તોશાખાના કેસમાં Imran Khanને રાહત, જામીન પર હાઈકોર્ટમાં સુનાવણી વચ્ચે ઈમરાન ખાને ધરપકડની વ્યક્ત કરી આશંકા

|

May 12, 2023 | 1:27 PM

ઈસ્લામાબાદમાં ઈમરાન ખાનના કારણે કલમ 144 લાગુ કરવામાં આવી છે. ઈસ્લામાબાદ પોલીસે લોકોને અપીલ કરી છે કે તેઓ વિરોધ ન કરે કારણ કે તે કાયદાકીય પ્રક્રિયામાં અવરોધ ઉભો કરે છે. વિરોધ કરનાર પર કાર્યવાહી કરવામાં આવશે

તોશાખાના કેસમાં Imran Khanને રાહત, જામીન પર હાઈકોર્ટમાં સુનાવણી વચ્ચે ઈમરાન ખાને ધરપકડની વ્યક્ત કરી આશંકા
Imran khan

Follow us on

ઈસ્લામાબાદ હાઈકોર્ટે ઈમરાન ખાન(Imran Khan)ને મોટી રાહત આપી છે. હાઈકોર્ટે તોશાખાના કેસમાં નીચલી કોર્ટની કાર્યવાહી પર સ્ટે આપ્યો હતો. અલ કાદિર ટ્રસ્ટ કેસમાં ધરપકડ બાદ સુપ્રીમ કોર્ટના આદેશ પર ગઈ કાલે તેમને છોડવામાં આવ્યા હતા.

ઇમરાનની જામીનની અંગે આજે સુનાવણી

કોર્ટે તેને જામીન માટે હાઈકોર્ટમાં જવાનું કહ્યું હતું. તેમના જામીનની સુનાવણી સવારે 11.30 વાગ્યે કોર્ટમાં થવાની છે. જો કોઈ કારણસર સુનાવણી ટળશે અથવા કોર્ટ જામીન આપવાનો ઈન્કાર કરે તો તેની ફરી ધરપકડ થઈ શકે છે.
હાઈકોર્ટના આદેશ બાદ નીચલી કોર્ટમાં તોશાખાના કેસની કોઈ સુનાવણી નહીં થાય. કોર્ટે કેસની સુનાવણી પણ વિરામ મુક્યો છે. ચૂંટણી પંચે ક્રિમિનલ ટ્રાયલ માટે કોર્ટમાં અરજી કરી હતી. હવે ઈસ્લામાબાદ હાઈકોર્ટના આદેશ બાદ ઈમરાન ખાન પર કોઈ ક્રિમિનલ ટ્રાયલ નહીં થાય. ઈમરાન ખાન વિરુદ્ધ 100 થી વધુ કેસ છે. અન્ય એક કેસમાં ઈમરાન ખાન ફરી સવારે 11.30 વાગ્યે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં હાજર થશે.

ગુરુવારનો સુરજ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનના પક્ષમાં ઉગ્યો છે તેમ જણાઇ છે. સુપ્રીમ કોર્ટે અલકાદિર ટ્રસ્ટમાં તેમની અટકાયતને ગેરકાયદેસર ગણાવી અને અધિકારીઓને તેમને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે કોર્ટ પરિસરમાંથી કોઈની ધરપકડ કરી શકાશે નહીં.

Kumbh Mela Video : ગુજરાતી લોકગાયક કીર્તિદાન ગઢવીએ મહાકુંભમાં લગાવી ડૂબકી
'હું ભગવાન છું', IITian બાબાના નવા વીડિયોએ મચાવી દીધો હંગામો
કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાની આ સાદગી જોતાં રહી ગયા ફેન્સ
મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક
23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો
ભારતના બંધારણની સૌપ્રથમ પ્રતિ કઈ ભાષામાં લખાઈ હતી?

ઈમરાન ખાનની ધરપકડ પછી પાકિસ્તાનમાં હિંસાનો એવો સમય આવ્યો કે શહેરો બળીને રાખ થવાં માંડ્યા. લાહોરથી કરાચી સુધી ઈમરાનના સમર્થકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા. કેટલીક જગ્યાએ વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. અમુક જગ્યાએ લશ્કરી અધિકારીઓના ઘરોને આગ ચાંપી દેવામાં આવી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે ગુરૂવારે જ ઈમરાનને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. તેમના સમર્થકો સમગ્ર પાકિસ્તાનમાં ઉમટી પડ્યા હતા. હવે અમે તમને જણાવીએ કે આજે પાકિસ્તાનમાં શું થવાનું છે.

સુપ્રીમ કોર્ટે ઈમરાન ખાનને રાહત આપી છે. પરંતુ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ઈમરાનને ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં જવું પડશે. આવી સ્થિતિમાં ઈમરાન ખાન શુક્રવારે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં હાજર થશે, જ્યાં અલકાદિર ટ્રસ્ટ કેસની સુનાવણી કરશે.

ઈસ્લામાબાદમાં ઈમરાન ખાનના કારણે કલમ 144 લાગુ કરવામાં આવી છે. ઈસ્લામાબાદ પોલીસે લોકોને અપીલ કરી છે કે તેઓ વિરોધ ન કરે કારણ કે તે કાયદાકીય પ્રક્રિયામાં અવરોધ ઉભો કરે છે. વિરોધ કરનાર પર કાર્યવાહી કરવામાં આવશે.

પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે.  પોલીસને પણ ખબર છે કે ઇમરાનના સમર્થકો રાજધાનીમા વિરોધ કરી શકે છે. આવી સ્થિતિમાં વિવિધ સ્થળોએ સુરક્ષા જૂથ ઉભા કર્યા છે.

પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) પાર્ટીએ જાહેરાત કરી છે કે પાર્ટીના વડા ઈમરાન ખાન શુક્રવારે ઈસ્લામાબાદમાં શ્રીનગર હાઈવે પર સમર્થકોને સંબોધિત કરશે. હાઈકોર્ટ જતા પહેલા ઈમરાન પોતાના સમર્થકો સાથે વાત કરવાના છે.

પીટીઆઈએ તેના સમર્થકોને શુક્રવારે ઈસ્લામાબાદ પહોંચવા વિનંતી કરી છે. પાર્ટીએ ટ્વીટ કર્યું કે તમે તમામ પાકિસ્તાનીઓ ઈસ્લામાબાદમાં શાંતિપૂર્ણ રીતે ભેગા થાઓ.

પાકિસ્તાનમાં બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કરાચી, લાહોર અને ઈસ્લામાબાદની 60 થી વધુ સ્થાનિક અને વિદેશી ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. ઈસ્લામાબાદ આવતી-જતી 14 ફ્લાઈટ્સ અને લાહોરની 12 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે.

ઈમરાનની મુક્તિ બાદ તેનો એક ઓડિયો સામે આવ્યો છે. આ ઓડિયો ઈમરાનની ધરપકડના સમયનો છે. જેમાં તે પીટીઆઈ નેતા મુસરરત જમશેદ ચીમા સાથે વાત કરી રહ્યા છે. તેઓ તેમની ધરપકડનો જવાબ સુપ્રીમ કોર્ટમાં આપવા ઇચ્છે છે.

પાકિસ્તાનના ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહે કહ્યું છે કે ઈમરાન ખાનની ફરી ધરપકડ કરવામાં આવશે. તેણે કહ્યું કે જો તેને હાઈકોર્ટમાંથી જામીન મળશે તો અમે જામીન રદ્દ થાય તેની રાહ જોઈશું અને તેની ફરી ધરપકડ કરશું.

પાકિસ્તાનમાં હિંસા બાદ પીટીઆઈ પર પ્રતિબંધ લગાવવાની માંગ થઈ રહી છે. જોકે, માહિતી મંત્રી મરિયમ ઔરંગઝેબે કહ્યું છે કે તે કોઈપણ રાજકીય પક્ષ પર પ્રતિબંધ મૂકવાના પક્ષમાં નથી. અમે રાજકીય બદલામાં માનતા નથી.

Next Article