જો જીવતો હોય, તો પણ નહીં બચી શકે મસૂદ અઝહર, UNSCમાં મસૂદનો ખેલ પાડી દેવાની ભારતની જોરદાર કવાયત, ચીન ઉપર પણ ભારે વૈશ્વિક દબાણ

જો જીવતો હોય, તો પણ નહીં બચી શકે મસૂદ અઝહર, UNSCમાં મસૂદનો ખેલ પાડી દેવાની ભારતની જોરદાર કવાયત, ચીન ઉપર પણ ભારે વૈશ્વિક દબાણ

મસૂદ અઝહરના મોતને લઈને અનેક પ્રકારની અટકળો વહી રહી છે. જોકે પાકિસ્તાની મીડિયાએ દાવો કર્યો છે કે તે જીવતો છે. TV9 Gujarati   આ તરફ ભારત એવો જોરદાર પ્રયત્ન કરી રહ્યો છે કે જેનાથી મસૂદ અઝહર જીવતો હશે, તો પણ નહીં બચી શકે. ભારત મસૂદને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા માટે તમામ કૂટનીતિક પ્રયત્નો કરી રહ્યું […]

TV9 Web Desk

|

Mar 04, 2019 | 4:32 AM

મસૂદ અઝહરના મોતને લઈને અનેક પ્રકારની અટકળો વહી રહી છે. જોકે પાકિસ્તાની મીડિયાએ દાવો કર્યો છે કે તે જીવતો છે.

આ તરફ ભારત એવો જોરદાર પ્રયત્ન કરી રહ્યો છે કે જેનાથી મસૂદ અઝહર જીવતો હશે, તો પણ નહીં બચી શકે. ભારત મસૂદને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા માટે તમામ કૂટનીતિક પ્રયત્નો કરી રહ્યું છે અને જો તે સફળ રહ્યા, તો સૌથી મોટા વિઘ્નકર્તા ચીનની કારી પણ નહીં ચાલે.

નોંધનીય છે કે પુલવામા આતંકી હુમલા બાદ અમેરિકા, બ્રિટન અને ફ્રાંસે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ્ (UNSC)માં મસૂદને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. યૂએનએસસી સૅંક્શન કમિટી આ પ્રસ્તાવ પર આગામી 13 માર્ચે સુનાવણી કરવાની છે. કમિટીએ સંબંધિત પક્ષોને આ અંગેનું જાહેરનામુ બહાર પાડી દીધું છે.

જાહેરનામામાં કહેવામાં આવ્યું છે, ‘અમેરિકા, બ્રિટન અને ફ્રાંસ તરફથી આતંકવાદી મસૂદ અઝહરને ગ્લોબલ આતંકવાદીની યાદી (1267 ISIL)માં સામેલ કરવા અને અલકાયદાને સૅંક્શન લિસ્ટમાં સામેલ કરવાનો પ્રસ્તાવ મળ્યો છે.’

માનવામાં આવે છે કે જો ચીન આ પ્રસ્તાવ પર કોઈ અડંગો નહીં નાખે, તો આ પ્રસ્તાવ પાસ થઈ જશે અને મસૂદ અઝહર વૈશ્વિક આતંકવાદી જાહેર થઈ જશે અને ત્યાર બાદ પાકસ્તાને તેની વિરુદ્ધ કાર્યવાહી કરવી જ પડશે.

ઉલ્લેખનીય છે કે મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાની ભારતની માંગને યૂએનએસસીના પાંચ કાયમી સભ્યોમાંથી ચાર એટલે કે ફ્રાંસ, અમેરિકા, બ્રિટન અને જાપાનનો ટેકો પહેલાથી જ હાસલ છે, પરંતુ પાંચમો સભ્ય ચીન વીટો પાવરનો ઉપયોગ કરી મસૂદને વૈશ્વિક આતંકી જાહેર થતા રોકી દે છે.

દરમિયાન ભારતે એવા જોરદાર કૂટનીતિક પ્રયત્નો આદર્યા છે કે 13 માર્ચે મસૂદ અઝહરનો ખેલ પડી જ જાય. યૂએનએસસીમાં ચીન કોઈ અડંગો ન નાખી શકે, તેના માટે ભારતે યૂએનએસસીના ચાર કાયમી સભ્યો કે જેઓ ભારતના ગાઢ મિત્ર અને ટેકેદાર પણ છે, તેમના દ્વારા ચીન પર દબાણ લાવવાની રણનીતિ અપનાવી છે. અમેરિકાનું ચીન ઉપર પહેલાથી જ ભારે દબાણ છે કે તે પાકિસ્તાન સ્થિત આતંકવાદી મસૂદ અઝહરર વિરુદ્ધ કડક વલણ અપનાવે. રશિયા પણ ચીન સાથે પોતાના સારા સંબંધોનો ઉપયોગ કરી ભારતની ચિંતાઓ દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે.

આ તરફ મસૂદને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા સામે પાકિસ્તાન સરકાર પણ કોઈ વિરોધ નહીં કરે, તેવી શક્યતાઓ વહેતી થઈ છે. પાકિસ્તાન સરકારે જૈશ એ મોહમ્મદના ચીફ મસૂદ વિરુદ્ધ કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે, તો સૂત્રોએ જણાવ્યું કે પાકિસ્તાન યૂએનએસસીમાં વૈશ્વિક આતંકવાદીઓની યાદીમાં મસૂદને સામેલ કરવાના પ્રસ્તાવ સામે પોતાનો વિરોધ પાછો ખેંચી શકે છે. પીટીઆઈના સૂત્રોએ જણાવ્યું કે પાકિસ્તાન સરકારે સૈદ્ધાંતિક રીતે જેઈએમ (અઝહર)ના નેતૃત્વ પર કાર્યવાહી કરવાનો નિર્ણય લઈ લીધો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati