Russia-Ukraine War Live: રશિયા યુક્રેન યુદ્ધ પર અમેરિકી રાષ્ટ્રપતિનું મોટું નિવેદન, ઝેલેન્સકી જો ઈચ્છે તો દેશ છોડી શકે છે
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે સાતમો દિવસ છે. જો રશિયા તરફથી સતત હુમલો થઈ રહ્યો છે તો યુક્રેન પણ જડબાતોડ જવાબ આપી રહ્યું છે. ભારતે માનવતાવાદી સહાય તરીકે દવાઓ અને અન્ય રાહત સામગ્રીનું પહેલૃું કન્સાઈનમેન્ટ પોલેન્ડ થઈને યુક્રેન મોકલ્યું છે.
Russia-Ukraine War Live: રશિયા અને યુક્રેન (રશિયા-યુક્રેન ક્રાઈસિસ) વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે છઠ્ઠો દિવસ છે. જો રશિયા તરફથી સતત હુમલો થઈ રહ્યો છે તો યુક્રેન પણ જડબાતોડ જવાબ આપી રહ્યું છે. બંને પક્ષે ઘણું નુકસાન થયું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધો અને વાટાઘાટો દ્વારા રશિયા પર દબાણ લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેથી તે તરત જ સૈન્ય કાર્યવાહી બંધ કરે, પરંતુ હજી પણ હુમલા થઈ રહ્યા છે.
LIVE NEWS & UPDATES
-
યુક્રેનની રાજધાની કિવ નજીક જોરદાર વિસ્ફોટ
યુક્રેનની રાજધાની કિવ પાસે જોરદાર વિસ્ફોટ થયો છે. યુક્રેનની સેનાએ કિવને જોડતા પુલને ઉડાવી દીધો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કિવ જતી રશિયન સેનાને રોકવા માટે પુલને ઉડાવી દેવામાં આવ્યો.
-
રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ તાત્કાલિક બંધ થવું જોઈએ: યુએનમાં ભારત
યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ કહ્યું કે રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ તાત્કાલિક બંધ થવું જોઈએ. તેમણે કહ્યું કે ભારત યુદ્ધવિરામની માંગનું સમર્થન કરે છે. તેમણે કહ્યું કે યુક્રેનમાંથી ભારતીય નાગરિકોની સુરક્ષિત વાપસી થવી જોઈએ.
-
-
યુક્રેન સાથેના યુદ્ધમાં અમારા 498 સૈનિકો માર્યા ગયા- રશિયા
રશિયાના સંરક્ષણ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે યુક્રેન સાથેના યુદ્ધમાં અમારા 498 સૈનિકો માર્યા ગયા છે.
-
પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે કરી વાત
PM નરેન્દ્ર મોદીએ આજે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન પીએમએ યુક્રેનની પરિસ્થિતિની સમીક્ષા કરી, ખાસ કરીને ખાર્કિવમાં જ્યાં ઘણા ભારતીય વિદ્યાર્થીઓ ફસાયેલા છે. તેઓએ સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાંથી ભારતીય નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા અંગે ચર્ચા કરી.
-
ઝેલેન્સકી જો ઈચ્છે તો દેશ છોડી શકે છે: જો બાઈડેન
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને રશિયા-યુક્રેન યુદ્ધને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી ઈચ્છે તો દેશ છોડી શકે છે.
-
-
બોક્સર નીરજ ગોયત યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓની મદદ માટે આગળ આવી
ભારતીય પ્રોફેશનલ બોક્સર નીરજ ગોયત રશિયન હુમલા બાદ યુક્રેનમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓને પડી રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને મુશ્કેલીમાં મુકાયેલા લોકોને મદદ કરવા માટે તેમના સંપર્કોનો ઉપયોગ કરી રહ્યા છે.
-
યુક્રેનમાં હંગેરી પોતાની સેના મોકલશે નહીં
યુક્રેન સંકટ પર હંગેરીએ મોટો નિર્ણય લીધો છે.હંગેરીએ કહ્યું કે તે તેની સેના યુક્રેન મોકલશે નહીં.
-
ઇઝરાયેલ યુક્રેન યુદ્ધનો રાજદ્વારી ઉકેલ ઇચ્છે છે: રાષ્ટ્રપતિ હર્જોગ
ઈઝરાયેલના રાષ્ટ્રપતિએ કહ્યુ કે, તેમનો દેશ યુક્રેનમાં યુદ્ધનો રાજદ્વારી ઉકેલ શોધવામાં મદદ કરી રહ્યો છે અને તેને હાંસલ કરવા માટે જરૂરી સેવાઓ આપી રહ્યો છે.તમને જણાવી દઈએ કે, ઇઝરાયેલ યુક્રેનને માનવતાવાદી સહાયની “અભૂતપૂર્વ રકમ” પણ મોકલી રહ્યું છે. વધુમાં પ્રમુખ આઇઝેક હર્જોગે કહ્યું કે સહાય એ “નૈતિક જવાબદારી” છે અને તેમનો દેશ યુક્રેનિયન લોકોને વધુ ટેકો આપવા માટે વિચાર કરી રહ્યો છે.
-
હોર્લિવકા અને યાસિનુવાટાના રહેણાંક વિસ્તારો તબાહ થયા
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. રશિયાએ ડોનેત્સક પ્રદેશમાં હોર્લિવકા અને યાસિનુવાતાના રહેણાંક વિસ્તારોને તબાહ કરી દીધા છે.
Amid the conflict between Russia & Ukraine, bombs and shells damaged residential areas of Horlivka & Yasinuvata of Donetsk Region
Image Source: Reuters #UkraineRussiaCrisis pic.twitter.com/7PT56XiOWj
— ANI (@ANI) March 2, 2022
-
યુક્રેન પર PM મોદીની ઉચ્ચ સ્તરીય બેઠક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેન સંકટ પર સતત નજર રાખી રહ્યા છે. તેઓ આજે સતત ચોથા દિવસે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે.
-
આવતીકાલે 800 ભારતીયોને સ્વદેશ લાવવામાં આવશે
એક સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર,લગભગ 800 ભારતીયોને લઈને ભારતીય વાયુસેના (IAF) ના ચાર વિમાન આવતીકાલે સવારે 8 વાગ્યાની વચ્ચે હિંડોન એરબેઝ પર ઉતરશે.
-
કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ યુક્રેનથી આવેલા ભારતીયોનું સ્વાગત કર્યું
યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને લઈને એક વિશેષ વિમાન રાષ્ટ્રીય રાજધાનીના એરપોર્ટ પર પહોંચ્યુ હતુ. કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ ભારત પહોંચેલા લોકોનું સ્વાગત કર્યું હતું.તમને જણાવી દઈએ કે, આ ફ્લાઈટ હંગેરીની રાજધાની બુડાપેસ્ટથી આવી છે. કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું કે, યુદ્ધ શરૂ થયા બાદ અત્યાર સુધીમાં લગભગ 3500 ભારતીય નાગરિકોને બહાર કાઢવામાં આવ્યા છે. આજથી એરફોર્સની ફ્લાઈટનો ઉપયોગ પણ શરૂ કરવામાં આવ્યો છે. ભારત સરકાર યુક્રેનમાંથી દરેક ભારતીય નાગરિકને લાવવાના પ્રયાસો કરી રહી છે.
-
ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવા રશિયાને કહો: CM વિજયન
કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને પૂર્વ યુક્રેનમાં યુદ્ધગ્રસ્ત શહેરોમાં ફસાયેલા હજારો ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે રશિયન નેતૃત્વને કહેવા વિનંતી કરી હતી.
-
રાષ્ટ્રપતિ પુતિન 3 દિવસમાં યુક્રેનને જીતવા માંગતા હતા – રશિયન સૈનિક
યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયન સૈનિકનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે રાષ્ટ્રપતિ પુતિન 3 દિવસમાં યુક્રેનને જીતવા માંગતા હતા.
-
રશિયામાં માર્શલ લો લાગુ કરવાની તૈયારીમાં છે પુતિન
રાષ્ટ્રપતિ પુતિન રશિયામાં માર્શલ લો લાદવાની તૈયારી કરી રહ્યા છે. 4 માર્ચે રશિયન સંસદની ઇમરજન્સી બેઠક મળશે.
-
ખાર્કિવના રેસ્કયૂ પર વિદેશ મંત્રાલયનું મોટું નિવેદન
ખાર્કીવના રેસ્કયૂને લઈને વિદેશ મંત્રાલયનું મોટું નિવેદન સામે આવ્યું છે. મંત્રાલયે કહ્યું કે રશિયા દ્વારા કહેવામાં આવ્યું હતું કે તે ખાર્કિવ પર હુમલો કરવા જઈ રહ્યું છે.રશિયા પાસેથી મળેલી માહિતી બાદ ભારતે એડવાઈઝરી જાહેર કરી છે. મંત્રાલયે કહ્યું કે યુક્રેનમાંથી અત્યાર સુધીમાં 17 હજાર ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા છે.
-
રશિયાએ સેન્ટ્રલ ખાર્કિવમાં બીજી મિસાઈલ છોડી
આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે, રશિયાએ ખાર્કિવમાં વધુ એક મોટો હુમલો કર્યો છે. વાસ્તવમાં, રશિયન સેનાએ સેન્ટ્રલ ખાર્કિવમાં મિસાઇલ છોડી છે.
-
રશિયાએ કિવના ઘણા વિસ્તારોમાં કર્યો હુમલો
રશિયાએ યુક્રેનની રાજધાની કિવના ઘણા વિસ્તારોમાં હુમલો કર્યો.
The aftermath of Russian strikes in several areas of Kyiv in Ukraine
Images source: Reuters pic.twitter.com/wKEMPi0j2u
— ANI (@ANI) March 2, 2022
-
પેન્ટાગોને રશિયન સેના પર મોટો દાવો કર્યો છે
પેન્ટાગોને યુક્રેનમાં રશિયન સેના પર મોટો દાવો કર્યો છે. પેન્ટાગોને કહ્યું છે કે, રશિયન સૈનિકો પાસે હથિયાર નથી અને તેમને યુદ્ધની તાલીમ આપવામાં આવી નથી.
-
વાયુસેનાનું પ્રથમ C-17 વિમાન 200 ભારતીય નાગરિકો સાથે ભારત પરત ફરશે
ભારતીય વાયુસેનાના અધિકારીએ જણાવ્યું હતું કે, ભારતીય વાયુસેનાનું પ્રથમ C-17 વિમાન આજે રાત્રે 11 વાગ્યે રોમાનિયાથી લગભગ 200 ભારતીય નાગરિકો સાથે યુક્રેનથી પરત આવશે. પોલેન્ડ અને હંગેરીથી વધુ બે વિમાન આવતીકાલે સવારે પરત ફરશે.
-
ભારતમાં પોલેન્ડના રાજદૂત યુક્રેનના રાજદૂતને મળ્યા, રશિયન હુમલાની કરી નિંદા
ભારતમાં પોલેન્ડના રાજદૂત એડમ બર્કોવસ્કીએ ભારતમાં યુક્રેનના રાજદૂત ડૉ. ઇગોર પોલિખા સાથે મુલાકાત કરી. પોલેન્ડના રાજદૂતે બેઠક બાદ કહ્યું, ‘પોલેન્ડ યુક્રેન વિરુદ્ધ રશિયન હુમલાની નિંદા કરે છે.’
-
યુક્રેનને તુર્કી પાસેથી મળ્યા નવા ડ્રોન
આ સમયે જે મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે, યુક્રેનને તુર્કી પાસેથી નવા ડ્રોન મળ્યા છે. યુક્રેનને વધુ એટેક કરતા ડ્રોન મળ્યા છે.
-
મોલ્ડોવા-યુક્રેનિયન સરહદ ચેકપોઇન્ટ પર ઉભેલા યુક્રેનિયન લોકો
ફોટામાં જોઈ શકાય છે કે, યુક્રેનિયનો તેમના દેશમાંથી બહાર નીકળી ગયા છે. હવે તેઓ પલાન્કા શહેર નજીક મોલ્ડોવા-યુક્રેનિયન સરહદ ચેકપોઇન્ટને પાર કર્યા પછી ચિસિનાઉ જવા માટે બસની રાહ જુએ છે.
-
ભારતીય નાગરિકો તાત્કાલિક ખાર્કિવ છોડી દે
યુક્રેનના ખાર્કિવમાં રહેતા ભારતીય નાગરિકો માટે નવી એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. અહીં રહેતા ભારતીય નાગરિકોને તાત્કાલિક શહેર છોડી દેવાની સલાહ આપવામાં આવી છે.
-
યુક્રેનમાં અસાધારણ પરિસ્થિતિ અને તે લાંબા સમય સુધી ચાલશે – લેફ્ટનન્ટ જનરલ સૈયદ અતા હસનૈન
સંરક્ષણ નિષ્ણાત અને નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ સૈયદ અતા હસનૈને કહ્યું કે, આ (યુક્રેન કટોકટી) એક અસાધારણ પરિસ્થિતિ છે. તે લાંબા સમય સુધી ચાલશે અને આવી સ્થિતિમાં તે સૌથી મહત્વપૂર્ણ છે કે, ત્યાં ફસાયેલા સામાન્ય લોકો વચ્ચે કોઈ નેતા હોવો જોઈએ. નેતૃત્વ સાથે જૂથમાં સંગઠન આવે છે.
-
યુક્રેનમાં ચીની નાગરિકને વાગી ગોળી
ચીને કહ્યું છે કે, યુક્રેન છોડતી વખતે તેનો એક નાગરિકને ગોળી વાગતાં ઘાયલ થયો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને કહ્યું કે, આ ઘટના મંગળવારે બની જ્યારે તે વ્યક્તિ યુક્રેન છોડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. કિવમાં ચીની દૂતાવાસે તરત જ મદદ પૂરી પાડવા માટે વ્યક્તિનો સંપર્ક કર્યો. વાંગે પત્રકારોને જણાવ્યું કે, ઘાયલ વ્યક્તિ ખતરાની બહાર છે. તેમણે કહ્યું કે, દૂતાવાસ વ્યક્તિની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને સહાય આપવાનું ચાલુ રાખશે.
-
દેશની જાણીતી BAPS સંસ્થા સેવા માટે યુક્રેનમાં આગળ આવી
યુક્રેન પોલેન્ડ સરહદ પર બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના સ્વયંસેવકોએ લોકોની મદદે પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસ અગાઉ મધ્યરાત્રીએ પૂજય બ્રહ્મ વિહારી સ્વામીને ફોન કરીને યુક્રેન-પોલેન્ડની સરદહ પર ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની સંભાળ લેવા માટે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાને જણાવ્યું હતું,
-
રશિયન સૈન્ય ઘાતક શસ્ત્રો સાથે કિવ તરફ કૂચ કરી રહ્યું છે
રશિયન સેના ઘાતક શસ્ત્રો સાથે કિવ તરફ આગળ વધી રહી છે. રશિયન કાફલામાં ડઝનબંધ સશસ્ત્ર વાહનો છે. સાથે જ રશિયા પણ ખાર્કિવને કબજે કરવા માંગે છે. તમને જણાવી દઈએ કે બંને દેશો વચ્ચે છેલ્લા સાત દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે.
-
રશિયાએ બુચા અને ઇરપિન પર હવાઈ હુમલો કર્યો
યુક્રેનમાંથી આ સમયે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, રશિયાએ યુક્રેનના બુચા અને ઈરપિન શહેરો પર હવાઈ હુમલા કર્યા છે. રશિયાએ આ બંને શહેરો પર સુખોઈ-25 ફાઈટર જેટથી હુમલો કર્યો છે.
-
રશિયા રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને હટાવવાની તૈયારી કરી રહ્યું છે
રશિયા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને હટાવવાની તૈયારી કરી રહ્યું છે. રાષ્ટ્રપતિ પુતિન ઈચ્છે છે કે તેમના નજીકના મિત્ર વિક્ટર યાનુકોવિચ યુક્રેનના રાષ્ટ્રપતિ બને. કહેવામાં આવી રહ્યું છે કે, વિક્ટર યાનુકોવિચ બેલારુસમાં હાજર છે.
-
યુક્રેનના ઘણા શહેરોમાં એર સ્ટ્રાઈકનું એલર્ટ
યુક્રેનના અનેક શહેરોમાં એર સ્ટ્રાઈકનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ શહેરોમાં Kyiv, Kharkiv, Cherkasy, સુમી જેવા શહેરોનો સમાવેશ થાય છે. લોકોને સલામત સ્થળે ખસી જવા માટે કહેવામાં આવ્યું છે.
-
યુક્રેનના ઓડેસા શહેરમાં ભીષણ આગ
ખાર્કિવમાં પોલીસ હેડક્વાર્ટર સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઈ ગયું છે. આ સાથે જ રશિયાએ અહીંના મેડિકલ સેન્ટર પર હુમલો કર્યો છે. બીજી તરફ યુક્રેનના ઓડેસા શહેરમાં ભીષણ આગ લાગવાના સમાચાર સામે આવી રહ્યા છે.
-
રશિયાએ ફરીથી ક્લસ્ટર બોમ્બનો ઉપયોગ કર્યો – રિપોર્ટ
યુક્રેનમાંથી આ સમયે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, રશિયાએ ફરીથી ક્લસ્ટર બોમ્બનો ઉપયોગ કર્યો છે, જે પ્રતિબંધિત છે. રિપોર્ટ અનુસાર, યુક્રેનના ખાર્કિવમાં લશ્કરી મથકો પર ક્લસ્ટર બોમ્બથી હુમલો કરવામાં આવ્યો છે.
-
ત્રીજું વિશ્વ યુદ્ધ વિનાશક હશે – રશિયન વિદેશ પ્રધાન
રશિયન મીડિયા સ્પુટનિકે અહેવાલ આપ્યો છે કે, રશિયન વિદેશ પ્રધાન લવરોવનું કહેવું છે કે જો ત્રીજું વિશ્વ યુદ્ધ થશે તો તેમાં પરમાણુ હથિયારો પણ સામેલ થશે અને તે વિનાશક હશે.
Third World War would be nuclear and disastrous, Russian Foreign Minister Lavrov says: Russian media Sputnik
— ANI (@ANI) March 2, 2022
-
મતદેહો હટાવતા યુક્રેનિયન સૈનિકો
ફોટામાં કિવની રાજધાનીમાં રશિયાની સ્ટ્રાઈકમાં ટીવી ટાવરનો નાશ થયો હતો તે સ્થળેથી મૃતદેહોને દૂર કરી રહેલા ત્યાં યુક્રેનિયન સૈનિકો.
(Photo & News Source – AFP)
-
યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી પરત આવેલા વિદ્યાર્થીનું પરિવાર રાષ્ટ્રધ્વજ સાથે
-
રશિયાની અર્થવ્યવસ્થા યુદ્ધના સાતમા દિવસે પડી ભાંગી – ક્રેમલિન
યુદ્ધના સાતમા દિવસે રશિયાની અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગી છે. ક્રેમલિને કહ્યું છે કે, રશિયાની અર્થવ્યવસ્થા ખતરનાક તબક્કે પહોંચી ગઈ છે. તેમણે કહ્યું કે પુતિનને સમર્થન આપવું એ રશિયાની પ્રાથમિકતા છે.
-
આત્મસમર્પણ કરો નહીંતર શહેરને બરબાદ કરી નાખીશું: મેયર
યુક્રેનિયન શહેર કોનોટોપના (Konotop) મેયરે દાવો કર્યો હતો કે, રશિયનોએ ચેતવણી આપી હતી કે તેઓ આખા શહેરને સરેન્ડર નહીં કરે તો તેઓ તેનો સંપૂર્ણ રીતે તબાહ કરી નાખશે.
-
યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીના મોતને લઈને રાંચીમાં વિરોધ પ્રદર્શન
-
બિલ્ડિંગમાં લાગેલી આગ કાબૂમાં લેવા કામ કરતા અગ્નિશામકો
ફોટોમાં જોઈ શકાય છે કે, ખાર્કિવ સિક્યુરિટી સર્વિસ બિલ્ડિંગ અને ઇકોનોમી ડિપાર્ટમેન્ટમાં આગને કાબૂમાં લેવા માટે અગ્નિશામકો કામ કરી રહ્યા છે.
(Photo & News Source – AFP)
-
બોર્ડર પર રાહ જોતી યુક્રેનિયન માતા અને બાળક
A Ukrainian mother and child wait at the Siret border point with Romania on March 1.
Approaching 680,000 people have fled Ukraine since the Russian military invasion on February 24, with the number rising rapidly pic.twitter.com/2qmYPkmRIX
— AFP News Agency (@AFP) March 2, 2022
-
શું ભારત સરકાર સૂઈ રહી હતીઃ અખિલેશ યાદવ
જૌનપુરમાં અખિલેશ યાદવે કહ્યું કે, બાકીની દુનિયા તેના નાગરિકોને લઈને જતી રહી. શું ભારત સરકાર ઊંઘી રહી હતી? યુક્રેનમાં હજુ પણ હજારો બાળકો ફસાયેલા છે જેના માટે સરકાર કંઈ કરી રહી નથી.
-
દીકરો ઘરે પાછો આવતા સ્નેહ કરતી માતા
-
Social Media પ્લેટફોર્મની રશિયા પર ડિજીટલ સ્ટ્રાઈક
ફેસબુકની મૂળ કંપની મેટા અને ગૂગલ (Alphabet inc.) એ રશિયન મીડિયા પર નિયંત્રણો લાદ્યા છે. તેના જવાબમાં, રશિયાએ ગત અઠવાડિયે શુક્રવારે ફેસબુકની ઍક્સેસ મર્યાદિત (Partially) કર્યા છે. ટ્વિટરે ગત અઠવાડિયે શનિવારે અહેવાલ આપ્યો હતો કે તેમની સેવા કેટલાક રશિયન વપરાશકર્તાઓ માટે સસ્પેન્ડ કરવામાં આવી છે.
-
કિવમાં આજે બે જોરદાર વિસ્ફોટ
યુક્રેનની રાજધાની કિવમાં આજે રશિયન મિસાઇલ હુમલાની ધમકીઓ વચ્ચે બે મોટા વિસ્ફોટ થયા હતા અને વિસ્ફોટોના સાતમા દિવસે મોસ્કોએ યુક્રેનના મુખ્ય શહેરો પર બોમ્બમારો કર્યો હતો.
-
યુક્રેનમાં ખાર્કિવના રહેણાંક વિસ્તારમાં રશિયન હુમલાઓનું પરિણામ
The aftermath of Russian strikes in a residential area of Kharkiv in Ukraine
(Source: Reuters) pic.twitter.com/uDr1VpMRic
— ANI (@ANI) March 2, 2022
-
અત્યાર સુધીના હુમલામાં રશિયાનું કેટલું નુકસાન થયું છે?
યુક્રેનની સેનાએ કરેલા હુમલામાં રશિયાને થયેલા નુકસાનનું આકલન કરાયું છે. આ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી છે.
Russia’s losses as of March 2, according to the indicative estimates by the Armed Forces of Ukraine. pic.twitter.com/umKjKVJhGd
— The Kyiv Independent (@KyivIndependent) March 2, 2022
-
રશિયન હુમલા બાદની તબાહિની તસવીરો
યુક્રેન સ્ટેટ ઇમરજન્સી સર્વિસે દ્વારા બહાર પાડવામાં આવેલી આ તસવીરોમાં રહેણાંક વિસ્તારોનો કાટમાળ જોઈ શકાય છે.
(Photo & News Source – AFP)
-
જ્યોતિરાદિત્ય સિંધિયા બુકારેસ્ટમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને મળ્યા
View this post on Instagram -
પુતિનના સૈનિકો એનગોડાર શહેર તરફ કૂચ કરી રહ્યા છે: મેયર
NEXTA દ્વારા માહિતી આપવામાં આવી હતી કે યુક્રેનના એનગોડાર શહેરના મેયરે જણાવ્યું છે કે, રશિયન સૈનિકો શહેર તરફ આગળ વધી રહ્યા છે.
-
યુક્રેનના ખેરસન શહેર પર કાબૂ મેળવ્યાનો રશિયન સેનાનો દાવો
રશિયન સેનાએ દાવો કર્યો છે કે, તેણે દક્ષિણ યુક્રેનિયન શહેર ખેરસન (Kherson ) પર નિયંત્રણ મેળવી લીધું છે. સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા ઇગોર કોનાશેન્કોવ (Igor Konashenkov) ટેલિવિઝન પર કહ્યું છે કે, “સશસ્ત્ર દળોના રશિયન વિભાગોએ ખેરસનના પ્રાદેશિક કેન્દ્રને સંપૂર્ણ નિયંત્રણમાં લઈ લીધું છે.”
(Photo & News Source – AFP)
-
Russia-Ukraine War Live: ટેન્ક ફેક્ટરીના વેરહાઉસમાં વિસ્ફોટ
Russia-Ukraine War Live: યુક્રેનના ખાર્કિવમાં એક ટેન્ક ફેક્ટરીના વેરહાઉસમાં જોરદાર વિસ્ફોટ થયો છે. ખાર્કિવને યુક્રેનની પ્રખ્યાત ટેન્ક ફેક્ટરીઓનો ગઢ માનવામાં આવે છે.
-
Russia-Ukraine War Live: 6,000 રશિયન સૈનિકો માર્યા ગયા: યુક્રેનના રાષ્ટ્રપતિ
Russia-Ukraine War Live: ન્યૂઝ એજન્સી રોયટર્સે કહ્યું કે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ દાવો કર્યો છે કે, છેલ્લા 6 દિવસના યુદ્ધમાં લગભગ 6,000 રશિયન સૈનિકો માર્યા ગયા છે.
-
Russia-Ukraine War Live: યુએસ પ્રતિબંધોની કોઈ અસર નથી: IAF
Russia-Ukraine War Live: ભારતીય વાયુસેનાના વાઇસ ચીફ ઓફ એર સ્ટાફ એર માર્શલ સંદીપ સિંહે કહ્યું કે, રશિયા પર યુએસ દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોની IAF પર કોઈ ખાસ અસર નહીં થાય. બંને દેશો સાથે ભારતના સંબંધો મજબૂત છે. તેમણે કહ્યું કે, યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે વાયુસેના એક દિવસમાં ચાર વિમાન મોકલી શકે છે. એક રાઉન્ડમાં 200 લોકોને પાછા લાવવામાં આવશે. મને ખાતરી છે કે અમે અમારા તમામ લોકોને સુરક્ષિત પરત લાવીશું. સવારથી જ ભારતીયોને બહાર કાઢવા માટે એરફોર્સના ત્રણ એરક્રાફ્ટ મોકલવામાં આવ્યા છે. ખાલી કરાવવાની કામગીરી ચોવીસ કલાક ચાલશે. રાહત સામગ્રી પણ મોકલવામાં આવી રહી છે. આ ઓપરેશન વિદેશ મંત્રાલયની મદદથી ચાલી રહ્યું છે.
-
Russia-Ukraine War Live: ગજેન્દ્ર સિંહ શેખાવતે 251 વિદ્યાર્થીઓનું કર્યું સ્વાગત
Russia-Ukraine War Live: કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું કે, યુક્રેનમાં યુદ્ધની ભયાનકતાથી પીડિત લોકોને સુરક્ષિત રીતે ભારતની ધરતી પર લાવવા માટે વડાપ્રધાનના નેતૃત્વમાં ઓપરેશન ગંગા ચલાવવામાં આવી રહી છે. આ ફ્લાઈટમાં 251 વિદ્યાર્થીઓ આવ્યા છે અને મેં ભારતની ધરતી પર તેમનું સ્વાગત કર્યું છે. બુકારેસ્ટથી વિશેષ ફ્લાઇટ યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને લઈને દિલ્હી પહોંચી હતી. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે આ ફ્લાઈટમાંથી આવતા ભારતીય નાગરિકોનું સ્વાગત કર્યું.
#WATCH | All of you have come with a sad memory to India. Many of you must not have been able to sleep for hours, days… Govt working day & night for you…More people to be evacuated in next 2-3 days: Union Minister Gajendra Shekhawat to Indians on their return from #Ukraine pic.twitter.com/8N2mS41Phh
— ANI (@ANI) March 2, 2022
-
Russia-Ukraine War Live: લોકોને Mariupol શહેર છોડવાનું કહ્યું
Russia-Ukraine War Live: રશિયાએ Mariupolના નાગરિકોને તરત જ શહેર છોડવાનું કહ્યું.
-
Russia-Ukraine War Live: ભારત ઇચ્છે તો પણ રશિયાનો વિરોધ કેમ ન કરી શકે?
Russia-Ukraine War Live: એક તરફ જ્યારે સમગ્ર યુરોપ અને પશ્ચિમી દેશો યુક્રેન સંકટ પર રશિયાની વિરુદ્ધ થઈ ગયા છે, ત્યારે ભારત હજુ પણ પોતાની સ્થિતિ તટસ્થ રાખી રહ્યું છે. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે એવા કયા કારણો છે જેના કારણે ભારત ઇચ્છે તો પણ રશિયા સામે ન જઇ શકે?
-
Russia-Ukraine War Live: ખાર્કિવ હુમલામાં 21 લોકોના મોત, 112 લોકો ઈજાગ્રસ્ત
Russia-Ukraine War Live: ખાર્કિવના મેયરે જણાવ્યું કે, રશિયન હુમલામાં ખાર્કિવમાં 21 લોકોના મોત થયા છે અને 112 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
-
Russia-Ukraine War Live: સુમી શહેરમાં ધુમાડાના ગોટેગોટા
Russia-Ukraine War Live:
-
Russia-Ukraine War Live: ખાર્કિવમાં જોરદાર વિસ્ફોટ
Russia-Ukraine War Live: સ્થાનિક મીડિયાએ દાવો કર્યો છે કે, ખાર્કિવમાં જોરદાર વિસ્ફોટ થયો છે.
⚡️Sounds of powerful explosions in Kharkiv.
— The Kyiv Independent (@KyivIndependent) March 2, 2022
-
Russia-Ukraine War Live: ચારેતરફ કાટમાળ જ કાટમાળ
Russia-Ukraine War Live:
-
Russia-Ukraine War Live: અત્યાર સુધીમાં 136 લોકોના થયા મોત
Russia-Ukraine War Live: યુએનનું કહેવું છે કે, યુક્રેનમાં ગુરુવાર, 24 ફેબ્રુઆરીથી શરૂ થયેલા હુમલાથી 1 માર્ચ સુધી 13 બાળકો સહિત ઓછામાં ઓછા 136 લોકો માર્યા ગયા છે. આ પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું હતું કે, માત્ર ચાર દિવસમાં રશિયાના ગોળીબારમાં 16 યુક્રેનિયન બાળકો માર્યા ગયા અને 45 ઈજાગ્રસ્ત થયા.
⚡️At least 136 people, including 13 children, have been killed in Ukraine since Thursday, February 24, the UN said on March 1.
Earlier Ukraine’s President Volodymyr Zelensky said 16 Ukrainian children were killed and 45 were injured in Russian shelling in just four days.
— The Kyiv Independent (@KyivIndependent) March 2, 2022
-
Russia-Ukraine War Live: ઈજાગ્રસ્તોને સારવાર માટે લઈ જતા આરોગ્ય કર્મચારીઓ
Russia-Ukraine War Live:
-
Russia-Ukraine War Live: રોકેટ હુમલા બાદ નિકોલેવ વિસ્તારમાં ફેલાઈ ગયો હતો ધુમાડો
Russia-Ukraine War Live: રશિયા દ્વારા રોકેટ હુમલા બાદ યુક્રેનના નિકોલેવ પ્રદેશમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા. રશિયા તરફથી હુમલા વધુ તેજ કરવામાં આવ્યા છે. યુક્રેનના અનેક મોટા શહેરોમાં પણ બોમ્બમારો કરવામાં આવ્યો હતો.
-
Russia-Ukraine War Live: પરિવારને મળ્યા બાદ રડતી મહિલા
Russia-Ukraine War Live:
-
Russia-Ukraine War Live: સ્મૃતિ ઈરાનીએ ભારતીય વિદ્યાર્થીઓનું કર્યું સ્વાગત
Russia-Ukraine War Live: કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ યુદ્ધગ્રસ્ત યુક્રેનથી પરત ફરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓનું દિલ્હીમાં સ્વાગત કર્યું. તેણે કહ્યું, ‘ઘરે પાછા આવવા માટે આપનું સ્વાગત છે! તમારા પરિવારના સભ્યો તમારી રાહ જોઈ રહ્યા છે. તમે હિંમત બતાવી છે…ફ્લાઇટ ક્રૂનો પણ આભાર.
-
Russia-Ukraine War Live: ભારતીય દૂતાવાસે આપી સલાહ
Russia-Ukraine War Live: વોર્સોમાં ભારતીય દૂતાવાસે પશ્ચિમ યુક્રેનમાં લવિવ, ટેર્નોપિલ અને અન્ય સ્થળોએ ફસાયેલા ભારતીયોને પોલેન્ડમાં ઝડપથી પ્રવેશ કરવા માટે વહેલી તકે બુડોમિર્ઝ બોર્ડર ચેક-પોઇન્ટ પર જવાની સલાહ આપી છે.
-
Russia-Ukraine War Live: હિંડન એરબેઝ પરથી ઉડાન ભરશે વિમાન
Russia-Ukraine War Live: યુક્રેનમાં લોકોને મદદ કરવા માટે તંબુઓ, ધાબળા અને અન્ય માનવતાવાદી સહાય કરતું ભારતીય વાયુસેનાનું વિમાન ટૂંક સમયમાં હિંડન એરબેઝ પરથી ઉપડશે.
#WATCH Indian Air Force aircraft carrying tents, blankets and other humanitarian aid to take off from Hindon airbase shortly#Ukraine pic.twitter.com/gNNnghETQr
— ANI (@ANI) March 2, 2022
-
Russia-Ukraine War Live: બે અલગ દેશનું વ્યક્તિત્વ
Russia-Ukraine War Live:
Two different worlds…
Picture: Ukraine pic.twitter.com/lFv7TkYux3
— The New Voice of Ukraine (@NewVoiceUkraine) March 1, 2022
-
Russia-Ukraine War Live: રશિયન વાયુસેના ખાર્કિવમાં ઉતરી
Russia-Ukraine War Live: એએફપીના અહેવાલ મુજબ, રશિયન એરબોર્ન સૈનિકો યુક્રેનના શહેર ખાર્કિવમાં ઉતર્યા છે.
-
Russia-Ukraine War Live: 300 રશિયન ટેન્ક યુક્રેનમાં પ્રવેશવાની કરી રહી છે તૈયારી
Russia-Ukraine War Live: રશિયા યુક્રેનમાં 300 ટેન્કમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યું છે. જો કે કાફલાએ હજી સરહદ પાર કરી નથી અને પિન્સ્ક-ઇવાનોવો-ડ્રાચીન (યુક્રેનિયન સરહદથી લગભગ 30 કિમી) માર્ગ પર રાહ જોઈ રહ્યો છે. રશિયા હવે યુક્રેનિયન સરહદ પર કેન્દ્રિત બેલારુસિયન સૈનિકોની રજૂઆતને ન્યાયી ઠેરવવા માટે ઉશ્કેરણીઓની તૈયારી કરી રહ્યું છે. યુક્રેનની ફોરેન ઈન્ટેલિજન્સ સર્વિસના ફેસબુક પેજ મુજબ લગભગ 300 ટેન્ક સામેલ છે.
-
Russia-Ukraine War Live: માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપતા લોકો
Russia-Ukraine War Live:
-
Russia-Ukraine War Live: પીએમ મોદીએ મેક્રોન સહિત ઘણા યુરોપિયન નેતાઓ સાથે વાત કરી, યુક્રેનમાં યુદ્ધ અને વાતચીતનો અંત લાવવાની હાકલ કરી
Russia-Ukraine War Live: વડા પ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ મેક્રોનને યુદ્ધ પ્રભાવિત વિસ્તારમાંથી તેના નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા અને ત્યાં અસરગ્રસ્ત લોકો માટે દવાઓ સાથે જરૂરી રાહત સામગ્રી મોકલવાના ભારતના પ્રયાસો વિશે પણ માહિતગાર કર્યા હતા. પીએમઓના જણાવ્યા અનુસાર, વડા પ્રધાન મોદીએ પોલેન્ડના રાષ્ટ્રપતિ એન્ડ્રેજ ડુડા સાથે પણ વાત કરી હતી અને યુક્રેનમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવામાં મદદ કરવા બદલ તેમનો આભાર માન્યો હતો.
-
Russia-Ukraine War Live: રશિયાએ ખેરસનમાં સ્ટેશન અને બંદર કર્યું કબજે
Russia-Ukraine War Live: ખેરસનના મેયર ઇગોર કોલ્યાખેવે રેડિયો લિબર્ટીને જણાવ્યું કે, રશિયનોએ સ્ટેશન અને બંદર પર કબજો કરી લીધો છે.
-
Russia-Ukraine War Live: મગની નમકીન દાળ અને બટેટા ભજિયા મોકલ્યા
Russia-Ukraine War Live: ભારતે મંગળવારે પોલેન્ડના રસ્તે યુક્રેનમાં ફસાયેલા લોકો માટે દવાઓ અને અન્ય રાહત સામગ્રીનો પહેલો માલ મોકલ્યો હતો. દવાઓ ઉપરાંત ખાદ્ય સામગ્રી પણ મોકલવામાં આવી છે. ANI દ્વારા જાહેર કરાયેલા ફૂટેજ અનુસાર એરફોર્સના C-17 એરક્રાફ્ટ દ્વારા મોકલવામાં આવેલા સામાનમાં મગની દાળ નમકીન અને બટાટાના ભજિયાનો પણ સમાવેશ થાય છે.
#WATCH | Visuals of Indian Air Force’s C-17 transport aircraft carrying humanitarian assistance. The aircraft left for Romania at 4 am this morning pic.twitter.com/Rz90ysVUtf
— ANI (@ANI) March 2, 2022
-
Russia-Ukraine War Live: કેન્દ્રીય મંત્રીએ વિદ્યાર્થીઓનું કર્યું સ્વાગત
Russia-Ukraine War Live: યુક્રેનથી પરત આવેલા ભારતીય વિદ્યાર્થીઓનું દિલ્હી એરપોર્ટ પર કેન્દ્રીય મંત્રી ડો. જીતેન્દ્ર સિંહે સ્વાગત કર્યું હતું.
Union Minister Dr Jitendra Singh receives Indians returning from Ukraine at Delhi airport pic.twitter.com/EST7AsCUv1
— ANI (@ANI) March 2, 2022
-
Russia-Ukraine War Live: AI-1942 ફ્લાઇટ રીશેડ્યૂલ
Russia-Ukraine War Live: AI-1942 જહાજને ફરીથી શેડ્યૂલ કરવામાં આવ્યું છે. હવે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-1946 દ્વારા યુક્રેનથી આવતા ભારતીય વિદ્યાર્થીઓને રિસીવ કરશે. આજે તે બપોરે 12 વાગ્યા સુધીમાં દિલ્હી એરપોર્ટ પર પહોંચે તેવી શક્યતા છે.
-
Russia-Ukraine War Live: અમે રશિયાને મનમાની નહીં કરવા દઈએ: બાઈડન
Russia-Ukraine War Live: બાયડને પોતાના સંબોધનમાં વધુમાં કહ્યું કે,’ અમેરિકા રશિયા પર વધુમાં વધુ પ્રતિબંધ લગાવશે.’
Our economy created over 6.5 million new jobs in #America last year. More jobs created in one year than ever before: US President JoeBiden delivers the State of the Union address #TV9News pic.twitter.com/clNErawHVP
— Tv9 Gujarati (@tv9gujarati) March 2, 2022
-
Russia-Ukraine War Live: 24 કલાકમાં ભારત માટે 6 ફ્લાઈટ રવાના થઈ: એસ જયશંકર
Russia-Ukraine War Live: વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં પોલેન્ડની પ્રથમ ફ્લાઈટ સહિત છ ફ્લાઈટો ભારત માટે રવાના થઈ છે. યુક્રેનથી વધુ 1,377 ભારતીય નાગરિકોને પરત લાવવામાં આવ્યા હતા.
-
Russia-Ukraine War Live: બોઇંગે મોસ્કોમાં તેની કામગીરી કરી દીધી છે બંધ
Russia-Ukraine War Live: બોઇંગે મોસ્કોમાં મોટી કામગીરી સ્થગિત કરી દીધી છે અને તેની કિવ ઓફિસને અસ્થાયી રૂપે બંધ કરી દીધી છે.
-
Russia-Ukraine War Live: યુક્રેનિયનો હિંમત સાથે લડી રહ્યા છે: બિડેન
Russia-Ukraine War Live: સ્ટેટ ઓફ ધ યુનિયનના સંબોધન દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું કે અમેરિકા યુક્રેનની સાથે છે. યુનાઇટેડ સ્ટેટ્સ અને અમારા સહયોગીઓ સામૂહિક તાકાત સાથે નાટો પ્રદેશના દરેક ઇંચની રક્ષા કરશે. યુક્રેનિયનો હિંમતથી લડી રહ્યા છે. પુતિનને યુદ્ધના મેદાનમાં ફાયદો થઈ શકે છે, પરંતુ તે લાંબા ગાળે કિંમત ચૂકવશે. અમે તમામ રશિયન ફ્લાઇટ્સ માટે યુએસ એરસ્પેસ બંધ કરવામાં અમારા સહયોગીઓ સાથે જોડાઈશું.
Published On - Mar 02,2022 8:15 AM