અમેરિકા પર નવો રોગ ફેલાવાનો ખતરો, ‘સુપરબગ ફંગસ’થી અનેક લોકો થયા સંક્રમિત, દવાઓ પણ નથી કરતી અસર

એક નવી બીમારીએ અમેરિકાને ઘેરી લીધું છે. આ રોગ પર દવાઓ પણ અસર નથી કરી રહી. અમેરિકાના બે શહેરો ફંગલ સંક્રમણ સામે લડી રહ્યા છે.

અમેરિકા પર નવો રોગ ફેલાવાનો ખતરો, 'સુપરબગ ફંગસ'થી અનેક લોકો થયા સંક્રમિત, દવાઓ પણ નથી કરતી અસર
પ્રતિકાત્મક તસવીર

અમેરિકા રસીકરણ દ્વારા કોરોનાવાયરસ સામેની લડાઈ જીતી રહ્યું છે, પરંતુ આ દરમિયાન એક નવી બીમારીએ અમેરિકાને ઘેરી લીધું છે. આ રોગ પર દવાઓ પણ અસર નથી કરી રહી. અમેરિકાના બે શહેરો ફંગલ સંક્રમણ સામે લડી રહ્યા છે. મોટાભાગના લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અથવા તેઓ સામેથી દાખલ થઈ રહ્યા છે. રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રો અનુસાર આ રોગથી પીડિત લોકોની સારવાર લાંબા સમય સુધી ચાલશે.

ડોકટરો પણ ચિંતિત છે કારણ કે આ સંક્રમણ પર દવાઓ પણ બિનઅસરકારક સાબિત થઈ રહી છે. સીડીસીએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે વોશિંગ્ટન ડીસીમાં જાન્યુઆરીથી એપ્રિલ દરમિયાન 101 કેસ નોંધાયા છે. ટેક્સાસમાં 22 કેસ નોંધાયા હતા જેમાંથી 123 કેસોમાંથી 30 ટકા લોકોનાં મોત નીપજ્યાં છે. આ રોગને કેન્ડિડા ઓરિસ કહેવામાં આવે છે.

એન્ટી ફંગલ દવાઓ પણ બિનઅસરકારક

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો તેમના મૃત્યુનું કારણ કારણ કેન્ડિડા ઓરિસ હતું તેમ કહેવું મુશ્કેલ છે. વિશેષ બાબત એ છે કે, એન્ટી ફંગલ દવાઓ પણ તેના પર અસર કરતી નથી. કેન્ડિડા ઓરિસ પ્રથમ વખત જાપાનમાં 2009માં દેખાયા હતા. પાછળથી જાણવા મળ્યું કે, આ ચેપ પાકિસ્તાન, ભારત, દક્ષિણ આફ્રિકા અને વેનેઝુએલામાં પણ આવ્યો હતો.

આ રોગમાં નસો, ઘાવ અને કાનની આસપાસ ચેપ લાગવાનો શરૂ થાય છે. ગંભીર કિસ્સાઓમાં આવા લક્ષણોમાં દર્દીનો જીવ પણ જઈ શકે છે. આ રોગ નબળી ઈમ્યૂનિટીવાળા લોકોને પોતાનો શિકાર બનાવે છે. થોડા દિવસો પહેલા બ્રાઝિલમાં કોરોનાથી સંક્રમિત કેટલાક લોકોમાં ફૂગના લક્ષણો જોવા મળ્યાં હતાં. અમેરિકાની આરોગ્ય એજન્સીએ આ રોગને વૈશ્વિક જોખમ ગણાવ્યો છે.

આ રોગને ‘સુપરબગ ફંગસ’ પણ કહેવામાં આવે છે. આ રોગ ક્યાંથી અને કેવી રીતે શરૂ થયો તે હજુ સુધી જાણી શકાયું નથી. જો કે, એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે આ રોગ કોરોનાથી ચેપગ્રસ્ત લોકોને તેમનો શિકાર બનાવી રહ્યો છે. કારણ કે તેમની ઈમ્યૂનિટી નબળી પડી ગઈ હોય છે. વિશ્વના ઘણા વૈજ્ઞાનિકોનું માનવું છે કે, કેન્ડિડા ઓરિસ આગામી સમયમાં કોઈ ગંભીર રોગનું સ્વરૂપ લઈ શકે છે. તેથી તેની સારવાર માટેની શોધ શરૂ થવી જોઈએ.

 

આ પણ વાંચો: CLAT Result 2021: ક્લેટ પરીક્ષાના પરિણામની તારીખ અને કાઉન્સિલીંગનું સમયપત્રક થયું જાહેર, જાણો સમગ્ર વિગત

આ પણ વાંચો: Sarkari Naukri 2021: લોકસભામાં સીનિયર પ્રોડ્યૂસર સહિત અનેક જગ્યાઓ પર બહાર પડી ભરતી, ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે પસંદગી

Click on your DTH Provider to Add TV9 Gujarati