ડોનાલ્ડ ટ્રમ્પ પર થયું ફાયરિંગ, કાનને ટચ થઈને નીકળી ગોળી, ઘણું લોહી વહી ગયું… હુમલા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું?, જુઓ વીડિયો

Donald Trump હાલ ખતરાની બહાર છે. તેની હાલત સારી છે. પેન્સિલવેનિયામાં એક ચૂંટણી રેલી દરમિયાન તેને ગોળી વાગી હતી. તેના જમણા કાનના ઉપરના ભાગમાં ગોળી વાગી હતી. આ ફાયરિંગની ઘટનામાં ટ્રમ્પ ઈજાગ્રસ્ત થયા હતા. ટ્રમ્પના ચહેરા અને કાન પર લોહીના નિશાન દેખાઈ રહ્યા હતા. હુમલા બાદ પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું કે ખૂબ લોહી વહી રહ્યું છે.

ડોનાલ્ડ ટ્રમ્પ પર થયું ફાયરિંગ, કાનને ટચ થઈને નીકળી ગોળી, ઘણું લોહી વહી ગયું… હુમલા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું?, જુઓ વીડિયો
Gunfire at Donald Trump rally in Pennsylvania
Follow Us:
| Updated on: Jul 14, 2024 | 7:42 AM

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર જીવલેણ હુમલો થયો છે. પેન્સિલવેનિયામાં એક ચૂંટણી રેલી દરમિયાન તેને ગોળી વાગી હતી. આ ફાયરિંગની ઘટનામાં ટ્રમ્પ ઈજાગ્રસ્ત થયા હતા. ટ્રમ્પના ચહેરા અને કાન પર લોહીના નિશાન દેખાઈ રહ્યા હતા. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. હાલમાં ટ્રમ્પ ખતરાની બહાર છે. તેની હેલ્થ સારી છે. સિક્રેટ સર્વિસે બંને શૂટરોને મારી નાખ્યા છે.

હુમલા બાદ ટ્રમ્પનું પહેલું નિવેદન

હુમલા બાદ ટ્રમ્પે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ પર લખ્યું, ‘મને મારા જમણા કાનના ઉપરના ભાગમાં ગોળી વાગી હતી. ગોળી કાનના ઉપરના ભાગમાં વીંધીને બહાર નીકળી હતી. ખૂબ લોહી વહેતું હતું. ભગવાન અમેરિકાનું ભલું કરે.’ પૂર્વ રાષ્ટ્રપતિ પર ફાયરિંગની આ ઘટના બાદ અમેરિકામાં ખળભળાટ મચી ગયો છે. રેલીમાં હાજર એક વ્યક્તિનું ગોળી વાગવાથી મોત થયું હતું.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

(Credit Source : @tv9gujarati)

સિક્રેટ સર્વિસે બંને શૂટરોને મારી નાખ્યા

એવું કહેવાય છે કે એક શૂટર ભીડમાં હતો જ્યારે બીજો શૂટર ત્યાં એક બિલ્ડિંગની છત પર હાજર હતો. શૂટર ટ્રમ્પથી 100 ફૂટ દૂર આવેલી બિલ્ડિંગની છત પર હતો. ત્યાંથી તેણે ટ્રમ્પ પર નિશાન સાધ્યું હતું. સિક્રેટ સર્વિસે બંને શૂટરોને મારી નાખ્યા છે. ગોળી માર્યા બાદ પણ ટ્રમ્પે નારા લગાવવાનું ચાલુ રાખ્યું હતું. પૂર્વ રાષ્ટ્રપતિ પર ગોળીબાર બાદ ન્યૂયોર્કમાં સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે.

ટ્રમ્પ પર ગોળીબાર કર્યા પછી બાઈડેને શું કહ્યું?

ટ્રમ્પ પર ફાયરિંગ બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું કે, મને ટ્રમ્પની રેલીમાં ફાયરિંગની માહિતી મળી હતી. હું એ જાણીને ખુશ છું કે તે સુરક્ષિત છે. હું તેમના અને તેમના પરિવાર માટે અને રેલીમાં સામેલ દરેક વ્યક્તિ માટે પ્રાર્થના કરું છું. જીલ અને હું તેમને સલામતી સુધી પહોંચાડવા માટે સિક્રેટ સર્વિસના આભારી છીએ. અમેરિકામાં આ પ્રકારની હિંસા માટે કોઈ સ્થાન નથી.

(Credit Source : @POTUS)

રાજકીય હિંસા માટે કોઈ જગ્યા નથી- ઓબામા

પૂર્વ યુએસ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ આ ઘટનાની નિંદા કરી હતી. તેમણે કહ્યું કે આપણા લોકતંત્રમાં રાજકીય હિંસા માટે બિલકુલ સ્થાન નથી. જો કે અમને હજુ પણ ખબર નથી કે ખરેખર શું થયું. આપણે બધાએ રાહત અનુભવવી જોઈએ કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પને ગંભીર ઈજા પહોંચી નથી અને હું તેમને ઝડપથી સ્વસ્થ થવાની આશા રાખું છું.

(Credit Source : @BarackObama)

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">