Gujarati News » International news » | sri lanka economic crisis thousands of people reject curfew opposition slams government offer asks india for help know top points
Sri Lanka: કર્ફ્યુમાં હજારો લોકો રસ્તા પર ઉતર્યા, વિપક્ષની ભારત પાસે મદદની આજીજી, જાણો શ્રીલંકાના સંકટ સાથે જોડાયેલી મોટી વાતો
શ્રીલંકા ગંભીર નાણાકીય સંકટમાં છે.,ત્યારે લોકોએ રાજધાની કોલંબોમાં ઈન્ડિપેન્ડન્સ સ્ક્વેર ખાતે સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું અને રાષ્ટ્રપતિના રાજીનામાની માંગણી ચાલુ રાખી.
Sri Lanka Economic Crisis : આર્થિક સંકટથી ફસાયેલા શ્રીલંકામાં(Sri lanka) ભારે વિરોધને જોતા રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ (President Gotabaya Rajapaksa)સોમવારે તેમના ભાઈ અને દેશના નાણામંત્રીને બરતરફ કર્યા હતા. સરકારના 36 કલાકના કર્ફ્યુ છતાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે વડા પ્રધાન મહિન્દા રાજપક્ષે (Prime Minister Mahinda Rajapaksa)તેમના પદ પર ચાલુ રહેશે, તેમ છતાં કેબિનેટના તમામ સભ્યોએ એક દિવસ પહેલા જ વડા પ્રધાનને તેમના રાજીનામા સુપરત કર્યા હતા. વિપક્ષે એકતા સરકારમાં સામેલ થવાના સરકારના પ્રસ્તાવને પણ ફગાવી દીધો છે અને ભારત પાસે મદદ માંગી છે.
શ્રીલંકાના લોકોએ રાજધાની કોલંબોમાં ઈન્ડિપેન્ડન્સ સ્ક્વેર ખાતે સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું અને રાષ્ટ્રપતિના રાજીનામાની માંગણી ચાલુ રાખી.
પોલીસે કર્ફ્યુના આદેશોનું ઉલ્લંઘન કરતા લગભગ 2,000 લોકો પર ટીયર ગેસ અને વોટર કેનન છોડ્યા હતા.
શ્રીલંકાના વિપક્ષી પક્ષોએ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના પ્રસ્તાવિત એકતા સરકારમાં જોડાવાના આમંત્રણને નકારી કાઢ્યું છે અને તેને “શરમજનક” ગણાવ્યું છે.
રાષ્ટ્રપતિએ સંસદમાં પ્રતિનિધિત્વ કરતા વિરોધ પક્ષોને રાષ્ટ્રીય કટોકટીનો ઉકેલ શોધવાના પ્રયાસમાં જોડાવા કહ્યું.
26 કેબિનેટ પ્રધાનોએ રાજીનામું આપ્યા બાદ વડા પ્રધાન મહિન્દા રાજપક્ષેએ તેમના ભાઈ અને નાણાં પ્રધાન બાસિલ રાજપક્ષેને બરતરફ કર્યા છે.
પ્રેસિડેન્શિયલ મીડિયા ડિવિઝનના ડાયરેક્ટર જનરલ સુદેવ હેતિયાર્કીએ જણાવ્યું હતું કે અલી સાબરી હવે બેસિલ રાજપક્ષેના સ્થાને નાણાકીય બાબતો સંભાળશે, જ્યારે જીએલ પીરીસ વિદેશ મંત્રી તરીકે ચાલુ રહેશે.
શ્રીલંકાની સેન્ટ્રલ બેંકના ગવર્નર અજીત નિવાર્ડ કેબ્રાલે કહ્યું કે તમામ કેબિનેટ મંત્રીઓના રાજીનામાની વચ્ચે તેમણે પણ પોતાનું રાજીનામું સોંપી દીધું છે.
સેન્ટ્રલ બેંક ઓફ શ્રીલંકા (CBSL) ના ભૂતપૂર્વ અધિકારી નંદલાલ વીરાસિંઘે જણાવ્યું હતું કે, તેમણે બેંકના આગામી ગવર્નર બનવાના રાષ્ટ્રપતિના પ્રસ્તાવને સ્વીકારી લીધો છે.
શ્રીલંકાના વિપક્ષના નેતા સજીથ પ્રેમદાસે ભારતની હસ્તક્ષેપની માંગ કરી છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને શ્રીલંકાને શક્ય તેટલી મદદ કરવા વિનંતી કરી છે.