AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મધ્ય પૂર્વમાં યુદ્ધનો હાહાકાર, હોર્મુઝ સ્ટ્રેટ બંધ થઈ જાય તો શું થશે ? કયા માર્ગો વૈકલ્પિક હોઈ શકે ?

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, ઈરાન અને અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટને લઈને આમને-સામને આવી ગયા છે. બંને તેને લઈને એકબીજાને ધમકી આપી રહ્યા છે. એવામાં, જો ઈરાન તેને બંધ કરી દે, તો કયા બીજા વૈકલ્પિક માર્ગો ઉપલબ્ધ થઈ શકે છે?

મધ્ય પૂર્વમાં યુદ્ધનો હાહાકાર, હોર્મુઝ સ્ટ્રેટ બંધ થઈ જાય તો શું થશે ? કયા માર્ગો વૈકલ્પિક હોઈ શકે ?
| Updated on: Mar 11, 2026 | 3:27 PM
Share

અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે, વિશ્વનું ધ્યાન ફરી એકવાર હોર્મુઝ સ્ટ્રેટ પર કેન્દ્રિત થયું છે. આ દરિયાઈ માર્ગ ફરસની ખાડીને ઓમાનની ખાડી તથા અરબી સમુદ્ર સાથે જોડતો મહત્વનો માર્ગ છે. આ મુદ્દે અમેરિકાઅને ઈરાન વચ્ચે વિવાદ ચાલી રહ્યા છે. બંને દેશો આ માર્ગને લઈને સતત એકબીજા પર મિસાઇલો અને ડ્રોનથી હુમલો કરી રહ્યા છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, વિશ્વના લગભગ 20 ટકા ક્રૂડ ઓઇલ આ માર્ગમાંથી પસાર થાય છે, જેના કારણે તે વૈશ્વિક ઉર્જા પુરવઠા માટે સૌથી મોટી જીવાદોરી માનવામાં આવે છે. આ યુદ્ધથી હોર્મુઝ સ્ટ્રેટ બંધ થઈ ગયેલ છે, જેના કારણે વિશ્વમાં તેના સપ્લાયમાં મોટી અસર પડશે અને કિંમતોમાં તીવ્ર વધારો થશે. જોકે ગલ્ફ દેશોએ વૈકલ્પિક માર્ગો અને પાઇપલાઇનો વિકસાવ્યા છે, પરંતુ તેની ક્ષમતા મર્યાદિત છે.

બાબ-અલ-મંડેબ સ્ટ્રેટ

એક મુખ્ય વિકલ્પ બાબ-અલ-મંડેબ સ્ટ્રેટ છે. આ માર્ગ લાલ સમુદ્ર અને એડનના અખાતને જોડે છે. અહીંથી જહાજો સ્વેજ નહેર મારફતે યુરોપ અને ભૂમધ્ય સમુદ્ર સુધી પહોંચી શકે છે. જો કે, આ માર્ગ પણ સંપૂર્ણપણે સલામત નથી. યમનમાં ચાલી રહેલા સંઘર્ષ અને હુથી બળવાખોરોના હુમલાઓ અહીંના જહાજો માટે ખતરો છે.

સાઉદી અરેબિયાની પૂર્વ-પશ્ચિમ પાઇપલાઇન

હોર્મુઝ સ્ટ્રેટનો સૌથી મોટો વિકલ્પ સાઉદી ઇસ્ટ-વેસ્ટ પાઇપલાઇન છે, જેને પેટ્રોલાઇન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પાઇપલાઇન સાઉદી અરેબિયાના પૂર્વીય તેલ ક્ષેત્રોમાંથી સીધા લાલ સમુદ્ર પર યાનબુ બંદર સુધી તેલનું પરિવહન કરે છે.આનાથી હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થયા વિના જહાજોમાં તેલ લોડ કરી શકાય છે. જો કે, આ પાઇપલાઇનમાં સમગ્ર ગલ્ફ ક્ષેત્રના તેલ પુરવઠાને સંભાળવાની ક્ષમતા નથી.

અબુ ધાબીથી ફુજૈરાહ પાઇપલાઇન

સંયુક્ત આરબ અમીરાતે હોર્મુઝ સ્ટ્રેટ પર નિર્ભરતા ઘટાડવા માટે અબુ ધાબી ક્રૂડ ઓઇલ પાઇપલાઇન પણ બનાવી છે. આ પાઇપલાઇન તેલને સીધા ફુજૈરાહ બંદર સુધી પહોંચાડે છે. ફુજૈરાહ ઓમાનના અખાતમાં સ્થિત છે, તેથી ત્યાંથી તેલનું પરિવહનકરતા જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની જરૂર નથી.

હોર્મુઝ સ્ટ્રેટ શા માટે આટલું મહત્વનું છે?

હોર્મુઝની સામુદ્રધુની માત્ર એક દરિયાઈ માર્ગ નથી, પરંતુ વૈશ્વિક ઉર્જા સુરક્ષા માટેનું સૌથી મોટું ચેકપોઇન્ટ છે. ગલ્ફ ક્ષેત્રના મોટા તેલ ઉત્પાદક દેશો જેવા કે સાઉદી અરેબિયા, ઈરાન, ઇરાક, કુવૈત અને સંયુક્ત આરબ અમીરાત, તેમનું મોટાભાગનું તેલ આજ માર્ગે નિકાસ કરે છે.જો આ માર્ગ લાંબા સમય સુધી બંધ રહે, તો વિશ્વને તેલ અને ગેસની તીવ્ર અછતનો સામનો કરવો પડી શકે છે, જેના કારણે ઉર્જા સંકટ સર્જાઈ શકે છે અને વૈશ્વિક અર્થતંત્ર પર મોટી અસર પડી શકે છે.

હોર્મુઝ સ્ટ્રેટનો કોઈ વિકલ્પ તેને સંપૂર્ણપણે બદલી શકતો નથી. પાઇપલાઇન્સ અને અન્ય દરિયાઈ માર્ગો થોડી રાહત આપી શકે છે, પરંતુ સ્ટ્રેટ વૈશ્વિક ઊર્જા વેપાર માટે સૌથી મહત્વપૂર્ણ માર્ગ રહે છે.

યુદ્ધને પગલે દેશમાં સર્જાયેલ ગેસની અછત નિવારવા રિલાયન્સ રિફાઈનરી 24 કલાક ધમધમશે, કેજી ડી-6 બેઝિનમાંથી ગેસ પૂરવઠો પુરો પડાશે

Follow Us
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
g clip-path="url(#clip0_868_265)">