અમેરિકામાં ચૂંટણી નેતાઓની વિવિધ નિવેદન સામાન્ય છે. આ દરમિયાન અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના અને હવે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જેડી વેન્સનું નિવેદન સમાચારમાં છે.
વેન્સે કહ્યું કે બ્રિટન પરમાણુ શસ્ત્રો મેળવનારો પહેલો ઇસ્લામિક દેશ બનશે! બ્રિટનની નવી સરકાર પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, લેબર પાર્ટી ચૂંટણી જીત્યા બાદ બ્રિટન વાસ્તવમાં પહેલો ઈસ્લામિક દેશ બની શકે છે જે પરમાણુ હથિયારો મેળવવામાં સફળ થઈ શકે છે.
એવું માનવામાં આવે છે કે આ વેન્સ દ્વારા બ્રિટિશ વિદેશ મંત્રી ડેવિડ લેમી પ્રત્યે ટોણો હતો. તમને જણાવી દઈએ કે મે મહિનામાં લેમીએ વેન્સને પોતાનો મિત્ર કહ્યો હતો. પછી, તેમણે તેમના ગરીબીથી ભરેલા બાળપણની તુલના બેન્સ સાથે કરી અને તેમની સાથેના સંબંધો સુધરવાની આશા વ્યક્ત કરી હતી.
ઈન્ટરનેશનલ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વેન્સે કહ્યું કે, મારે બ્રિટનને હરાવવાનું છે. માત્ર એક બીજી વાત, હું તાજેતરમાં મારા એક મિત્ર સાથે વાત કરી રહ્યો હતો. અમે બંને ચર્ચા કરી રહ્યા હતા કે પરમાણુ બોમ્બનો ફેલાવો વિશ્વ માટે સૌથી મોટો ખતરો છે. પરંતુ બાઈડનનું વહીવટીતંત્રને આની ચિંતા નથી.
પોતાના નિવેદનની સ્પષ્ટતા કરતા વેન્સે કહ્યું કે તેથી જ મેં આવું કહ્યું, “શું તમે જાણો છો કે પહેલો ઇસ્લામિક દેશ કયો છે જેને સૌથી પહેલા પરમાણુ હથિયાર મળશે? તમે જાણો છો કે પાકિસ્તાન પાસે પહેલેથી જ છે. એવું માનવામાં આવે છે કે લેબર પાર્ટીને મુસ્લિમોનું સારું સમર્થન મળે છે. જો કે આ વખતે સ્થિતિ તેમના પક્ષમાં જતી હોય તેમ લાગી રહ્યું છે.
એવું માનવામાં આવે છે કે લેમી ટ્રમ્પના ટીકાકાર રહી ચૂક્યા છે. એક સમય હતો જ્યારે તેઓ તેમની ટીકા કરતી ઘણી પોસ્ટ અને નિવેદનો આપતા હતા. તેમણે લખ્યું હતું કે ટ્રમ્પ માત્ર મહિલાઓને નફરત કરતા નથી, પરંતુ તે આંતરરાષ્ટ્રીય સિસ્ટમ માટે ગંભીર ખતરો છે.
આ પણ વાંચો: બ્લેકરોક સાથે જોડાયેલો હતો ટ્રમ્પ પર ગોળી ચલાવનાર, રશિયા-યુક્રેન યુદ્ધ સાથે કનેક્શનનો પણ ખુલાસો!