AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

25 મિનિટમાં 9 આતંકવાદી કેમ્પનો નાશ થતા, દુનિયાની સામે રડવા લાગી પાકિસ્તાની એન્કર જુઓ વીડિયો

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાનમાં સ્થિત આતંકી ઠેકાણાને નાશ કર્યા છે. ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં 9 આતંકી અડ્ડાને નિશાને બનાવી એર સ્ટ્રાઈક કરી હતી. આ એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાન ચિંતામાં છે. આ વચ્ચે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.જેમાં પાકિસ્તાન એન્કર રડતી જોવા મળી છે.

25 મિનિટમાં 9 આતંકવાદી કેમ્પનો નાશ થતા, દુનિયાની સામે રડવા લાગી પાકિસ્તાની એન્કર જુઓ વીડિયો
| Updated on: May 07, 2025 | 11:59 AM
Share

આતંકવાદીઓએ પહેલગામમાં પ્રવાસીઓને નિશાન બનાવ્યા અને 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો હતો અને યુદ્ધની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી હતી. હવે ભારતે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કરીને લીધો છે. એક બાજુ 2 મહિલા ઓફિસર કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહના ઓપરેશન સિંદૂરને લઈ વખાણ થઈ રહ્યા છે. ત્યારે બીજી બાજુ પાકિસ્તાનમાં ભયનો માહોલ ફેલાયો છે.

હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પાકિસ્તાની એન્કર રડતી જોવા મળી રહી છે.એવું પણ કહેતી જોવા મળી રહી છે કે, એને કહેજો અલ્લાહ પાસે અમારી ફરિયાદ ન કરે. આ વીડિયોની ટીવી 9 ગુજરાતી કોઈ પુષ્ટિ કરતું નથી.

ભારતે પહેલગામ હુમલાનો બદલો લીધો છે. પાક અધિકૃત વિસ્તારોમાં આતંકી ઠેકાણા પર એર સ્ટ્રાઈકથી ભારતે સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે, હુમલાનો જડબાતોડ જવાબ મળશે. આજે ઓપરેશન સિંદૂરની સફળતા બાદ પ્રેસ બ્રીફિંગમાં આખી ઘટના જણાવી હતી. જેમાં 2 મહિલા સૈન્ય અધિકારી કર્નલ સોફિયા કુરૈશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે મહત્વની ભૂમિકા નિભાવી હતી. આ બંન્ને મહિલાએ પ્રેસ બ્રીફિંગમાં સમગ્ર સિંદૂર ઓપરેશન વિશે વિસ્તારથી વાત કરી હતી.

કર્નલ સોફિયા કુરેશીનું ગુજરાત સાથે છે કનેક્શન

કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે પ્રેસ બ્રીફિંગમાં એરસ્ટ્રાઇક વિશે માહિતી આપી. ભારતીય સેનાની પ્રેસ બ્રીફિંગમાં કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું હતું કે, “નિર્દોષ પ્રવાસીઓ અને તેમના પરિવારોને ન્યાય અપાવવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું હતું.વડોદરાની રહેવાસી લેફ્ટનન્ટ કર્નલ કુરેશી પાસે બાયોકેમિસ્ટ્રીમાં અનુસ્નાતક ડિગ્રી છે.સોફિયા કુરેશીએ મેજર તાજુદ્દીન કુરેશી સાથે લગ્ન કર્યા, જેઓ આર્મીના મિકેનાઇઝ્ડ ઇન્ફન્ટ્રીમાં ફરજ બજાવતા હતા. બંનેને નવ વર્ષનો દીકરો પણ છે.તમને જણાવી દઈએ કે, સોફિયાના દાદાનું પણ આર્મી કનેક્શન રહી ચૂક્યું છે.

7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક વિશે વધારે માહિતી માટે આ પેજને ફોલો કરતા રહો. અહીં ક્લિક કરો.

Follow Us
મંત્રી પ્રફુલ પાનસેરિયા લાલઘૂમ: અધિકારીઓનો આકરો ઉધડો લીધો
મંત્રી પ્રફુલ પાનસેરિયા લાલઘૂમ: અધિકારીઓનો આકરો ઉધડો લીધો
રાજ્યમાં 8-9 જૂને ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં 8-9 જૂને ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
'AAP' ની પોલ ખૂલી! કેન્દ્રીય નેતાને ડરાવવા IBના નામે 'મોટો ખેલ' કર્યો
'AAP' ની પોલ ખૂલી! કેન્દ્રીય નેતાને ડરાવવા IBના નામે 'મોટો ખેલ' કર્યો
જામનગરમાં જીવલેણ દુર્ઘટના થતાં-થતાં રહી ગઈ- જુઓ ટાવર પડવાના CCTV
જામનગરમાં જીવલેણ દુર્ઘટના થતાં-થતાં રહી ગઈ- જુઓ ટાવર પડવાના CCTV
'બોર' ફેલ થતાં 3000 ની વસ્તી અને પશુધનની હાલત કફોડી - જુઓ Video
'બોર' ફેલ થતાં 3000 ની વસ્તી અને પશુધનની હાલત કફોડી - જુઓ Video
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
g clip-path="url(#clip0_868_265)">