પોસ્ટ ઓફિસ દ્વારા અનેક લાભદાયી બચત યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ તમામ યોજનાઓમાં રોકાણકારોને FD કરતાં પણ વધારે વ્યાજ મળે છે. આ તમામ નાની બચત યોજનાઓ હેઠળ, પોસ્ટ ઓફિસ દ્વારા એક યોજના પણ ચલાવવામાં આવી રહી છે જેમાં પૈસા બમણા થાય છે. આ યોજનાનું નામ કિસાન વિકાસ પત્ર છે. આ યોજનાને KVP તરીકે પણ ઓળખવામાં આવે છે.
KVP એ સરકારી બચત યોજના છે. મહત્વનુ છે કે આ યોજના બજાર સાથે જોડાયેલું નથી. જો તમે આ યોજનામાં રોકાણ કરી રહ્યા છો તો તમારા રોકાણ કરેલા તમામ નાણાં સંપૂર્ણપણે સુરક્ષિત છે.
પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓ પર વ્યાજ દર સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે. હાલમાં સરકાર કિસાન વિકાસ પત્ર પર 7.5 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે.
KVP પોસ્ટ ઓફિસની સ્કીમ છે, જેમાં લોકોને તેમના પૈસા ડબલ કરવાની તક મળે છે. હાલમાં આ સ્કીમના પૈસા 115 મહિનામાં બમણા થઈ રહ્યા છે. એટલે કે, જો તમે આ સ્કીમમાં એક લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો આગામી 115 મહિનામાં પૈસા બે લાખ થઈ જશે.
આ પણ વાંચો : Govt Scheme : PM સુરક્ષિત માતૃત્વ આશ્વાસન સુમન યોજનાનો કેવી રીતે મેળવવો લાભો, જાણો અરજી પ્રક્રિયા
KVP માં રોકાણ કરવા પર કોઈ મર્યાદા નથી. તમે તમારી ઈચ્છા મુજબ કોઈપણ રકમનું રોકાણ કરી શકો છો. આમાં જોઈન્ટ એકાઉન્ટ દ્વારા પણ રોકાણ કરી શકાય છે. જો કે, આ યોજનામાં ભાગ લેવા માટે ઓછામાં ઓછું 1000 રૂપિયાનું રોકાણ કરવું જરૂરી છે.
કિસાન વિકાસ પત્ર યોજનાના નામમાં કિસાન શબ્દ જોડવાથી એવું ન માનવું જોઈએ કે માત્ર ખેડૂતો જ રોકાણ કરી શકે છે. દેશનો કોઈપણ રસ ધરાવનાર નાગરિક આ યોજનામાં રોકાણ કરી શકે છે. કિસાન વિકાસ પત્ર યોજના 2023 માટે, અરજદારે કિસાન વિકાસ પત્રનું પ્રમાણપત્ર ખરીદવું પડશે.
આમાં રોકાણ ઓછામાં ઓછા 1000 રૂપિયાથી શરૂ કરી શકાય છે. આ યોજનામાં મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નથી. જો તમે કિસાન વિકાસ પત્ર યોજનામાં 50 હજાર રૂપિયાથી વધુનું રોકાણ કરો છો, તો તમારે તમારો PAN નંબર પણ આપવો પડશે. જો કોઈપણ નાગરિક આ યોજનામાં રૂ. 10 લાખ કે તેથી વધુનું રોકાણ કરે છે, તો તેણે તેની આવકનો સ્ત્રોત પણ જાહેર કરવો પડશે જેથી મની લોન્ડરિંગ અટકાવી શકાય. NRI (Non Resident Indian) કિસાન વિકાસ પત્ર યોજનામાં રોકાણ કરી શકતા નથી. નીચેના લોકો કિસાન વિકાસ પત્ર ખરીદી શકે છે.
કિસાન વિકાસ પત્ર યોજના દ્વારા ત્રણ પ્રકારના કિસાન વિકાસ પત્ર જાહેર કરવામાં આવે છે. જે સિંગલ હોલ્ડર ટાઈપ સર્ટિફિકેટ, જોઈન્ટ એ ટાઈપ સર્ટિફિકેટ, જોઈન્ટ બી ટાઈપ સર્ટિફિકેટના રૂપમાં જાહેર કરવામાં આવે છે.
આ પણ વાંચો : Govt Scheme: રોકાણ કરવા માંગો છો? તો આ 10 સરકારી યોજનાઓ જેમાં મળશે વધુ નફો, જાણો અહીં તમામ યોજનાના વ્યાજ દર
સરકારની આવી જ અન્ય યોજના જાણવા માટે આપ અહીં ક્લિક કરો
Published On - 6:08 pm, Fri, 27 October 23