AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ભારતની એર ડિફેન્સ સિસ્ટમ સામે પાકિસ્તાન ઘૂંટણિયે પડ્યું

પહેલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતની જવાબી કાર્યવાહીથી આજે આખી દુનિયા પરિચિત છે.ભારતે આતંકવાદ વિરુદ્ધ લડાઈમાં પોતાની તાકાત દેખાડી છે. ભારતે દુનિયાને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, તે પોતાની દેશી રક્ષા માટે જડબાતોડ જવાબ આપી શકે છે.

Breaking News :  ભારતની એર ડિફેન્સ સિસ્ટમ સામે પાકિસ્તાન ઘૂંટણિયે પડ્યું
| Updated on: May 11, 2025 | 6:41 AM
Share

ભારત અને પાકિસ્તાન શનિવારે સતત ત્રણ દિવસથી ચાલી રહેલી લડાઈ બંધ કરવા સંમત થયા. બંને દેશોએ આંતરરાષ્ટ્રીય સરહદ અને LoC પર યુદ્ધવિરામની જાહેરાત કરી હતી પરંતુ ભારતનું કહેવું છે કે, સરહદ પર ઉકસાવે તો તેને સ્પષ્ટ સંદેશ આપવા તે તૈયાર છે. ભારતીય સેનાએ આના માટે જવાબી કાર્યવાહી કરવાની પણ છુટ આપી છે. તેમજ પહેલગામમાં આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન ઉપર જવાબી કાર્યવાહી કરી દુનિયાને એક ચોખ્ખો સંદેશ આપ્યો છે.

ભારતીય વાયુસેનાની એર ડિફેન્સ સિસ્ટમ ખૂબ જ મજબૂત

ભારતે પાકિસ્તાન સામેની જવાબી કાર્યવાહી દ્વારા બતાવ્યું છે કે તે તેના દેશ સામેની કોઈપણ આતંકવાદી પ્રવૃત્તિનો સામનો કરવા માટે પૂરતું સક્ષમ છે. ભારતીય વાયુસેનાની એર ડિફેન્સ સિસ્ટમ ખૂબ જ મજબૂત છે અને દુશ્મનોના દરેક હુમલાનો જવાબ આપવા સક્ષમ છે. આજે ભારતની તાકાત દુનિયા સમક્ષ સ્પષ્ટ દેખાઈ રહી છે કે તે પોતાના મજબૂત લશ્કરી સાધનોનો ઉપયોગ કરીને પોતાના દુશ્મનોને કેવી રીતે યોગ્ય જવાબ આપી શકે છે.

એર ડિફેન્સ સિસ્ટમે પાકિસ્તાનને ઘૂંટણિયે પાડી દીધું

ભારતે હાલના વર્ષોમાં ડિફેન્સ બજેટમાં મોટો ખર્ચ કર્યો છે. આ કારણ છે કે, ભારત પહેલગામમાં આતંકી હુમલા બાદ પાકિસ્તાન પર જવાબી કાર્યવાહી કરી તેને ઘૂંટણિયે પાડી દીધું છે. ભારતની એર ડિફેન્સ સિસ્ટમ, સ્વદેશી આકાશ મિસાઈલ, બરાક 8 MRSAM, એન્ટ્રી ડ્રોન ટેકનોલોજી અને Harop ડ્રોને પાકિસ્તાનની સાથે લડાઈમાં એક મહત્વનો રોલ નિભાવ્યો છે. ભારતે આજે પોતાની સંરક્ષણ પ્રણાલીઓ દ્વારા દુનિયાને પોતાની તાકાત બતાવી છે.

સતત ત્રણ દિવસ સુધી ચાલેલા સંઘર્ષમાં, પાકિસ્તાને સેંકડો ડ્રોન વડે ભારતની સંરક્ષણ પ્રણાલીઓને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો. તેણે મધ્યમથી લાંબા અંતરની મિસાઇલો વડે ભારતની હવાઈ સંરક્ષણ પ્રણાલીમાં પ્રવેશવાનો પણ પ્રયાસ કર્યો, પરંતુ તેના બધા નાપાક પ્રયાસો નિષ્ફળ સાબિત થયા છે અને પાકિસ્તાનને ઘૂંટણિયે પડવામાં મજબુર કર્યું છે.

આ યુદ્ધ દરમિયાન ભારતે તેના તમામ અદ્યતન અને સ્વદેશી લશ્કરી સાધનોનું સફળતાપૂર્વક પરીક્ષણ પણ કર્યું. ભારતની તાકાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આજે તેની પાસે વિશ્વના શ્રેષ્ઠ ફાઇટર પ્લેન છે. પાકિસ્તાનની હવાઈ સંરક્ષણ પ્રણાલી સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ.ભારતના અદ્યતન લડાકુ વિમાનોએ પાકિસ્તાનના ઘણા એરબેઝનો નાશ કર્યો, જેના કારણે તેને ભારે નુકસાન થયું.

7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક અંગેના વધારે સમાચાર માટે અમારા ટોપિકને ક્લિક કરો.

સાબરમતી સેન્ટ્રલ જેલમાં આતંકવાદી પર અન્ય કેદીઓએ કર્યો હુમલો
સાબરમતી સેન્ટ્રલ જેલમાં આતંકવાદી પર અન્ય કેદીઓએ કર્યો હુમલો
"મોદીનો છે જમાનો": કવિ સંમેલનમાં PM મોદી શ્રોતા તરીકે
બમરોલીમાં આરોગ્ય વિભાગના દરોડા, પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ પણ જપ્ત
બમરોલીમાં આરોગ્ય વિભાગના દરોડા, પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ પણ જપ્ત
ખેડાના નડિયાદમાં ચાઈનીઝ દોરીથી કપાયું યુવતીનું ગળુ
ખેડાના નડિયાદમાં ચાઈનીઝ દોરીથી કપાયું યુવતીનું ગળુ
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ !
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ !
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, ઘરમાં સંઘર્ષ થવાની સંભાવના છે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, ઘરમાં સંઘર્ષ થવાની સંભાવના છે
જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
g clip-path="url(#clip0_868_265)">