AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : પાકિસ્તાનમાં તખ્તાપલટ ! સરકારનો સેના પર નથી રહ્યો કાબૂ, જાણો ક્યારે ક્યારે પાકિસ્તાનમાં બની છે આવી ઘટના

ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધવિરામના માત્ર ત્રણ કલાક બાદ જ પાકિસ્તાને ફરી એકવાર ઉલ્લંઘન કર્યું છે. જમ્મુ અને કાશ્મીરમાં વિસ્ફોટોના અવાજો સંભળાયા છે. આ ઘટના બાદ પાકિસ્તાનમાં સેના દ્વારા તખ્તાપલટની શક્યતાઓની ચર્ચા શરૂ થઈ છે. જાણો અત્યાર સુધી ક્યારે ક્યારે અને કેવી સ્થિતિમાં થયું છે તખ્તાપલટ

Breaking News : પાકિસ્તાનમાં તખ્તાપલટ ! સરકારનો સેના પર નથી રહ્યો કાબૂ, જાણો ક્યારે ક્યારે પાકિસ્તાનમાં બની છે આવી ઘટના
Image Credit source: ChatGPT
| Updated on: May 10, 2025 | 10:11 PM
Share

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત થયાને 3 કલાક પણ થયા નથી કે પાકિસ્તાને ફરી એકવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને પોતાનો અસલી સ્વભાવ બતાવી દીધો છે. જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરમાં વિસ્ફોટોના અવાજો સંભળાઈ રહ્યા છે. ઉધમપુરમાં બ્લેકઆઉટ વચ્ચે ભારતીય વાયુ સંરક્ષણ દળોએ પાકિસ્તાની ડ્રોનને અટકાવ્યું. વિસ્ફોટોના અવાજ સંભળાય છે.

ત્યારે હવે એવા સમાચાર આવી રહ્યા છે કે, પાકિસ્તાન આર્મીએ સરકારથી ઉપરવટ જઈને સીઝ ફાયર નું ઉલ્લંઘન કર્યું છે. જોકે હવે એક્સપર્ટ એવું કહી રહ્યા છે કે આવી સ્થિતિ જ્યારે જ્યારે થાય ત્યારે તખ્તા પલટ થાય છે.

પાકિસ્તાનમાં અત્યાર સુધી ત્રણ મોટા સૈન્ય તખ્તાપલટ થયાં છે, જેમાં દેશની લોકશાહી સરકારોને હટાવીને સેના દ્વારા સત્તા કબ્જે કરવામાં આવી છે.

  • પહેલું તખ્તાપલટ 27 ઓક્ટોબર 1958ના રોજ થયું હતું. તે સમયે ફરોઝ ખાન નૂન પાકિસ્તાનના પ્રધાનમંત્રી હતા. સેના પ્રમુખ જનરલ મોહમ્મદ અયૂબ ખાને તખ્તાપલટ કરીને રાષ્ટ્રપતિ ઇસ્કંદર મિર્ઝાને હટાવી દીધા અને પોતે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બની ગયા. આ તખ્તાપલટ બાદ પાકિસ્તાનમાં પ્રથમ વખત માર્શલ લો લાગુ કરવામાં આવ્યો.
  • બીજું તખ્તાપલટ 5 જુલાઈ 1977ના રોજ થયું હતું. એ સમયે જુલ્ફિકાર અલી ભુટ્ટો પાકિસ્તાનના પ્રધાનમંત્રી હતા. જનરલ મોહમ્મદ ઝિયા-ઉલ-હકે તખ્તાપલટ કરીને લોકશાહી સરકારને નિલંબિત કરી હતી અને 1978માં પોતાને રાષ્ટ્રપતિ જાહેર કર્યા હતા. બાદમાં જુલ્ફિકાર ભુટ્ટાને 1980માં ફાંસી આપવામાં આવી હતી.
  • ત્રીજું તખ્તાપલટ 12 ઓક્ટોબર 1999ના રોજ થયું હતું, જ્યારે નવાઝ શરીફ પ્રધાનમંત્રી હતા. જનરલ પરવેઝ મુશર્રફે તખ્તાપલટ કરીને નવાઝ શરીફને બરતરફ કર્યા હતા અને પહેલા પોતાને ચીફ એક્ઝિક્યુટિવ જાહેર કર્યા હતા અને ત્યારબાદ રાષ્ટ્રપતિ તરીકે પણ સત્તા સંભાળી હતી.

કારગિલ યુદ્ધ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેથી જુલાઈ 1999 દરમિયાન થયેલું એક સશસ્ત્ર સંઘર્ષ હતું. મે 1999માં પાકિસ્તાની ઘુસણખોરીની પુષ્ટિ થયા બાદ યુદ્ધ શરૂ થયું અને 26 જુલાઈ 1999ના રોજ ભારતની વિજય સાથે યુદ્ધ સમાપ્ત થયું. આ તારીખને ‘કારગિલ વિજય દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે, જે ભારતીય સૈન્યની બહાદુરી અને દેશપ્રેમનું પ્રતિક માનવામાં આવે છે.

હાલમાં જે પરિસ્થિતિ છે જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 86 કલાક ચાલેલા યુદ્ધનો શનિવારે સાંજે 5 વાગ્યે અંત આવ્યો. જ્યારે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ પર સંમતિ થઈ હતી. પરંતુ આના માત્ર 3 કલાક પછી, પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું. જમ્મુ અને કાશ્મીરમાં સરહદ પારથી પાકિસ્તાનની ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓ ફરી એકવાર તીવ્ર બની છે. શનિવારે રાત્રે, પાકિસ્તાને ઘણા વિસ્તારોમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું અને ભારે ગોળીબાર કર્યો, જ્યારે કાશ્મીરના બારામુલા જિલ્લામાં એક શંકાસ્પદ ડ્રોનને કારણે વિસ્ફોટ થયો.

હવે એવા અહેવાલો આવી રહ્યા છે કે પાકિસ્તાન સેના સરકારની વાત નથી માની રહી. જોકે આવી સ્થિતિમાં હવે તખ્તાપલટને લઈ ચર્ચાએ જોર પકડયું છે.

ઓપરેશન સિંદુર તેમજ ભારત પાકિસ્તાન ને લગતા અન્ય સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો 

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">