10 વર્ષે થયો ખુલાસો, પાઈલટે આત્મહત્યા કરવા 239 મુસાફરોનો ભોગ લીધો, MH370 અંગે એક્સપર્ટે કર્યો મોટો દાવો

વર્ષ 2014માં રહસ્યમય સંજોગોમાં મલેશિયાથી ચીન જઈ રહેલ 239 મુસાફરો સાથેનું વિમાન એકાએક ગુમ થઈ ગયું. આ ઘટનાના 10 વર્ષ બાદ, બ્રિટિશ નિષ્ણાત અને બોઇંગ 777ના પાઇલટે હવે એક ચોકાવનારો રિપોર્ટ જણાવ્યો છે. જે જાણીને ઉડ્ડયન ક્ષેત્ર સાથે સંકળાયેલા સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે.

10 વર્ષે થયો ખુલાસો, પાઈલટે આત્મહત્યા કરવા 239 મુસાફરોનો ભોગ લીધો, MH370 અંગે એક્સપર્ટે કર્યો મોટો દાવો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 18, 2024 | 7:00 PM

આજથી આશરે દશ વર્ષ પહેલા કુઆલાલંપુર એરપોર્ટથી ચીનના બેઇજિંગ એરપોર્ટ જઈ રહેલ મલેશિયન એર લાઈન્સની ફ્લાઈટ MH370 રહસ્યમય સંજોગોમાં એકાએક ગુમ થઈ ગયું હતું. મલેશિયન એરલાઈન્સનુ વિમાન કુઆલાલંપુર એરપોર્ટથી ઉડ્યું ત્યારે તેમાં કુલ 239 મુસાફરો સવાર હતા. આ ફ્લાઈટ એકાએક ગુમ થઈ ગઈ તેનુ કારણ લગભગ દશ વર્ષ સુધી રહસ્યમય રહ્યું. પરંતુ હવે એક એવી ચોકાવનારી વિગત સામે આવી છે કે જેનાથી સમગ્ર વિશ્વનું ઉડ્ડયન ક્ષેત્ર માટે આંચકા સમાન છે. બ્રિટનના ઉડ્ડયન ક્ષેત્રના નિષ્ણાત અને બોઇંગ 777ના પાઇલટે એવો દાવો કર્યો છે કે, ફ્લાઈટ MH370ના પાઇલટે આત્મહત્યા કરવા માટે મુસાફરોની સામૂહિક હત્યા કરી છે.

બ્રિટનના મીડિયા રિપોર્ટ અનુસાર, આ ક્ષેત્રના તજજ્ઞ સિમોન હાર્ડી માને છે કે મલેશિયન એરલાઈન્સની ફ્લાઈટ પ્લાન અને ટેક્નિકલ લોગ કાર્ગોમાં છેલ્લી ઘડીના ફેરફારો દર્શાવે છે. જેમાં 3,000 કિલોગ્રામ ઈંધણ અને વધારાના ઓક્સિજનનો સમાવેશ થાય છે. જે સૂચવે છે કે કેપ્ટન ઝાહરી અહમદ શાહે વિમાનને ગુમ કરવાની યોજના બનાવી હતી.

વિમાન ગુમ થયાના એક વર્ષ બાદ 2015માં જ્યારે તેની તપાસ ચાલી રહી હતી ત્યારે હાર્ડી ઓસ્ટ્રેલિયન ટ્રાન્સપોર્ટ સેફ્ટી બ્યુરો સાથે કામ કરી રહ્યો હતો. બ્રિટનના ધ સન સાથે વાત કરતા સિમોન હાર્ડી કહ્યું, ‘આ એક વિચિત્ર સંયોગ છે કે પ્લેનમાં છેલ્લું એન્જિનિયરિંગ કામ તે ગુમ થયા પહેલા કરવામાં આવ્યું હતું. આમાં, ક્રૂ ઓક્સિજન વધારવામાં આવ્યો હતો, જે માત્ર કોકપિટ માટે હતો અને કેબિન ક્રૂ માટે નહીં.

નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી
RCB vs CSK મેચમાં 'મિસ્ટ્રી ગર્લ'એ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ધર્મેન્દ્ર થી જાહ્નવી કપૂર સુધી, મુંબઈના મતદાન મથકો પર ચમક્યું બોલિવૂડ
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય
બિહારી અને ઈન્દોરી પૌઆમાં શું અંતર છે? સ્વાદના ચટાકાથી જ તમે જાણી શકશો
પહેલા મગર તો હવે સાપ વાળો નેકલેસ પહેરી Cannesમાં ઉતરી ઉર્વશી રૌતેલા, જુઓ-Photo

તેમણે વધુમાં કહ્યું કે છેલ્લી ક્ષણે વિમાનમાં જે એન્જિનિયરિંગ ફેરફારો કરવામાં આવ્યા હતા તેની તે સમયે જરૂર નહોતી. આ સત્તાવાર જરૂરિયાતો પૂરી કરવા માટે પૂરતી સારી ન હતી. તેમણે કહ્યું કે રિયુનિયન ટાપુ પર મળી આવેલ ફ્લેપરન નામનાવિમાનનો એક ભાગ દર્શાવે છે કે પાઈલટ ફ્લાઇટની છેલ્લી ક્ષણ સુધી સક્રિય હતો. તે કહે છે, ‘જો ફ્લૅપ્સ નીચે હોત, તો ત્યાં પ્રવાહી બળતણ હોઈ શકે, કોઈ વ્યક્તિ લિવરને ખસેડી રહ્યું હતું અને તે કોઈ જાણતું હતું કે તે શું કરી રહ્યો છે. આ બધા સમાન પરિસ્થિતિ તરફ નિર્દેશ કરે છે.

Latest News Updates

ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
કોડિનારના નવાગામમાં બે દિવસથી ખેતરમાં સિંહણે ધામા નાખતા ફફડાટ
કોડિનારના નવાગામમાં બે દિવસથી ખેતરમાં સિંહણે ધામા નાખતા ફફડાટ
g clip-path="url(#clip0_868_265)">