AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan : પીટીઆઈના સોશિયલ મીડિયા હેડની પોલીસે ધરપકડ કરી, ઈમરાન ખાન ગુસ્સે ભરાયા, કહ્યું હવે બહુ થયું બસ

પાકિસ્તાનમાં ઈમરાન ખાનની મુશ્કેલીઓ ઓછી થતી જણાતી નથી. પોલીસે હવે ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના સોશિયલ મીડિયા હેડની ધરપકડ કરી છે. જેના પર ઇમરાન ખાનની આકરી પ્રતિક્રિયા સામે આવી છે.

Pakistan : પીટીઆઈના સોશિયલ મીડિયા હેડની પોલીસે ધરપકડ કરી, ઈમરાન ખાન ગુસ્સે ભરાયા, કહ્યું હવે બહુ થયું બસ
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2023 | 6:10 PM
Share

ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના સોશિયલ મીડિયા હેડની ધરપકડ કરવામાં આવી છે. પીટીઆઈના સોશિયલ મીડિયા હેડ અઝહર મશવાનીની પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર વિરુદ્ધ એજન્ડા ચલાવવા બદલ ધરપકડ કરવામાં આવી છે. મશવાનીની ધરપકડ પર ઈમરાન ખાનની આકરી પ્રતિક્રિયા સામે આવી છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

એક ટ્વિટમાં ઈમરાન ખાને દાવો કર્યો છે કે પંજાબ, લાહોર અને અન્ય પ્રાંતમાંથી પોલીસે 740 કાર્યકરોની ધરપકડ કરી છે. તેમાં ઘણા ગરીબો છે. દૈનિક વેતન માટે મજૂરી કરે છે. આ ધરપકડ પર નિશાન સાધતા ઈમરાન ખાને કહ્યું કે આ લોકોનું પવિત્ર રમઝાન મહિનામાં પણ કોઈ સન્માન નથી.

અઝહર મશવાનીની ધરપકડ પર ઈમરાન ખાને કહ્યું કે પોલીસ તેને ઉપાડ્યા પછી ક્યાં લઈ ગઈ તેની કોઈ માહિતી નથી. ઈમરાન ખાને કહ્યું કે દેશમાં સ્થિતિ એવી થઈ ગઈ છે કે જામીન પર બહાર આવેલા હસન નિયાઝીને પોલીસે ઝડપી લીધો અને તેની સામે બોગસ કેસ કર્યો.

ધરપકડ પર ઈમરાન ખાને શું કહ્યું?

પૂર્વ પાકિસ્તાની પીએમ ઇમરાન ખાને દાવો કર્યો હતો કે તેમની પાસે પંજાબ અને ઈસ્લામાબાદના આઈજી અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ તમામ અધિકારીઓના ફોટા છે. ઈમરાન ખાને કહ્યું, હવે બહુ થયું. પોલીસ પીટીઆઈ કાર્યકર્તાઓને નિશાન બનાવીને કાયદાનું ઉલ્લંઘન કરી રહી છે. 18 માર્ચે પોલીસે સેનેટર શિબલી ફરાજ અને ઉમર સુલતાન સાથે મારપીટ કરી હતી.

વાસ્તવમાં, પાકિસ્તાનની ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (FIA)એ ગુપ્તચર એજન્સીઓ અને પોલીસ સાથે મળીને દેશવ્યાપી દરોડા અભિયાન શરૂ કર્યું છે. જે અંતર્ગત ખાસ કરીને પીટીઆઈ સાથે જોડાયેલા સોશિયલ મીડિયા વર્કર્સ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં પોલીસ વધુ લોકોની ધરપકડ પણ કરી શકે છે.

સરકાર વિરુદ્ધ ટ્વીટ કર્યું

ધરપકડ પહેલા મશવાનીએ સોશિયલ મીડિયા પર પાકિસ્તાનની વર્તમાન શરીફ સરકાર પર નિશાન સાધ્યું હતું. મશવાનીએ કહ્યું હતું કે પાકિસ્તાનની વર્તમાન સરકાર જનરલ મુશર્રફના માર્શલ લો કરતા પણ ખરાબ કરી રહી છે. આ ટ્વીટ બાદ જ તેની સામે કાર્યવાહી શરૂ થઈ ગઈ છે.

g clip-path="url(#clip0_868_265)">