AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan News: તુર્કીના રાષ્ટ્રપતિના નિવેદનથી પાકિસ્તાન પરેશાન, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા પર પાકને આપ્યો હતો સાથ

વડાપ્રધાન મોદીએ આ બેઠકની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ પછી એર્દોગને જે કહ્યું તે પાકિસ્તાન અને ચીન બંને માટે આંચકાથી ઓછું નથી. તેમણે કહ્યું કે, ભારત જેવો દેશ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં હશે તો અમને ગર્વ થશે. કારણ કે આ મોટું નિવેદન એવા વ્યક્તિ તરફથી આવ્યું છે જેની વિચારસરણીને ભારત વિરોધી માનવામાં આવે છે, જેણે કલમ 370 હટાવવાનો ખુલ્લો વિરોધ કર્યો હતો.

Pakistan News: તુર્કીના રાષ્ટ્રપતિના નિવેદનથી પાકિસ્તાન પરેશાન, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા પર પાકને આપ્યો હતો સાથ
Recep Tayyip Erdogan- PM Modi
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2023 | 1:23 PM
Share

દિલ્હીમાં જી-20 સમિટ (G20 Summit) દરમિયાન તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોઆનના નિવેદનથી પાકિસ્તાન (Pakistan) પરેશાન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા પછી જ એર્દોગનનું ભારત પ્રત્યેનું હૃદય પરિવર્તન આવ્યું હતું. રવિવારે બંને વચ્ચે લાંબી વાતચીત થઈ હતી, જેમાં વેપાર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા પર ચર્ચા થઈ હતી. આ બેઠક G-20 કોન્ફરન્સથી અલગ હતી.

પાકિસ્તાન અને ચીન માટે મોટો ઝટકો

વડાપ્રધાન મોદીએ આ બેઠકની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ પછી એર્દોગને જે કહ્યું તે પાકિસ્તાન અને ચીન બંને માટે આંચકાથી ઓછું નથી. તેમણે કહ્યું કે, ભારત જેવો દેશ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં હશે તો અમને ગર્વ થશે. કારણ કે આ મોટું નિવેદન એવા વ્યક્તિ તરફથી આવ્યું છે જેની વિચારસરણીને ભારત વિરોધી માનવામાં આવે છે, જે પાકિસ્તાન સાથે મળીને કાશ્મીરમાં ના પાક એજન્ડા ચલાવે છે, જેણે કલમ 370 હટાવવાનો ખુલ્લો વિરોધ કર્યો હતો.

ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં હોય તો અમને ગર્વ થશે

એર્દોઆનને અચાનક શું થયું કે તેમણે યુએનએસસીમાં ભારતના કાયમી સભ્યપદની હિમાયત શરૂ કરી. એર્દોગાને કહ્યું કે, જો ભારત જેવો દેશ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં હોય તો અમને ગર્વ થશે, પરંતુ હવે તમે કહો છો તેમ, વિશ્વ 5 કરતાં મોટું છે અને જ્યારે આપણે કહીએ છીએ કે વિશ્વ પાંચ કરતાં મોટું છે, ત્યારે અમારો મતલબ માત્ર અમેરિકા છે. બ્રિટન, ફ્રાન્સ, ચીન અને રશિયા વિશે નહીં. મારો મતલબ એ 5 દેશો છે કે જે આપણે નથી જાણતા કે સંયુક્ત રાષ્ટ્રમાં સુરક્ષા પરિષદમાં આ માત્ર 5 દેશો કેવી રીતે છે.

એવું શું થયું કે તેનું હૃદય પરિવર્તન થયું

તુર્કીના રાષ્ટ્રપતિનું આ નિવેદન ભારત માટે નહીં પરંતુ પાકિસ્તાન અને ચીન માટે ચોંકાવનારું છે. વર્ષ 2019માં જ્યારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવી ત્યારે એર્દોગાને પાકિસ્તાન એસેમ્બલીમાં કહ્યું હતું કે, આ સમયે કાશ્મીર અમારા માટે પણ એવું જ છે જે તમારા માટે હતું. પાકિસ્તાનનું દુઃખ એ અમારૂ દુઃખ છે. પાકિસ્તાનની ખુશી એ અમારી ખુશી છે અને તેની સફળતા એ અમારી સફળતા છે.

આ પણ વાંચો : Pakistan: G20ની સફળતા જોઈને પાકિસ્તાનીઓ થયા ખુશ, કહ્યું- ભારતે સાબિત કરી દીધું

ભૂકંપમાં તુર્કીની મદદ કરી

તુર્કીમાં વિનાશક ભૂકંપ આવ્યો ત્યારે ભારતે મદદનો હાથ લંબાવ્યો હતો. મદદના નામે પાકિસ્તાને એ જ બચેલી રાહત સામગ્રી તુર્કીને મોકલી જે એર્દોગાન સરકારે 2022માં પાકિસ્તાનના પૂર પીડિતો માટે મોકલી હતી.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">