PM Modi France Visit : ફ્રાન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન, બંને દેશોનો 100 વર્ષનો ભાવનાત્મક સંબંધ હોવાની કરી વાત

|

Jul 14, 2023 | 12:05 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાંસ પહોંચ્યા જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. પેરિસમાં ભારતીય સમુદાય વચ્ચે સંબોધન કર્યું અને કહ્યું અહીં આવ્યો એટલે ઘર જેવું લાગ્યું. ભારત અને ફ્રાંસની મિત્રતા અતૂટ હોવાનું પણ તેમણે જણાવ્યુ

PM Modi France Visit : ફ્રાન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન, બંને દેશોનો 100 વર્ષનો ભાવનાત્મક સંબંધ હોવાની કરી વાત

Follow us on

PM Narendra Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાંસ પહોંચી ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ફ્રાંસના વડાપ્રધાન એલિઝાબેથ બોર્ને એરપોર્ટ પર પીએમ મોદીનું સ્વાગત કર્યું. એરપોર્ટ બહાર ભારતયી મૂળાના લોકો મોટા પ્રમાણમાં હાજર રહ્યા હતા. વડાપ્રધાને તમામને મળીને આભાર વ્યક્ત કર્યો. ફ્રાન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું અને કહ્યું ફ્રાન્સની આ મુલાકાત મારા માટે વિશેષ છે. ભારત અને ફ્રાંસની મિત્રતા અતૂટ છે.

પેરિસમાં લા સીન મ્યુઝિકલમાં PMએ સંબોધન કર્યું. તેમણે કહ્યું ફ્રાન્સની ફીફામાં જીતને ભારતે ઉજવી હતી. જોકે હું અહીં આવ્યો એટલે મને ઘર જેવું લાગ્યું. અહીંના દ્રશ્યો અદભૂત છે. ત્યાના લોકોને સંબોધતા કહ્યું તમને મળવાનો અવસર આપવા બદલ આભાર માનું છું. ભારતીયો દરેક જગ્યાએ મિની ઈન્ડિયા બનાવી લે છે તેવું તેને જણાવ્યુ.. જોકે ફ્રાન્સની આ મુલાકાત મારા માટે વિશેષ છે.

વિકાસની વાત કરતાં પેરિસમાં વસતા ભારતીયોને તેમણે કહ્યું ભારત તેજ ગતિથી વિકાસના રસ્તે આગળ વધે છે. 5 વર્ષોમાં ઘણાં સકારાત્મક પરિવર્તન થયા છે. તેમણે તેમની વાતને સમજાવવા ઉદાહરણ આપી કહ્યું તમે જાણો છો કે ગોલનો મતલબ શું હોય છે. હું ફૂટબોલ પ્રેમીઓના દેશમાં આવ્યો છું. ત્યારે ચોક્કસ ટીમ સ્પિરીટની ભાવનાથી લક્ષ્યો સાકાર કર્યા છે. દુનિયાએ 2030 સુધી ટીબી નાબૂદીનો લક્ષ્યાંક રાખ્યો છે. ભારત આ લક્ષ્ય 2025માં જ મેળવી લેશે તેવું PM એ જણાવ્યુ હતું.

આજનું રાશિફળ તારીખ : 28-01-2025
પોસ્ટ ઓફિસની આ સ્કીમ તમને બનાવશે લખપતિ, જાણી લો
વિનોદ કાંબલીની પત્નીએ છૂટાછેડા લેવાનો નિર્ણય કેમ બદલ્યો?
દુનિયાની સૌથી મોંઘી ચા કઈ છે ? જાણો નામ
Sun Rise First in Pakistan : પાકિસ્તાનમાં સૌપ્રથમ સૂર્ય ક્યાં ઉગે છે, જવાબ ચોંકાવી દેશે
ખૂબસૂરત મહિલા પહેલવાન બની DCP, જાણો નામ અને જુઓ તસવીર

આ પણ વાંચો  : સીએમ પુષ્કર સિંહ ધામીએ લક્સર પ્રદેશના પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી

ગોલની વાત કરતાં તેમણે કહ્યું ભારતની ગરીબી દૂર કરવીએ અમારો ગોલ છે. ભારત સ્ટાર્ટઅપની દુનિયામાં ઘણું જ આગળ છે. દેશના અનેક કૂરિવાજોને રેડ કાર્ડ આપ્યાં હોવાની પણ તેમણે વાત કરી હતી. નવા ભારતમાં થાકવાનો, થોભવાનો સવાલ જ નથી તેવું નિવેદન મોદી એ આપ્યું. ખાસ કરીને ભારત-ફ્રાન્સની મિત્રતા વિષે વાત કરતાં કહ્યું. બંને દેશોનો 100 વર્ષનો ભાવનાત્મક સંબંધ છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:58 pm, Thu, 13 July 23

Next Article