AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિદેશમાં ભારતીય ફિલ્મનો દબદબો : લોકો પર યશની ફિલ્મ ‘KGF 2’નો ફિવર, UKમાં પ્રી-બુકિંગ કાઉન્ટર ખોલતાં જ 5 હજાર ટિકિટ વેચાઈ !

મોસ્ટ અવેટેડ ફિલ્મ KGF 2 ની માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં રાહ જોવાઈ રહી છે. ફિલ્મના બીજા ભાગની જાહેરાત થઈ ત્યારથી જ ચાહકોમાં આફિલ્મને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

વિદેશમાં ભારતીય ફિલ્મનો દબદબો : લોકો પર યશની ફિલ્મ 'KGF 2'નો ફિવર, UKમાં પ્રી-બુકિંગ કાઉન્ટર ખોલતાં જ 5 હજાર ટિકિટ વેચાઈ !
KGF 2 Movie (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 05, 2022 | 7:23 AM
Share

યશની ફિલ્મ આવતા પહેલા જ લાઈમલાઈટમાં આવી જાય છે. હાલમાં જ તેની ફિલ્મ ‘KGF 2નું ટ્રેલર સામે આવ્યું છે જેણે સોશિયલ મીડિયા પર રેકોર્ડ તોડ્યો છે. તેના ટ્રેલરને યુટ્યુબ પર ખૂબ પસંદ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં યશ (South Actor Yash) ઉપરાંત રવિના ટંડન, (Raveena Tandon) સંજય દત્ત, (Sanjay Dutt) પ્રકાશ રાજ (Prakash Raj) અને અન્ય ઘણા સાઉથના શ્રેષ્ઠ કલાકારો જોવા મળશે. વિશ્વભરમાં આ ફિલ્મના ટ્રેલરને(KGF 2 Trailer)  ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. ભારતના ચાહકો સાથે હવે વિદેશમાં પણ યશની ફિલ્મ ‘KGF 2’નો દબદબો જોવા મળી રહ્યો છે. UK થી એક સારા સમાચાર આવી રહ્યા છે જ્યાં ફિલ્મ રિલીઝ થાય એ પહેલા 12 કલાકમાં જ 5 હજાર ટિકિટો વેચાઈ ગઈ છે.

મોસ્ટ અવેટેડ ફિલ્મ KGF 2 ની માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં રાહ જોવાઈ રહી છે. ફિલ્મના બીજા ભાગની જાહેરાત થઈ ત્યારથી જ ચાહકોમાં આફિલ્મને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હાલ ફિલ્મની રિલીઝ પહેલા ટિકિટનું પ્રી-બુકિંગ કાઉન્ટર ખોલવામાં આવ્યું છે.

માત્ર 12 કલાકમાં 5,000 ટિકિટ વેચાઈ

KGF 2 એ દર્શકો અને બોક્સ ઓફિસ પર પોતાની અસર બતાવવાનું શરૂ કરી દીધુ છે. એવું લાગે છે કે આ ફિલ્મ ઘણા રેકોર્ડ તોડવા માટે તૈયાર છે કારણ કે ફિલ્મના રિલીઝના થોડા દિવસો પહેલા જ કેટલાક નવા રેકોર્ડ બનાવ્યા છે. યુકેમાં KGF 2 માટે પ્રી-બુકિંગ કાઉન્ટર ખોલવામાં આવ્યુ છે, જેમાં માત્ર 12 કલાકમાં 5000 ટિકિટો વેચાઈ છે, જે ભારતીય ફિલ્મ માટે અત્યાર સુધીની સૌથી મોટી સફળતા છે. રોકિંગ સ્ટાર દ્વારા ‘KGF 1’ માં અદભૂત પરફોર્મન્સ આપ્યા પછી, યશ ફરીથી તેની એક્ટિંગથી ચાહકોના દિલ જીતવા માટે તૈયાર છે.

તમને જણાવી દઈએ કે,’ KGF 2 ’14 એપ્રિલના રોજ કન્નડ, તેલુગુ, હિન્દી, તમિલ અને મલયાલમમાં દેશભરમાં રિલીઝ થશે. આ ફિલ્મ પ્રશાંત નીલ દ્વારા દિગ્દર્શિત કરવામાં આવી છે. ઉપરાંત આ ફિલ્મનું નિર્માણ વિજય કિરાગન્દુર દ્વારા હોમબેલ ફિલ્મ્સના બેનર હેઠળ કરવામાં આવ્યું છે. ભારતના ઉભરતા પ્રોડક્શન હાઉસમાંથી એક ‘હોમબેલ ફિલ્મ્સ’ આગામી બે વર્ષમાં ભારતીય સિનેમાની કેટલીક સૌથી મોટી ફિલ્મો પ્રદર્શિત કરવા માટે તૈયાર છે, જેમાં પ્રભાસ અભિનીત ફિલ્મ ‘સાલર’નો સમાવેશ થાય છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : કાર અકસ્માત બાદ ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરાને મળવા પહોંચ્યો અર્જુન કપૂર, ચાહકોએ કર્યા વખાણ

આ પણ વાંચો : Box Office Collection: રાજામૌલીની ‘RRR’ 200 કરોડની નજીક પહોંચી, જ્હોનની ફિલ્મ બોક્સ ઓફિસ પર ‘એટેક’ કરી શકી નથી

આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">