PM Modi France Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સ પહોંચ્યા, રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં વિશેષ અતિથિ તરીકે આપશે હાજરી
PM નરેન્દ્ર મોદી (Narendra Modi) ફાન્સની મુલાકાતે છે. તેઓ ગુરુવારે ફ્રાન્સની રાજધાની પેરિસ પહોંચ્યા હતા. પીએમ મોદી આ મુલાકાત દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન (Emmanuel Macron) સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે.
PM Modi in France: હાલમાં પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) ફાન્સની મુલાકાતે છે. તેઓ ગુરુવારે ફ્રાન્સની રાજધાની પેરિસ પહોંચ્યા હતા. પીએમ મોદી આ મુલાકાત દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન (Emmanuel Macron) સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે. તેઓ ફ્રાન્સના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં વિશેષ અતિથિ તરીકે હાજરી આપશે.
ફાન્સની યાત્રા પહેલા વડાપ્રધાન મોદીએ કહ્યુ હતું કે, તેમની મુલાકાત દ્વિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારીને નવી ગતિ આપશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન સાથે પીએમ મોદીની વાતચીત દ્વિપક્ષીય સંરક્ષણ સંબંધોના વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કરે તેવી અપેક્ષા છે. ફ્રાન્સ જતા પહેલા પીએમ મોદીએ કહ્યું કે, હું રાષ્ટ્રપતિ મેક્રોનને મળવા અને આગામી 25 વર્ષમાં લાંબા ગાળાની અને સમય-પરીક્ષણની ભાગીદારીને આગળ વધારવા માટે વ્યાપક ચર્ચા કરવા આતુર છું.
#WATCH | PM Narendra Modi arrives in Paris, France; received by French PM Élisabeth Borne
PM Modi has been invited as the Guest of Honour at the Bastille Day Parade at the invitation of French President Emmanuel Macron. pic.twitter.com/mPY3qAm6vo
— ANI (@ANI) July 13, 2023
PM નરેન્દ્ર મોદી 15મી જુલાઈના રોજ અબુ ધાબી જશે
PM નરેન્દ્ર મોદી 15 જુલાઈએ ફ્રાન્સનો પ્રવાસ પૂર્ણ કરી ત્યાથી અબુ ધાબી જવા માટે રવાના થશે. વડાપ્રધાને કહ્યું હતું કે, તેઓ 15મી જુલાઈના રોજ અબુ ધાબી, UAEની સરકારી મુલાકાતે જઈશ. હું મારા મિત્ર શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનને મળવા આતુર છું.
આ પણ વાંચો : PM Modi in France: ‘ભારત-ફ્રાન્સના સંબંધો ટર્નિંગ પોઈન્ટ પર’, પ્રવાસ પહેલા PM મોદીનો મોટો ઈન્ટરવ્યુ
પીએમ મોદીએ કહ્યું કે ગયા વર્ષે રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અને હું અમે બંને દેશો વચ્ચે ભાવિ ભાગીદારી માટે રોડમેપ તૈયાર કરવા સંમત થયા હતા. હું તેમની સાથે ચર્ચા કરવા આતુર છું કે આપણે સંબંધોને કેવી રીતે વધુ મજબૂત બનાવી શકીએ.
કાર્યક્રમમાં ભારતીય સેનાની ત્રણેય પાંખની ટુકડી ભાગ લેશે
વડાપ્રધાન મોદીની ફ્રાન્સ મુલાકાત વિશે વાત કરીએ તો, તેઓ 14 જુલાઈએ અહીં બૈસ્ટિલ દિવસ સમારોહમાં ખાસ અતિથિ હશે. આ કાર્યક્રમમાં ભારતીય સેનાની ત્રણેય પાંખની ટુકડી પણ ભાગ લઈ રહી છે. મુલાકાત દરમિયાન ફ્રાન્સ સાથે વ્યૂહાત્મક, વૈજ્ઞાનિક, શૈક્ષણિક અને આર્થિક જેવા ક્ષેત્રોમાં ભાવિ સહયોગ માટે પણ ચર્ચા થશે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો