AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાન: ઈમરાન ખાન ઘણા કેસમાં દોષિત હોવાથી જેલમાં છે, ચૂંટણી પંચે ઈમરાનની પાર્ટીના પત્રનો આપ્યો જવાબ

ચૂંટણી પંચ દ્વારા 8 ફેબ્રુઆરીએ દેશમાં સામાન્ય ચૂંટણીઓ પહેલા ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ એટલે કે PTI ની 24 પોઈન્ટ ડિમાન્ડ મેનિફેસ્ટોમાં કરેલી ટિપ્પણીના જવાબમાં આ નિવેદન આપ્યું છે. પીટીઆઈના જનરલ સેક્રેટરી ઓમર અયુબ ખાને 6 નવેમ્બરે ચૂંટણી પંચને મોકલાવેલા પત્રમાં ઈમરાનને કારણ વગર ધરપકડ કરાયેલા કેદી તરીકે ગણાવ્યા હતા.

પાકિસ્તાન: ઈમરાન ખાન ઘણા કેસમાં દોષિત હોવાથી જેલમાં છે, ચૂંટણી પંચે ઈમરાનની પાર્ટીના પત્રનો આપ્યો જવાબ
Imran Khan
| Updated on: Nov 28, 2023 | 4:19 PM
Share

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ પર ચૂંટણી પંચે કહ્યું છે કે, ઈમરાન કોઈ કારણ વિના કેદી નથી, પરંતુ તે જેલમાં એટલા માટે છે કારણ કે તે જુદા-જુદા કેસમાં આરોપી છે. ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઈમરાન ખાન 26 સપ્ટેમ્બરથી અલગ-અલગ કેસને લઈ જેલમાં કેદ છે અને રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ છે.

PTI એ ચૂંટણી પંચને લખ્યો પત્ર

પાકિસ્તાનના ચૂંટણી પંચ દ્વારા 8 ફેબ્રુઆરીએ દેશમાં સામાન્ય ચૂંટણીઓ પહેલા ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ એટલે કે PTI ની 24 પોઈન્ટ ડિમાન્ડ મેનિફેસ્ટોમાં કરેલી ટિપ્પણીના જવાબમાં આ નિવેદન આપ્યું છે. પીટીઆઈને તેના જનરલ સેક્રેટરી ઓમર અયુબ ખાને 6 નવેમ્બરે ચૂંટણી પંચને મોકલાવેલા પત્રમાં ઈમરાનને કારણ વગર ધરપકડ કરાયેલા કેદી તરીકે ગણાવ્યા હતા.

ઈમરાન ખાન ઘણા મામલામાં છે આરોપી

પાર્ટી દ્વારા લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, પાર્ટીને એક રાજકીય એકમ તરીકે હેરાન કરવામાં આવી રહી છે. ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન અખબારે અહેવાલ આપ્યો કે, ચૂંટણી પંચે આરોપને નકારી કાઢ્યા છે અને કહ્યું કે કથિત ઉત્પીડનમાં તેની કોઈ ભૂમિકા નથી. ECP એ 22 નવેમ્બરના રોજ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ઈમરાન ખાન સાઇફર કેસ સહિત જુદા-જુદા કેસમાં જેલમાં છે.

આ પણ વાંચો : ઈમરાન ખાને છેતરપિંડીથી લગ્ન કર્યા હતા? બુશરા બીબીના પૂર્વ પતિએ લગાવ્યો આરોપ, કોર્ટમાં કરી અરજી

ચૂંટણી પંચે પીટીઆઈના દાવાના જવાબમાં ‘નો-રોલ’ નિવેદનનો પુનરોચ્ચાર કર્યો હતો કે તેના નેતાઓને પાર્ટી સામે ઈન્ટરવ્યુ અને નિવેદનો આપવા અને તેનાથી દૂર જવાની ફરજ પાડવામાં આવી હતી. ચૂંટણી મોનિટરિંગ ઓથોરિટીએ સ્પષ્ટતા કરી હતી કે તે કોઈપણ રાજકીય નેતાને કોઈપણ પક્ષમાં જોડાવા કે પાર્ટીને છોડતા રોકી શકે નહીં.

ફેબ્રુઆરી 2024માં યોજાશે ચૂંટણી

ECP એ કહ્યું હતું કે, તેમણે પહેલાથી જ રખેવાળ સરકારને બધાને સમાન અવસર આપવા માટે સૂચનાઓ જાહેર કરી છે. પીટીઆઈએ અહેવાલ આપ્યો હતો કે, બંધારણીય રીતે નિર્ધારિત 90 દિવસના સમયગાળામાં સામાન્ય ચૂંટણીઓ યોજવામાં આવી નથી, ત્યારે ચૂંટણી પંચે કહ્યું કે, આ મુદ્દા પર સુપ્રીમ કોર્ટ દ્વારા વિચારણા કરવામાં આવી છે. તેઓએ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર, રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરીને ચૂંટણીની તારીખ 8 ફેબ્રુઆરી, 2024 નક્કી કરી છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">