AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

How to Grow Ginger at Home in a Pot : ઘરે જ ઉગાડો આદુનો છોડ, બજારમાંથી ખરીદવાની જરૂર નહીં પડે : જાણો સરળ રીત

ઘરે આદુ ઉગાડવાનું વિચારી રહ્યા છો? કુંડુ, માટી, પાણી અને સૂર્યપ્રકાશ અંગેની આ ટિપ્સ તમારા કામની છે.

How to Grow Ginger at Home in a Pot : ઘરે જ ઉગાડો આદુનો છોડ, બજારમાંથી ખરીદવાની જરૂર નહીં પડે : જાણો સરળ રીત
grow-ginger-at-home-from-old-ginger
| Updated on: Aug 19, 2026 | 5:29 PM
Share

જો તમારા ઘરમાં રાખેલું આદુ થોડું જૂનું થઈ ગયું છે અને તેમાં નાની કૂંપળો નીકળવા લાગી છે, તો તેને ફેંકી ન દેતા. આ જ આદુનો ઉપયોગ કરીને તમે ઘરે કુંડામાં નવો છોડ ઉગાડી શકો છો. તેના માટે યોગ્ય માટી, કુંડાની પસંદગી અને પાણી આપવાની રીત જાણવી જરૂરી છે. આદુ આપણા રસોડામાં રોજબરોજ ઉપયોગમાં આવતી વસ્તુઓમાંથી એક છે. ચા હોય, શાક હોય કે પછી ઉકાળો બનાવવાનો હોય, અનેક વાનગીઓમાં આદુનો ઉપયોગ થાય છે. જોકે, બજારમાં આદુના ભાવ વધે ત્યારે તેની ખરીદી મોંઘી પડી શકે છે. આવી સ્થિતિમાં તમે ઘરમાં જ આદુ ઉગાડવાનો પ્રયાસ કરી શકો છો.

આ માટે તમારે બીજ કે તૈયાર છોડ ખરીદવાની પણ જરૂર નથી. ઘરમાં પડેલી જૂની આદુની ગાંઠ, ખાસ કરીને જેમાં નાની કૂંપળો અથવા આંખો દેખાતી હોય, તેમાંથી સરળતાથી છોડ તૈયાર કરી શકાય છે.

આદુમાંથી કેવી રીતે ઉગાડશો છોડ?

જો થોડા દિવસથી રાખેલું આદુ સુકાવા લાગ્યું હોય અને તેના પર નાની-નાની કૂંપળો દેખાતી હોય, તો તે આદુ વાવેતર માટે ઉપયોગી થઈ શકે છે. જોકે ગાંઠ સડેલી કે ખૂબ જ ખરાબ થયેલી ન હોવી જોઈએ. આદુ પસંદ કરતી વખતે ધ્યાન રાખો કે તેના પર ઓછામાં ઓછા એક-બે સ્વસ્થ નોડ્સ અથવા કૂંપળવાળા ભાગ હોવા જોઈએ. આ જ ભાગમાંથી આગળ જઈને નવી કૂંપળ અને મૂળ વિકસે છે.

આદુ માટે કેવી માટી તૈયાર કરવી?

આદુના છોડ માટે એવી માટી યોગ્ય રહે છે જેમાં પાણી ભરાઈ ન રહે અને મૂળને પૂરતી હવા મળી શકે. ખૂબ જ ભારે અને ચીકણી માટીનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. તમે લગભગ 50 ટકા સામાન્ય માટી, 25 ટકા કોકોપીટ અને 25 ટકા સારી ઓર્ગેનિક ખાતર ભેળવીને માટી તૈયાર કરી શકો છો. માટી ઢીલી અને ભુરભુરી રહે તે જરૂરી છે, જેથી આદુની ગાંઠને જમીનની અંદર ફેલાવા માટે જગ્યા મળે.

ઊંડા કરતાં પોહડો કુંડો પસંદ કરો

આદુ ઉગાડવા માટે ખૂબ ઊંડો કુંડાની જરૂરી નથી. તેના બદલે પોહડો કુંડો અથવા ગ્રો બેગ વધુ યોગ્ય રહે છે. લગભગ 10થી 12 ઇંચનો કુંડો પસંદ કરી શકાય. આદુની ગાંઠો જમીનમાં બહુ ઊંડે જવાને બદલે આસપાસની તરફ ફેલાતી હોય છે. તેથી કુંડામાં આડું ફેલાવા માટે પૂરતી જગ્યા હોવી જોઈએ.

આદુની ગાંઠ કુંડામાં કેવી રીતે વાવવી?

સૌ પ્રથમ કૂંપળો ધરાવતી સારી આદુની ગાંઠ પસંદ કરો. તૈયાર કરેલી માટીમાં નાનો ખાડો બનાવો અને આદુને એવી રીતે મૂકો કે તેની કૂંપળવાળી આંખો ઉપરની તરફ રહે. ત્યારબાદ તેની ઉપર થોડું માટીનું પાતળું પડ નાખીને ગાંઠને ઢાંકી દો. આદુને ખૂબ ઊંડે દાટવાની જરૂર નથી. ગાંઠનો ઉપરનો ભાગ જમીનની નજીક રહે તે રીતે વાવેતર કરવું વધુ યોગ્ય છે.

પાણી આપતી વખતે આ ભૂલ ન કરો

આદુ વાવ્યા પછી કુંડામાં વધારે પાણી રેડવાની ભૂલ ન કરવી. શરૂઆતમાં હળવું પાણી આપવું અને જરૂર લાગે તો સ્પ્રે બોટલનો ઉપયોગ કરવો. દરરોજ પાણી આપવું જરૂરી નથી. કુંડાની ઉપરની માટી સૂકી લાગે અથવા તેમાં ભેજ ઓછો જણાય ત્યારે જ પાણી આપો. જો કુંડામાં સતત પાણી ભરાયેલું રહે તો આદુની ગાંઠ સડી જવાની શક્યતા રહે છે.

આદુના છોડને કેટલો તડકો જોઈએ?

આદુના છોડને આખો દિવસ સીધો તડકો આપવો યોગ્ય નથી. તેને એવી જગ્યાએ રાખો જ્યાં પૂરતો પ્રકાશ મળે અને થોડા સમય માટે હળવો સૂર્યપ્રકાશ પણ મળી રહે. દિવસ દરમિયાન અંદાજે 2.5થી 3 કલાકનો હળવો તડકો છોડ માટે પૂરતો હોઈ શકે છે. ખાસ કરીને બપોરના કડક તડકાથી છોડને બચાવવો જોઈએ. જરૂર પડે તો કુંડાને એવી જગ્યાએ રાખો જ્યાં પ્રકાશ હોય પરંતુ સીધો તીવ્ર તડકો ન પડતો હોય.

કેટલા દિવસમાં આદુની કૂંપળ દેખાશે?

આદુ ઉગાડ્યા પછી તરત જ કૂંપળ દેખાય તેવી અપેક્ષા રાખવી નહીં. સામાન્ય રીતે નવી કૂંપળ બહાર આવવામાં 2થી 4 અઠવાડિયા જેટલો સમય લાગી શકે છે. આ સમય દરમિયાન માટીમાં યોગ્ય ભેજ જળવાઈ રહે તેનું ધ્યાન રાખો. સાથે જ કુંડામાં પાણી ભરાઈ ન રહે અને છોડને વધુ પડતા તડકાથી બચાવો.

થોડી ધીરજ અને યોગ્ય સંભાળ રાખશો તો રસોડામાં પડેલી જૂની આદુની એક નાની ગાંઠમાંથી જ તમારા ઘરમાં આદુનો નવો છોડ તૈયાર થઈ શકે છે.

આ પણ વાંચો, ચહેરા પર નેચરલ ગ્લો જોઈએ છે? ડાયટમાં સામેલ કરો આ 6 સુપરફૂડ્સ !

Follow Us
ગત મહિનાની સરખામણીએ ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના કેસમાં વધારો
ગત મહિનાની સરખામણીએ ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના કેસમાં વધારો
માનતા પૂરી થતા ભાવિક પરિવારે પાંચ વર્ષના પુત્રને મંદિરમાં અર્પણ કર્યો
માનતા પૂરી થતા ભાવિક પરિવારે પાંચ વર્ષના પુત્રને મંદિરમાં અર્પણ કર્યો
દ્વારકા જિલ્લાના ખેડૂતોએ ખેતરમાં હવન કરી સરકારે જગાડવા કર્યો પ્રયાસ
દ્વારકા જિલ્લાના ખેડૂતોએ ખેતરમાં હવન કરી સરકારે જગાડવા કર્યો પ્રયાસ
વરસાદ ખેંચાવાને કારણે ધરતીપુત્રો કુદરત સામે લાચાર, પાક નુકસાનીની ભીતિ
વરસાદ ખેંચાવાને કારણે ધરતીપુત્રો કુદરત સામે લાચાર, પાક નુકસાનીની ભીતિ
રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી, ચાલુ ટ્રેને ચઢતા લટક્યો મુસાફર
રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી, ચાલુ ટ્રેને ચઢતા લટક્યો મુસાફર
ભાવનગર લઠ્ઠાકાંડમાં પોલીસકર્મચારીની સંડોવણી ખૂલી, કરાઈ ધરપકડ
ભાવનગર લઠ્ઠાકાંડમાં પોલીસકર્મચારીની સંડોવણી ખૂલી, કરાઈ ધરપકડ
પાકિસ્તાને હોશિયારી મારવાના ચક્કરમાં પોલીસની ગાડી જ ઠોકી દીધી
પાકિસ્તાને હોશિયારી મારવાના ચક્કરમાં પોલીસની ગાડી જ ઠોકી દીધી
AMCના આદેશનું પાલન, ફરસાણની દુકાનો-રેસ્ટોરન્ટમાં TPC કીટ- CCTV લગાવાયા
AMCના આદેશનું પાલન, ફરસાણની દુકાનો-રેસ્ટોરન્ટમાં TPC કીટ- CCTV લગાવાયા
જન્માષ્ટમી પહેલાં પોરબંદરમાં નકલી ઘીનો પર્દાફાશ
જન્માષ્ટમી પહેલાં પોરબંદરમાં નકલી ઘીનો પર્દાફાશ
AMC ના ભ્રષ્ટાચારનો ભૂવો કે રોડ બનાવવાની નબળી ગુણવત્તા ? Video
AMC ના ભ્રષ્ટાચારનો ભૂવો કે રોડ બનાવવાની નબળી ગુણવત્તા ? Video
g clip-path="url(#clip0_868_265)">