AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાન : ઈમરાન ખાન પાર્ટી અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડશે નહીં, જાણો કોણ બનશે PTIના નવા બોસ

ઈમરાન ખાને કાયદાકીય મામલાઓને કારણે પાર્ટીના અધ્યક્ષ પદ છોડવાનો નિર્ણય લીધો છે. ઈમરાન ખાન છેલ્લા ઘણા સમયથી રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ છે. શેર અફઝલ મારવતની જાહેરાત બાદ પાર્ટીમાં મૂંઝવણ હતી જ્યારે પીટીઆઈએ દાવો કર્યો હતો કે ઈમરાન ખાનની તેમના પદ પરથી હટવાની કોઈ યોજના નથી.

પાકિસ્તાન : ઈમરાન ખાન પાર્ટી અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડશે નહીં, જાણો કોણ બનશે PTIના નવા બોસ
Imran Khan
| Updated on: Nov 29, 2023 | 8:04 PM
Share

પાકિસ્તાનમાં આગામી ફેબ્રુઆરી 2024 માં યોજાનારી સામાન્ય ચૂંટણી પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ એટલે કે, PTI ના વરિષ્ઠ ઉપાધ્યક્ષ શેર અફઝલ મારવતે સ્પષ્ટ કર્યું છે કે, બેરિસ્ટર ગૌહર ખાન પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના પ્રમુખ પદના દાવેદાર હશે. તમને જણાવી દઈએ કે ઈમરાન ખાને પોતાની પાર્ટી પીટીઆઈના નેતૃત્વ માટે બેરિસ્ટર ગૌહરને પોતાના ઉત્તરાધીકારી તરીકે પસંદ કર્યા છે.

20 દિવસમાં ચૂંટણી કરાવવી પડશે

પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરી, 2024 ના રોજ સામાન્ય ચૂંટણી યોજાવાની છે. પાકિસ્તાનના ચૂંટણી પંચે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીને કહ્યું હતું કે, જો પીટીઆઈ પોતાનું ચૂંટણી ચિન્હ ચાલુ રાખવા માંગે છે તો તેઓએ 20 દિવસની સમય મર્યાદામાં પાર્ટીની અંદર ચૂંટણી કરાવવી પડશે.

ઈમરાન ખાન રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ

પીટીઆઈના વરિષ્ઠ ઉપાધ્યક્ષ શેર અફઝલ મારવતે ગઈકાલે એટલે કે મંગળવારે કહ્યું હતું કે, બેરિસ્ટર ગૌહર ખાન પીટીઆઈ પ્રમુખ પદના ઉમેદવાર હશે. તમને જણાવી દઈએ કે ઈમરાન ખાને કાયદાકીય મામલાઓને કારણે પાર્ટીના અધ્યક્ષ પદ છોડવાનો નિર્ણય લીધો છે. ઈમરાન ખાન છેલ્લા ઘણા સમયથી રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ છે.

શેર અફઝલ મારવતની જાહેરાત બાદ પાર્ટીમાં મૂંઝવણ હતી જ્યારે પીટીઆઈએ દાવો કર્યો હતો કે ઈમરાન ખાનની તેમના પદ પરથી હટવાની કોઈ યોજના નથી. પીટીઆઈ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જાહેર કરવામાં આવેલા નિવેદનમાં, તેઓએ પાર્ટીના નવા અધ્યક્ષની ચૂંટણી અંગેની અટકળોને રદિયો આપ્યો છે.

જાણો કોણ છે બેરિસ્ટર ગૌહર ખાન

બેરિસ્ટર ગૌહર ખાન ખૈબર પખ્તુનખ્વાના બુનેર જિલ્લાના રહેવાસી છે અને પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના વકીલ છે. તેમણે યુનીવર્સીટી ઓફ વોલ્વર હેમ્પટન, યુકેમાંથી કાયદાનો અભ્યાસ કર્યો છે. આ ઉપરાંત વોશિંગ્ટન સ્કૂલ ઓફ લો, યુએસએમાંથી એલએલએમની ડીગ્રી મેળવી છે. પીટીઆઈમાં જોડાતા પહેલા તે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી સાથે જોડાયેલા હતા.

આ પણ વાંચો : પાકિસ્તાન: ઈમરાન ખાન ઘણા કેસમાં દોષિત હોવાથી જેલમાં છે, ચૂંટણી પંચે ઈમરાનની પાર્ટીના પત્રનો આપ્યો જવાબ

બેરિસ્ટર ગૌહર અલી ખાને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીની ટિકિટ પર તેમના વતન જિલ્લા બુનેર NA-28 માંથી 2008ની સામાન્ય ચૂંટણી લડી હતી. જો કે, તેઓ તે ચૂંટણી લગભગ 2000 મતોથી હારી ગયા અને ત્રીજા સ્થાને રહ્યા હતા.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">