AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skin Diseases : પ્રદૂષણથી સ્કીનના અનેક રોગો થઈ શકે છે, આવા દેખાય છે લક્ષણો, જાણો ડોક્ટર પાસેથી તેને નિવારવાના ઉપાયો

Skin Diseases : દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણમાં નોંધપાત્ર વધારો થયો છે. AQI 400 થી વધુ છે. વધતા પ્રદૂષણની અસર ત્વચા પર પણ પડે છે. તેનાથી અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે. પ્રદૂષણની ત્વચા પર શું અસર થાય છે અને તેનું રક્ષણ કેવી રીતે કરવું? દિલ્હીની પીએસઆરઆઈ હોસ્પિટલના ડર્મેટોલોજિસ્ટ ડૉ. ભાવુક ધીરે આ વિશે જણાવ્યું છે.

Skin Diseases : પ્રદૂષણથી સ્કીનના અનેક રોગો થઈ શકે છે, આવા દેખાય છે લક્ષણો, જાણો ડોક્ટર પાસેથી તેને નિવારવાના ઉપાયો
skin diseases
| Updated on: Nov 25, 2024 | 1:27 PM
Share

દિલ્હી અને આસપાસના ઘણા વિસ્તારોમાં વાયુ પ્રદૂષણનું સ્તર નોંધપાત્ર રીતે વધી ગયું છે. AQI 400 થી વધુ છે. અમદાવાદની પણ હવા પ્રદૂષિત બની રહી છે. પ્રદૂષણને કારણે શ્વાસ સંબંધી રોગોનું જોખમ સૌથી વધુ છે, પરંતુ પ્રદૂષણની અસર ત્વચા પર પણ થાય છે.

જો આ સમયે તમને ત્વચા પર સોજો, ખંજવાળ, ફોલ્લીઓ અને ડાર્ક સ્પોટ દેખાઈ રહ્યા હોય તો તેને અવગણશો નહીં. પ્રદૂષણને કારણે ચામડીના રોગોના આ પ્રારંભિક લક્ષણો છે. પ્રદૂષણને કારણે ત્વચાના કયા રોગોનું જોખમ છે અને તેને કેવી રીતે અટકાવી શકાય? ચાલો આ વિશે ડૉક્ટર પાસેથી જાણીએ.

સ્કીનમાં સોજો અને ખંજવાળ આવે છે

દિલ્હીની પીએસઆરઆઈ હોસ્પિટલના ડર્મેટોલોજિસ્ટ ડૉ. ભાવુક ધીર કહે છે કે પ્રદૂષણને કારણે ત્વચાના અનેક પ્રકારના રોગો થવાનું જોખમ રહેલું છે. પ્રદૂષણથી ખરજવું નામનો ચામડીનો રોગ થઈ શકે છે. જેમાં સ્કીનમાં સોજો અને ખંજવાળ આવે છે. પ્રદૂષણને કારણે ત્વચા પર ખીલની સમસ્યા થાય છે.

તેનાથી ત્વચા પર રેસીઝ અને ફોલ્લીઓ થઈ શકે છે. કેટલાક લોકોને પિગમેન્ટેશનની સમસ્યા અને ત્વચા પર ખંજવાળ પણ આવી શકે છે. આ બધી સમસ્યાઓ શરૂઆતમાં એકદમ હળવી લાગે છે, પરંતુ ધીમે-ધીમે સમસ્યાઓ વધવા લાગે છે. આવી સ્થિતિમાં શરૂઆતમાં જ ઓળખાણ જરૂરી છે.

પ્રદૂષણથી સ્કીન કેવી રીતે ખરાબ થાય છે?

ડૉ. ધીર સમજાવે છે કે પ્રદૂષણમાં હાજર કણો સ્કીનના સંપર્કમાં આવે છે અને ત્યાં જમા થાય છે. પ્રદૂષણમાં ધૂળ, માટી અને PM2.5ના નાના કણોનો સમાવેશ થાય છે. જે સ્કીનને નુકસાન પહોંચાડે છે. જે લોકો ઘણા કલાકો સુધી બહાર રહે છે તેમને પ્રદૂષણને કારણે ચામડીના રોગો થવાનું જોખમ વધારે છે.

ત્વચાને પ્રદૂષણથી કેવી રીતે બચાવવી?

  • ત્વચાને હાઇડ્રેટેડ રાખો. આ માટે દિવસમાં ઓછામાં ઓછું 6 થી 7 ગ્લાસ પાણી પીવો.
  • જો ત્વચા પર સોજો, લાલ નિશાન અથવા ફોલ્લીઓ હોય તો ડૉક્ટરની સલાહ લો.
  • માસ્ક પહેરો. માસ્ક પહેરવાથી ત્વચાનું પણ રક્ષણ થાય છે. ઘરની બહાર નીકળતી વખતે હંમેશા માસ્ક પહેરો.
  • તમારી ત્વચાની સંભાળ રાખો. નિયમિતપણે સ્કીનને સાફ કરો. મોઇશ્ચરાઇઝ કરો અને સનસ્ક્રીન લગાવો
  • હેલ્ધી ડાયટ લો. હેલ્ધી ડાયટ ખાવાથી પ્રદૂષણની અસર ઘટાડી શકાય છે. તમારા આહારમાં ફળો અને શાકભાજીનો સમાવેશ કરો.
  • બહાર જતી વખતે ચહેરાને યોગ્ય રીતે ઢાંકવો.
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">