અમેરિકાની સ્પેસ એજન્સી, નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા) માટે મિશન પર અંતરિક્ષમાં ગયેલી સુનીતા વિલિયમ્સના ધરતી પર પાછા ફરવાની રાહનો અંત આવતો જણાતો નથી. મળતી માહિતી મુજબ, સુનિતા જે પ્લેન (બોઈંગ સ્ટારલાઈનર)માં અંતરિક્ષમાં ગઈ હતી તેનું ધરતી પર પરત ફરવું જોખમી હતું, તેથી નિર્ણય લેવામાં આવ્યો છે કે, સ્ટારલાઈનરને કોઈપણ અવકાશયાત્રી વિના પરત લાવવામાં આવશે. હવે સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર ફેબ્રુઆરી 2025 સુધીમાં પરત ફરે તેવી પૂરી શક્યતા છે.
અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર, ગત 5 જૂને બોઇંગના સ્ટારલાઇનરમાં અવકાશમાં ઉડાન ભરી હતી. આ પરીક્ષણ ફ્લાઇટ દરમિયાન, થ્રસ્ટરની ખામી અને હિલીયમ લીકને કારણે નાસાએ કેપ્સ્યુલને ગ્રાઉન્ડ કરી દીધું હતું. જ્યારે એન્જિનિયરોએ આગળ શું કરવું તે અંગે વિચારણા કરી હતી. પરંતુ તેનો યોગ્ય અને સચોટ ઉકેલ લાવી શકાયો નથી.
“NASA has decided that Butch and Suni will return with Crew-9 next February.”@SenBillNelson and agency experts are discussing today’s decision on NASA’s Boeing Crew Flight Test. Watch live with us: https://t.co/M2ODFmLuTj pic.twitter.com/J2qvwOW4mU
— NASA (@NASA) August 24, 2024
સ્પેસએક્સ અવકાશયાત્રીઓને પરત લાવી શકે છે, પરંતુ આ માટે તેઓએ ફેબ્રુઆરી 2025 સુધી ત્યાં રહેવું પડશે. તમને જણાવી દઈએ કે સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર સ્પેસ સ્ટેશન પહોંચ્યાના એક-બે અઠવાડિયા પછી પાછા ફરવાનું હતું. મળતી માહિતી મુજબ, નાસાએ સ્ટારલાઈનરને ખાલી કરીને પરત બોલાવવાનો નિર્ણય લીધો છે. હવે સ્ટારલાઈનર સપ્ટેમ્બરમાં પૃથ્વી પર પરત ફરશે.
જો કે, બોઇંગે આ મહિનાની શરૂઆતમાં કહ્યું હતું કે, અવકાશમાં અને જમીન પર થ્રસ્ટર પરીક્ષણો દર્શાવે છે કે સ્ટારલાઇનર અવકાશયાત્રીઓને સુરક્ષિત રીતે પરત કરવામાં સક્ષમ છે. બોર્ડમાં ક્રૂ સાથે બોઇંગની આ પ્રથમ ટેસ્ટ ફ્લાઇટ હતી. સ્પેસ શટલ પાછી ખેંચી લીધા પછી, નાસાએ સ્પેસ સ્ટેશન પર અવકાશયાત્રીઓની અવરજવરનું કામ બોઈંગ અને સ્પેસએક્સને સોંપ્યું છે. સ્પેસએક્સ 2020 થી આ કામ કરી રહ્યું છે. જો કે, હવે અવકાશયાત્રીઓને પરત લીધા વિના સ્ટારલાઇનરનું પરત ફરવું બોઇંગ માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે.
નાસાના મુખ્ય અવકાશયાત્રી જો અકાબાએ કહ્યું કે, સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર ખૂબ જ અનુભવી અંતરિક્ષયાત્રી છે. આ મિશન માટે તેમણે પહેલેથી જ તૈયારી કરી લીધી હતી. તેઓ એ પણ જાણતા હતો કે આ એક ટેસ્ટ ફ્લાઈટ છે અને તેમાં બધુ બરાબર નહીં ચાલે. જો અકાબાએ કહ્યું કે, બોઈંગ મિશનની પાઈલટ સુનીતા વિલિયમ્સને લગભગ 322 દિવસ સુધી અવકાશમાં રહેવાનો અનુભવ છે. બંને અવકાશયાત્રીઓ ખૂબ જ પ્રોફેશનલ છે અને તેઓ સારું કામ કરી રહ્યા છે.