AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan: સંસદ ભંગ કરવા પર સુપ્રીમ કોર્ટમાં આજે ફરી સુનાવણી, ચીફ જસ્ટિસે ઉપરાષ્ટ્રપતિના અધિકાર પર ઉઠાવ્યા સવાલ

સોમવારે ઉપરાષ્ટ્રપતિના નિર્ણય અંગે સરકાર અને વિપક્ષના વકીલોએ પોતાની દલીલો રજૂ કરી હતી. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે કહ્યું હતુ કે, 'કોર્ટ સુનાવણી પૂર્ણ કરતા પહેલા તમામ પક્ષકારોના પ્રતિનિધિઓને સાંભળશે.'

Pakistan: સંસદ ભંગ કરવા પર સુપ્રીમ કોર્ટમાં આજે ફરી સુનાવણી, ચીફ જસ્ટિસે ઉપરાષ્ટ્રપતિના અધિકાર પર ઉઠાવ્યા સવાલ
Pakistan Pm Imran Khan (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 05, 2022 | 7:48 AM
Share

પાકિસ્તાનની (Pakistan) સુપ્રીમ કોર્ટ (Supreme Court) આજે નેશનલ એસેમ્બલીના ડેપ્યુટી સ્પીકર દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવને  (No confidence motion) ફગાવી દેવાના અને બાદમાં સંસદને ભંગ કરવાના કેસની સુનાવણી કરશે. તમને જણવી દઈએ કે, સુપ્રીમ કોર્ટે સોમવારે એક દિવસ માટે સુનાવણી ટાળી દીધી હતી. સુપ્રીમ કોર્ટની બેંચ આ મામલાની સુનાવણી કરી રહી છે અને તેમાં ચીફ જસ્ટિસ ઉમર અતા બંદ્યાલ, જસ્ટિસ ઈજાઝુલ અહેસાન, જસ્ટિસ મઝહર આલમ ખાન મિયાંખેલ, જસ્ટિસ મુનીબ અખ્તર અને જસ્ટિસ જમાલ ખાન મંડોખેલ સામેલ છે. ઉલ્લેખનીય છે કે,નેશનલ એસેમ્બલીના ડેપ્યુટી (Assembly Deputy Speaker) સ્પીકર કાસિમ સુરીએ વડા પ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ વિપક્ષની અવિશ્વાસની દરખાસ્તને ફગાવી દીધી હતી.

કોર્ટે આ કેસની સુનાવણી મંગળવાર સુધી સ્થગિત કરી

આ કેસમાં પ્રમુખ આરિફ અલ્વી, સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન અને તમામ રાજકીય પક્ષોને(Political Party)  પ્રતિવાદી બનાવવામાં આવ્યા છે. સોમવારે ઉપરાષ્ટ્રપતિના નિર્ણય અંગે સરકાર અને વિપક્ષના વકીલોએ પોતાની દલીલો રજૂ કરી હતી. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે કહ્યું હતુ કે, ‘કોર્ટ સુનાવણી પૂર્ણ કરતા પહેલા તમામ પક્ષકારોના પ્રતિનિધિઓને સાંભળશે.’ જો કે બાદમાં કોર્ટે આ મામલાની સુનાવણી મંગળવારે બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી.

મતદાન પહેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર કોઈ ચર્ચા થઈ ન હતીઃ ચીફ જસ્ટિસ

અખબાર ‘ડોન’ના અહેવાલ અનુસાર સુનાવણી દરમિયાન જસ્ટિસ અહેસાને કહ્યું કે, અવિશ્વાસ પ્રસ્તાવની કાર્યવાહીમાં ઉલ્લંઘન થયું છે. જસ્ટિસ બંદિયાલે કહ્યું કે જો સ્પીકરે બંધારણની કલમ 5નો ઉલ્લેખ કર્યો હોય તો પણ અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી શકાય નહીં. તદનુસાર, જસ્ટિસ અખ્તરે આવો નિર્ણય પસાર કરવાની નેશનલ એસેમ્બલીના ડેપ્યુટી સ્પીકરની બંધારણીય સત્તા પર શંકા વ્યક્ત કરી હતી.

ડેપ્યુટી સ્પીકરના અધિકાર પર ઉઠ્યા સવાલ

વધુમાં ચીફ જસ્ટિસે કહ્યુ કે,“મારા મતે, આવો આદેશ પસાર કરવાનો અધિકાર ફક્ત સ્પીકરને જ હતો.” સ્પીકરની અનુપલબ્ધતા પર ઉપરાષ્ટ્રપતિ સત્રની અધ્યક્ષતા કરે છે. તમને જણાવવુ રહ્યું કે, ઉપરાષ્ટ્રપતિ સુરીએ વિપક્ષના પગલાને નકારી કાઢ્યા પછી સર્વોચ્ચ અદાલતે આ મામલે હસ્તક્ષેપ કર્યો.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો :  Pakistan: PM પદ છોડ્યા બાદ ઈમરાન ખાને વિપક્ષ પર કર્યો હુમલો, કહ્યું- ભ્રષ્ટ નેતાઓ તેમના કેસ દૂર કરવા સત્તા ઈચ્છે છે

આ પણ વાંચો : Russia Ukraine War : યુક્રેનમાં નિર્દોષ નાગરિકોની હત્યાથી બ્રિટન નારાજ, રશિયા સામે વધુ કડક પ્રતિબંધો માટે હાકલ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">