AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: વૈશ્વિક શાંતિના પ્રયાસો વચ્ચે ‘નવો વિવાદ’! અમેરિકા અને ઈરાનની સમજૂતીથી કેમ નારાજ છે ‘ઈઝરાયેલ’?

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ખતમ કરવા માટે એક મહત્વપૂર્ણ ફ્રેમવર્ક સમજૂતી થઈ ગઈ છે, જેનાથી વૈશ્વિક સ્તરે શાંતિની આશા વધી છે. જો કે, આ યુદ્ધના કેન્દ્રમાં રહેલા ઈઝરાયેલે હજુ સુધી આ ડીલ પર મૌન સેવ્યું છે.

Breaking News: વૈશ્વિક શાંતિના પ્રયાસો વચ્ચે 'નવો વિવાદ'! અમેરિકા અને ઈરાનની સમજૂતીથી કેમ નારાજ છે 'ઈઝરાયેલ'?
| Updated on: Jun 15, 2026 | 8:41 PM
Share

અમેરિકા અને ઈરાન યુદ્ધ ખતમ કરવા માટે લાંબી વાતચીત બાદ એક ફ્રેમવર્ક સમજૂતી પર પહોંચી ગયા છે, જેના પર 19 જૂને જિનેવામાં પાકિસ્તાનની મધ્યસ્થતામાં હસ્તાક્ષર કરવામાં આવશે. ફ્રેમવર્ક પર સહમતિ બન્યા બાદથી જ ખાડી દેશોની સાથે-સાથે સમગ્ર વિશ્વના નેતાઓ બંને દેશોને અભિનંદન આપી રહ્યા છે અને ભવિષ્યમાં શાંતિની આશા રાખી રહ્યા છે. જો કે, આ યુદ્ધનું કેન્દ્ર અને કારણ રહેલા દેશ ઈઝરાયેલના પીએમનું આના પર હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી.

ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ રવિવારે એક્સ પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિશે એક મેસેજ પોસ્ટ કર્યો હતો. આ મેસેજને ઈરાન સાથે થઈ રહેલી સીઝફાયર સમજૂતી કે લેબનોનમાં ચાલી રહેલા સંઘર્ષ સાથે કોઈ લેવાદેવા નહોતી. તેમણે રવિવારે માત્ર ટ્રમ્પને તેમના 80મા જન્મદિવસ પર શુભેચ્છા પાઠવતો મેસેજ લખ્યો હતો.

નેતન્યાહૂએ આ સમજૂતી (મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ) વિશે જાહેરમાં કંઈ કહ્યું નથી. બીજી તરફ તેમની સરકારના અન્ય લોકોએ આ સમજૂતીની એવું કહીને ટીકા કરી છે કે, આ ઇઝરાયેલ અને સમગ્ર મુક્ત વિશ્વ માટે ખરાબ છે અને આનાથી આપણી સુરક્ષા સુનિશ્ચિત થતી નથી.

ફ્રેમવર્ક બાદ અમેરિકન રિફ્યુલિંગ વિમાનોને બહાર કરવાનો આદેશ

ગયા મહિને ઇઝરાયેલ એરપોર્ટ્સ ઓથોરિટીએ ચેતવણી આપી હતી કે, બેન-ગુરિયન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અમેરિકન રિફ્યુલિંગ વિમાનોની સતત હાજરીને કારણે 24 લાખથી વધુ ફ્લાઇટ ટિકિટ રદ થઈ શકે છે પરંતુ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર મિરી રેગેવે રવિવારે ત્યારે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને આ વિમાનો હટાવવા માટે કહ્યું, જ્યારે ફ્રેમવર્ક પર પહોંચવાના સમાચાર આવવાના શરૂ થયા.

અમે આ ડીલમાં જોડાયેલ નથી: ઇતામાર બેન ગ્વિર

ઇઝરાયેલી નેશનલ સિક્યોરિટી મિનિસ્ટર ઇતામાર બેન ગ્વિરે સૌથી પહેલા આના પર ટિપ્પણી કરી અને પોતાના ટેલિગ્રામ ચેનલ પર લખ્યું, “ટ્રમ્પની સમજૂતી આપણને બંધનકર્તા નથી… અમે આ સમજૂતીનો ભાગ નથી. આ આપણી સુરક્ષાની ગેરંટી આપતું નથી. આપણે હિઝબુલ્લાહના ખાત્માથી ઓછી કોઈ પણ વસ્તુ પર સમજૂતી ન કરવી જોઈએ. આપણે તે જમીનના એક ઈંચ ભાગ પરથી પણ પાછળ હટવું જોઈએ નહીં, જેના પર આપણા સૈનિકોએ કબજો કર્યો છે અને જેને આતંકવાદી ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી મુક્ત કરાવ્યું છે.”

નેતન્યાહૂના આ બે મંત્રીઓના નિવેદનો પરથી એવું લાગી રહ્યું છે કે, ટ્રમ્પના નિર્ણય સામે ઇઝરાયેલ બળવા પર ઉતરી આવ્યું છે. જો ઇઝરાયેલ લેબનોન પર હુમલા રોકતું નથી અને પોતાની સેના પાછી ખેંચતું નથી, તો પછી આ યુદ્ધવિરામનો કોઈ અર્થ નહીં રહે, કારણ કે ઈરાને સ્પષ્ટ કર્યું છે કે, તે હિઝબુલ્લાહને એકલું નહીં છોડે.

US Iran Deal Effect: અમેરિકા-ઈરાન સમજૂતીથી કોને શું ફાયદો? ભારત ને શું મળશે રાહત?

Follow Us
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન
ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ
ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ
વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો
વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">