દેશની જાણીતી BAPS સંસ્થા સેવા માટે યુક્રેનમાં આગળ આવી, પીએમ મોદી દ્વારા હુંકાર કરતા સંસ્થા કામે લાગી કામે

પેરિસ અને સ્વિત્ઝર્લેન્ડથી સતત 22 કલાકનું ડ્રાઈવ કરીને મોબાઈલ કિચન વાન સાથે બી.એ.પી.એસ.ના અગ્રણી સ્વયંસેવકો ચિરાગભાઈ ગોદીવાલા, શૈલેષભાઈ ભાવસાર તેમજ અન્ય સ્વયંસેવકો યુક્રેન-પોલેન્ડની સરહદ પાસેના રેસ્ઝો નગરમાં પહોંચીને અસરગ્રસ્તોની સેવામાં લાગી ગયા છે.

દેશની જાણીતી BAPS સંસ્થા સેવા માટે યુક્રેનમાં આગળ આવી, પીએમ મોદી દ્વારા હુંકાર કરતા સંસ્થા કામે લાગી કામે
The country's leading BAPS organization came forward in Ukraine for service
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Mar 02, 2022 | 4:25 PM

રશિયા અને યુક્રેન (Russia-Ukraine war)વચ્ચે સતત વધી રહેલા તણાવને કારણે વાત ન્યૂક્લિયર વોર સુધી પહોંચી જતાં હવે વિદ્યાર્થીઓ પણ ખૂબ જ ગભરાયા છે અને પોતાનો જીવ બચાવવા માટે મરણિયા પ્રયાસો કરી રહ્યા છે. પોતાનો જીવ બચાવવા માટે પોલેન્ડ, રોમાનિયા (Poland, Romania)જેવા બોર્ડરના દેશો પર પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે યુક્રેન પોલેન્ડ સરહદ પર બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના સ્વયંસેવકોએ (Volunteer)લોકોની સેવા કરીને તેઓની આંતરડી ઠારી એક પુણ્યનું ભાથુ મેળવ્યું છે. થોડા દિવસ પહેલા BAPS ના સંસ્થાના મહારાજ સાથે વડાપ્રધાન મોદીએ ટેલિફોનિક વાતચીત કરી હતી અને સેવા માટે આગળ આવવા માટે અપીલ કરતા સંસ્થા કામે લાગી.જે આપણા માટે ગૌરવ લેવા માટે જેવી વાત છે.

રશિયાના સંક્રમણને કારણે ત્રસ્ત યુક્રેનમાંથી જીવ બચાવીને પોલેન્ડમાં આવી ચુકેલા ભારતીયોની સેવામાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના સ્વયંસેવકો દિવસ- રાત જોડાઈ ગયા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસ અગાઉ મધ્યરાત્રીએ પૂજય બ્રહ્મ વિહારી સ્વામીને ફોન કરીને યુક્રેન-પોલેન્ડની સરદહ પર ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની સંભાળ લેવા માટે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાને જણાવ્યું હતું, દરમિયાન સંસ્થાના આધ્યાત્મિક વડા પર પૂજય મહંત સ્વામી મહારાજના આર્શિવાદથી તાત્કાલિક ધોરણે ચક્રોગતિમાન કરીને બીએપીએસ સંસ્થાના યુરોપ સ્થિત સ્વયંસેવકો સરહદ પર અસરગ્રસ્તોની સેવામાં પહોંચી ગયા છે.

પેરિસ અને સ્વિત્ઝર્લેન્ડથી સતત 22 કલાકનું ડ્રાઈવ કરીને મોબાઈલ કિચન વાન સાથે બી.એ.પી.એસ.ના અગ્રણી સ્વયંસેવકો ચિરાગભાઈ ગોદીવાલા, શૈલેષભાઈ ભાવસાર તેમજ અન્ય સ્વયંસેવકો યુક્રેન-પોલેન્ડની સરહદ પાસેના રેસ્ઝો નગરમાં પહોંચીને અસરગ્રસ્તોની સેવામાં લાગી ગયા છે. સરેરાશ 800 થી 1000 લોકોને શાકાહારી ગરમ ભોજન આપીને આ સ્વયંસેવકો તેમની આંતરડી ઠારી રહ્યા છે.કારમી ઠંડીમાં માઈન્સ ત્રણ- ચાર ડીગ્રી તાપમાનમાં દિવસોના દિવસો સુધી ચાલીને આવેલા ભારતીય વિદ્યાર્થીઓને અહીં ગરમ ભારતીય ભજન મળતાં તેઓ રાહતનો હાશકારો અનુભવે છે. કેટલાક વિદ્યાર્થીઓને અહીં ગરમ ભારતીય ભોજન મળતાં તેઓ રાહતનો હાશકારો અનુભવે છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

કેટલાલ વિદ્યાર્થીઓ પોતાનો સામાન ઉંચકીને એક દિવસમાં 40-50 કિલોમીટર અંતર ચાલીને અહીં પહોંચ્યા છે. તેમની આ દયનીય હાલત જોઈને સંસ્થાને સ્વયંસેવકો પણ દ્રવિત થઈ જાય છે. સ્નેહપુર્વક ગરમ ભોજન અને હુંફ આપીને બી.એ.પી.એસના સ્વયંસેવકો તેમની નવી જિંદગી આપી રહ્યા છે. ભારત સરકાર વતી ભારતય રાજદુતાવાસે રેસ્ઝો શહેરની પ્રસિધ્ધ હોટલના કોન્ફરન્સ રૂમમાં અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને રહેવાની વ્યવસ્થા આપી છે.

અહીં ભારતભરના બધી જ કોમ્યુનીટીના વિદ્યાર્થીઓને સમાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. બી.એ.પી.એસ. સંસ્થાના સ્વયંસેવકો તેમને આત્મિયતા પુર્વક મદદ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વિશ્વમાં જયારે જયારે પણ આવી પ્રાકૃતિક કે માનવસર્જિત આપત્તિઓ આવી પડે છે. ત્યારે આપત્તિગ્રસ્તોની સેવામાં મોખરે રહીને બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થાએ હંમેશા લોકોના આર્શિવાદ મેળવ્યા છે. વર્તમાન સમયે પણ પોલેન્ડ ખાતે ભારતીય વિદ્યાર્થીઓ સંસ્થાની આ ટાણાની સેવાથી રાહતનો અનુભવ કરીને સંસ્થાના સ્વયંસેવકોને હદયપુર્વક બિરદાવી રહ્યાં છે.

આ પણ વાંચો : પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈ-જયપુર/ભગતની કોઠી અને ભાવનગર વચ્ચે હોળી સ્પેશિયલ સુપરફાસ્ટ ટ્રેનો ચલાવાશે

આ પણ વાંચો : Anand: વાસદ કુમારશાળામાં વિજ્ઞાન દિવસની ઉજવણી, બાળકોને અંધશ્રદ્ધા દૂર કરવાના પ્રયોગો બતાવાયા

g clip-path="url(#clip0_868_265)">