટો બની જાય છે. પરંતુ ઘણી વખત બજારમાંથી ખરીદેલા લીલા મરચાં થોડા દિવસોમાં નરમ પડીને બગડવા લાગે છે. આવી સ્થિતિમાં જો ઘરમાં જ મરચાંનો છોડ હોય તો જરૂરિયાત મુજબ તાજા મરચાં તોડી શકાય. ખાસ વાત એ છે કે આ માટે મોંઘા બીજ ખરીદવાની પણ જરૂર નથી. ઘરમાં ઉપયોગમાં લેવાતા મરચાંમાંથી જ બીજ મેળવીને કુંડામાં વાવી શકાય છે. તો ચાલો જાણીએ ઘરે લીલા મરચાંનો છોડ ઉગાડવાની સરળ રીત.

લીલા મરચાં ઉગાડવા માટે શું જરૂરી છે?

  • યોગ્ય કુંડો પસંદ કરો : મરચાંનો છોડ લગાવવા માટે એવો કુંડો અથવા ગ્રો-બેગ પસંદ કરો જેમાં છોડનાં મૂળને ફેલાવા માટે પૂરતી જગ્યા મળી રહે.
  • માટી તૈયાર કરો : સામાન્ય માટીમાં સારી રીતે સડેલું છાણિયું ખાતર અથવા ઓર્ગેનિક ખાતર ભેળવવાથી છોડને જરૂરી પોષક તત્વો મળી શકે છે અને તેની વૃદ્ધિ સારી થઈ શકે છે.
  • પાણીના નિકાલની વ્યવસ્થા રાખો : કુંડાની માટીમાં પાણી લાંબા સમય સુધી ભરાઈ ન રહે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. કુંડના તળિયે ડ્રેનેજ હોલ હોવા જોઈએ.
  • વધારે પાણી ન આપો : માટીમાં સતત પાણી ભરાયેલું રહે તો મરચાંના છોડના મૂળને નુકસાન થઈ શકે છે અને છોડની વૃદ્ધિ પણ અટકી શકે છે.
  • રસોડામાં રહેલા લીલા મરચાંમાંથી બીજ કાઢો : ઘરે મરચાંનો છોડ ઉગાડવા માટે અલગથી બીજ ખરીદવાની જરૂર નથી. ઘરમાં રહેલી સારી રીતે પાકેલા મરચાંમાંથી બીજ કાઢી શકાય છે. બીજ કાઢ્યા બાદ તેને સારી રીતે સૂકવી લો. ત્યારબાદ વાવણી પહેલાં બીજને પાણીમાં પલાળી રાખી શકાય છે.

લગભગ બે દિવસ સુધી પલાળ્યા બાદ બીજ વાવણી માટે તૈયાર થઈ જાય છે. શરૂઆતમાં ઘરે શાકભાજી ઉગાડવાનો પ્રયાસ કરતા લોકો માટે પણ આ રીત સરળ બની શકે છે.

બીજ વાવતી વખતે આ ભૂલ ન કરો

તૈયાર કરેલી માટીમાં બીજ વાવો. બીજને ખૂબ ઊંડે સુધી દબાવવાની જરૂર નથી. તેને માટીમાં આશરે 2થી 3 ઇંચની ઊંડાઈએ વાવી શકાય છે. બીજ વાવ્યા બાદ માટીને હળવી ભેજવાળી રાખો. જોકે પાણી વધારે ન આપવું. કુંડામાં પાણી ભરાઈ રહે તો બીજ અથવા નવા છોડને નુકસાન થવાની શક્યતા રહે છે.

સૂર્યપ્રકાશ મળશે તો છોડ સારી રીતે વધશે

મરચાંના છોડ માટે પૂરતો પ્રકાશ ખૂબ જરૂરી છે. કુંડાને એવી જગ્યાએ રાખો જ્યાં દરરોજ આશરે 5થી 6 કલાક સૂર્યપ્રકાશ મળી શકે. જો ઘરમાં બાલ્કની કે ધાબું ન હોય તો છોડને એવી બારી પાસે પણ રાખી શકાય જ્યાં પૂરતો કુદરતી પ્રકાશ આવતો હોય. યોગ્ય પ્રકાશ અને ભેજ મળવાથી થોડા અઠવાડિયામાં બીજમાંથી નાનો છોડ બહાર આવવા લાગે છે.

એક જ કુંડામાં વધારે છોડ ન ઉગાડો

લગભગ 3થી 4 અઠવાડિયામાં મરચાંના છોડમાં સારી વૃદ્ધિ દેખાવા લાગે છે. આ સમયે કુંડામાં છોડ વચ્ચે પૂરતું અંતર છે કે નહીં તેનું ધ્યાન રાખવું જરૂરી છે. એક જ કુંડામાં ખૂબ વધારે છોડ રાખવાથી દરેક છોડને પૂરતી જગ્યા, પાણી અને પોષક તત્વો મળી શકતા નથી. પરિણામે છોડની વૃદ્ધિ ધીમી પડી શકે છે. તેથી કુંડના કદ પ્રમાણે જ છોડ રાખવા યોગ્ય છે.

લગભગ 2 મહિનામાં તાજા મરચાં તોડી શકશો

મરચાંના છોડની નિયમિત રીતે સંભાળ રાખતા રહો. યોગ્ય પરિસ્થિતિમાં લગભગ 30થી 40 દિવસ બાદ છોડ પર નાના સફેદ ફૂલ દેખાવા લાગી શકે છે. આ ફૂલો બાદ ધીમે ધીમે મરચાં આવવાની શરૂઆત થાય છે.એટલે યોગ્ય માટી, પૂરતો સૂર્યપ્રકાશ, યોગ્ય પાણી અને નિયમિત દેખરેખ રાખવામાં આવે તો આશરે બે મહિનાની આસપાસ કુંડામાંથી તાજા લીલા મરચાં મેળવવાની શરૂઆત થઈ શકે છે.

ઘરે જ ઉગાડો આદુનો છોડ, બજારમાંથી ખરીદવાની જરૂર નહીં પડે : જાણો સરળ રીત

Follow Us
g clip-path="url(#clip0_868_265)">