શું કરવા જઈ રહ્યું છે ચીન ? લોકોને ઘરમાં ખાદ્યપદાર્થોનો સંગ્રહ કરવા કહ્યું, શી જિનપિંગ 22 મહિનાથી છે છુપાયેલા

|

Nov 03, 2021 | 3:47 PM

China Coronavirus Taiwan: આ સમયે ચીનમાં ભારે હલચલ મચી ગઈ છે. દેશમાં કોરોના વાયરસને રોકવા માટે લોકોને ઘરોમાં કેદ કરવામાં આવી રહ્યા છે, તાઈવાન સાથે તણાવ વધી રહ્યો છે અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ વિશે વક્તવ્ય તેજ થયું છે.

શું કરવા જઈ રહ્યું છે ચીન ? લોકોને ઘરમાં ખાદ્યપદાર્થોનો સંગ્રહ કરવા કહ્યું, શી જિનપિંગ 22 મહિનાથી છે છુપાયેલા
Chinese President Xi Jinping

Follow us on

China Asking People to Stock up Items: આ સમયે ચીનમાં ભારે હલચલ મચી ગઈ છે. દેશમાં કોરોના વાયરસ(Corona Virus)ને રોકવા માટે લોકોને ઘરોમાં કેદ કરવામાં આવી રહ્યા છે, તાઈવાન સાથે તણાવ વધી રહ્યો છે અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ વિશે વક્તવ્ય તેજ થયું છે. આ બધામાં, વિશ્વનું ધ્યાન સૌથી વધુ રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping) પર છે, કારણ કે તેમણે છેલ્લા 22 મહિનાથી દેશ છોડ્યો નથી. જિનપિંગ માત્ર વિડિયો લિંક દ્વારા વૈશ્વિક પરિષદો સાથે જોડાઈ રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે તે ગ્લાસગોમાં આયોજિત COP26 ક્લાઈમેટ કોન્ફરન્સમાંથી પણ ગાયબ હતા.

આના પર અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે શી જિનપિંગે G20, COP26માં સામેલ ન થઈને ‘મોટી ભૂલ’ કરી છે. લોકોની ચિંતા વધી ગઈ કારણ કે ચીને તેના નાગરિકોને ખાદ્યપદાર્થો ઘરે જ સ્ટોર કરવા કહ્યું છે (China Taiwan Fight). ચીનના નાગરિકો માને છે કે તેમનો દેશ તાઈવાન સામે યુદ્ધ કરી શકે છે, તેથી આ બધું કરવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વીબો પર આ અંગે ઘણી ચર્ચા થઈ રહી છે. જો કે, સરકારે તેની પાછળ અન્ય કારણો દર્શાવ્યા છે.

ખોરાકની તંગી

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

કારણ ગમે તે હોય, દેશમાં મીઠું, ખાંડ અને કેરોસીન ખરીદવા માટે મોટી સંખ્યામાં લોકો બજારમાં પહોંચી રહ્યા છે. જેના કારણે દેશના ઘણા ભાગોમાં અનેક વસ્તુઓની અછત સર્જાઈ છે. ઘણા રાજ્યોમાં સ્થાનિક સત્તાવાળાઓ પુરવઠો જાળવવા અને કિંમતોને સામાન્ય બનાવવા માટે સખત સંઘર્ષ કરી રહ્યા છે (Food Shortage in China). પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે, ચીનના નાણા મંત્રાલયે લોકોને કટોકટીના સમયે જ ઘરેથી ખાદ્યપદાર્થો એકત્રિત કરવા કહ્યું. ચીનની સરકારનું કહેવું છે કે કોરોના વાયરસ મહામારી અને કમોસમી વરસાદને કારણે શાકભાજી અને અન્ય ચીજવસ્તુઓના ભાવ વધવાની આશંકા છે.

મીડિયાએ માલની યાદી બનાવી

સ્થાનિક મીડિયાએ એક યાદી તૈયાર કરી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે કઈ વસ્તુઓ ઘરમાં રાખવી. આમાં બિસ્કિટ, ક્વિક નૂડલ્સ, વિટામિન પિલ્સ, રોડીયો અને ફ્લેશલાઇટનો સમાવેશ થાય છે. લોકોને ડરાવી દીધા પછી, ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા સમર્થિત ઇકોનોમિક ડેલીએ લોકોને કહ્યું કે આટલી ઉતાવળ કરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે આ એટલા માટે કહેવામાં આવ્યું છે જેથી લોકડાઉનની સ્થિતિમાં કોઈ સમસ્યા ન થાય. આ સિવાય શી જિનપિંગના 22 મહિના સુધી છુપાયેલા રહેવા પાછળનું કારણ કોરોના વાયરસને જણાવવામાં આવ્યું છે. તે ચેપના ડરથી દેશ છોડી રહ્યા નથી.

ચીન તાઈવાનમાં ઘૂસણખોરી કરી રહ્યું છે

ચીન અને તાઈવાન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તણાવ વધી ગયો છે. ચીન રેકોર્ડ સંખ્યામાં ફાઈટર એરક્રાફ્ટ મોકલીને તાઈવાનની એરસ્પેસમાં સતત ઘૂસણખોરી કરી રહ્યું છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ શી જિનપિંગે પણ કહ્યું કે તાઈવાનને શાંતિપૂર્ણ રીતે ચીનમાં સામેલ કરવામાં આવશે. તેમના નિવેદનનો જવાબ આપતા તાઈવાનના રાષ્ટ્રપતિ સાઈ ઈંગ-વેને કહ્યું કે ‘ચીન આપણું ભાવિ નક્કી કરી શકે નહીં. તેમણે ચેતવણી આપી હતી કે જો ચીને હુમલો કર્યો તો તે ખૂબ જ ભયાનક ઘટના હશે.’ આ નિવેદનબાજી બાદ એવો ભય વધી ગયો છે કે ચીન તાઈવાન પર હુમલો કરી શકે છે. જો કે ચીન વાસ્તવમાં શું કરશે તે અંગે કંઈ કહી શકાય નહીં.

 

આ પણ વાંચો: COP26 ગ્લોબલ ક્લાઈમેન્ટ સમિટમાં વડાપ્રધાને કહ્યું ‘જળવાયું પરિવર્તન કૃષિ ક્ષેત્ર માટે પડકાર’

 

આ પણ વાંચો: વૈજ્ઞાનિકોએ બટેટા, ચણા અને ટામેટાની ખેતીને લઈ ખેડૂતો માટે જાહેર કરી માર્ગદર્શિકા

Next Article