AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાનનો ખતરનાક ખેલ ! ચીન-તુર્કિયેની સાથે મળીને, કાશ્મીરને બદલે મોદી-શાહના ગુજરાતને બનાવશે ટાર્ગેટ !

પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીરની દેખરેખ હેઠળ કચ્છની આતંરરાષ્ટ્રીય સરહદે આવેલ સીર ક્રીકમાં મોટી હલચલ થઈ રહી છે. ચીન અને તુર્કિયેની મદદથી પાકિસ્તાનની સેનાએ, સીર ક્રીકમાં આવેલ બંધા-હરામી ધોરો વિસ્તારોમાં ડ્રોન અને હોવરક્રાફ્ટ તહેનાત કર્યા છે. આમ કરવા પાછળના એક કારણ એવું પણ હોઈ શકે છે કે, ગુજરાત એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનું હોમ સ્ટેટ છે.

પાકિસ્તાનનો ખતરનાક ખેલ ! ચીન-તુર્કિયેની સાથે મળીને, કાશ્મીરને બદલે મોદી-શાહના ગુજરાતને બનાવશે ટાર્ગેટ !
| Updated on: Aug 06, 2026 | 11:47 AM
Share

જમીન કે હવાઈ માર્ગે હિન્દુસ્તાનનો સીધો સામનો કરવામાં વારંવાર પછડાટ ખાનાર પાકિસ્તાને નવો પેંતરો રચ્યો છે. ચીન અને તુર્કિયેની મદદથી પાકિસ્તાન ભારતની દરિયાઈ સરહદ નજીક મોટી સંખ્યામાં આધુનિક શસ્ત્રોનો ખડકલો કરી રહ્યું છે. પાકિસ્તાન સીરક્રીક વિસ્તારના ક્ષેત્રોમાં દરિયાઈ ચોકીઓ સ્થાપિત કરી રહ્યું છે અને ચીન અને તુર્કીની મદદથી હોવરક્રાફ્ટ અને ડ્રોન તહેનાત કરી રહ્યું છે. પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર વ્યક્તિગત રીતે, સિરક્રીક ખાતે થઈ રહેલ સૈન્ય ગતીવિધી અને સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે.

ભારતની પશ્ચિમી દરિયાઈ સરહદ નજીક સિરક્રીક વિસ્તારમાં, પાકિસ્તાની હુમલાનો કે ઘુસણખોરીના જોખમમાં વધારો થયો છે. આ વિસ્તારમાંથી અવારનવાર બિનવારસી પાકિસ્તાની બોટ પકડાતી આવી છે. આ જ માર્ગે પાકિસ્તાન દ્વારા ઘુસણખોરી પણ કરવામાં આવી હોવાના ભૂતકાળમાં દાખલા બનેલા છે. આ બધી સ્થિતિને જોઈને પાકિસ્તાન આ ક્ષેત્રમાં ઝડપથી તેના નૌકાદળ અને લશ્કરી માળખાનું નિર્માણ કરી રહ્યું છે. આ પ્રકારની કામગીરીમાં ભારતના છુપા દુશ્મન એવા ચીન અને તુર્કિયેની મદદ લઈ રહ્યું છે.

‘અબાબીલ પ્રોજેક્ટ’ હેઠળ, પાકિસ્તાન નૌકાદળે તેના નેવલ સ્પેશિયલ સર્વિસ ગ્રુપ (SSG-N) કમાન્ડોને સર ક્રીકમાં તહેનાત કર્યા છે. અત્રે એ નોંધવું મહત્વપૂર્ણ છે કે, SSG-N એ પાકિસ્તાનના એક દરિયાઈ ખાસ કામગીરી દળ છે જે સમુદ્ર, હવા અને જમીન પર ઉચ્ચ-જોખમી મિશન ચલાવવા માટે તાલીમ પામેલ છે. પાકિસ્તાન ચીન અને તુર્કિયેની મદદથી તેની સેનાનું આધુનિકીકરણ કરી રહ્યું છે, આ પહેલનું વ્યક્તિગત રીતે ફિલ્ડ માર્શલ અસીમ મુનીર દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે.

પાકિસ્તાનનો ‘અબાબીલ – ધ ડિવાઇન સ્ટ્રાઇક’ પ્રોજેક્ટ

સૂત્રોને ટાંકીને, રજૂ કરેલા મીડિયા અહેવાલ અનુસાર પાકિસ્તાન સર ક્રીક નજીક તેના નૌકાદળ અને લશ્કરી માળખાનું વિસ્તરણ કરી રહ્યું છે, જેના કારણે ભારત-પાકિસ્તાન દરિયાઈ સરહદ પર સુરક્ષા જોખમો વધી રહ્યા છે. આ વિસ્તરણ ‘અબાબીલ – ધ ડિવાઇન સ્ટ્રાઇક’ નામના નવા પ્રોજેક્ટનો એક ભાગ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

તુર્કિયેના ડ્રોન અને ચીનના હોવરક્રાફ્ટ્સ

અહેવાલ અનુસાર, પાકિસ્તાન નવીનતમ રોકેટ અને હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ સાથે તુર્કિયે ડ્રોન, આધુનિક ચાઇનીઝ હોવરક્રાફ્ટ અને હાઇ-સ્પીડ નૌકાદળની બોટ તહેનાત કરી રહ્યું છે. તુર્કિયે ડ્રોન વિસ્ફોટકો વહન કરવામાં સક્ષમ છે અને તેનો ઉપયોગ દેખરેખ હેતુઓ માટે પણ થઈ શકે છે. ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાને તુર્કિયે ડ્રોનનો ઉપયોગ ભારત સામે કર્યો હતો જો કે આપણી સુરક્ષા પ્રણાલીએ તુર્કિયેના વખણાયેલા તમામ ડ્રોનને હવામાં જ તોડી પાડ્યા હતા.

સૂત્રો જણાવે છે કે ‘અબાબીલ પ્રોજેક્ટ’માં એક અદ્યતન હવાઈ સંરક્ષણ પ્રણાલીનો સમાવેશ થાય છે જે સર ક્રીક ક્ષેત્ર અને અરબી સમુદ્રમાં પાકિસ્તાન સેનાના નવા રચાયેલા રોકેટ ફોર્સ સાથે જોડાણમાં કાર્ય કરવા માટે રચાયેલ છે. આ સિસ્ટમનો હેતુ બાહ્ય જોખમોનો સામનો કરવાનો છે.

ચીન અને તુર્કિયે દ્વારા પાકિસ્તાન સેનાનું આધુનિકીકરણ

મીડિયા અહેવાલો અનુસાર, પાકિસ્તાને સર ક્રીક વિસ્તાર અને અરબી સમુદ્રમાં ભારતની નૌકાદળની હાજરીને પડકારવા માટે માનવરહિત હવાઈ અને દરિયાઈ ડ્રોનને તેના નૌકાદળ કામગીરીમાં એકીકૃત કર્યા છે. આંતરિક સૂત્રોએ ખુલાસો કર્યો છે કે ચીન અને તુર્કિયે બંને અદ્યતન લશ્કરી સાધનો અને ટેકનોલોજી પૂરી પાડીને પાકિસ્તાન સેનાને આધુનિક બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે.

પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરમાં, પાક આર્મીએ 2 મહિનામાં 90 નિર્દોષ લોકોની કરી હત્યા

Follow Us
g clip-path="url(#clip0_868_265)">