AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : નવી ઘમાસાણ.. રશિયન મિસાઇલો પોલેન્ડમાં પડી, શું NATO આપશે જવાબ! 32 દેશો પુતિન સામે એકસાથે આવશે?

પોલેન્ડમાં રશિયન મિસાઈલ અને ડ્રોનની ઘટનાએ રશિયા-યુક્રેન યુદ્ધને યુરોપના અન્ય દેશો સુધી ફેલાવવાનું જોખમ ઊભું કર્યું છે. નાટોના હવાઈ ક્ષેત્રમાં થયેલી આ ઘૂસણખોરીએ સંગઠનને એલર્ટ કરી દીધું છે.

Breaking News : નવી ઘમાસાણ.. રશિયન મિસાઇલો પોલેન્ડમાં પડી, શું NATO આપશે જવાબ! 32 દેશો પુતિન સામે એકસાથે આવશે?
| Updated on: Nov 22, 2026 | 4:16 PM
Share

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની આગ હવે યુરોપના અન્ય દેશો સુધી પહોંચી રહી છે. પોલેન્ડના હવાઈ ક્ષેત્રમાં રશિયન મિસાઇલો અને ડ્રોન પડવાની ઘટનાએ નાટો સંગઠનને એલર્ટ કરી દીધું છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે શું હવે નાટો રશિયા સામે લશ્કરી કાર્યવાહી કરશે? શું નાટોના 32 દેશો એક થઈને પુતિનનો સામનો કરશે? અને શું યુરોપમાં રશિયા-નાટો વચ્ચે સીધું યુદ્ધ ફાટી શકે છે?

અહેવાલો અનુસાર, 20 નવેમ્બરના રોજ બે રશિયન મિસાઇલો અને જેટ એન્જિન ધરાવતું એક ડ્રોન પોલેન્ડના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ્યા બાદ દક્ષિણપૂર્વીય વિસ્તારમાં પડ્યાં હતાં. આ વિસ્તાર યુક્રેનની સરહદ નજીક આવેલો છે. આ ઘટના એવા સમયે બની છે, જ્યારે રશિયા દ્વારા યુક્રેન પર મિસાઇલ અને ડ્રોન હુમલાઓ તેજ કરવામાં આવ્યા છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીના જણાવ્યા અનુસાર, રશિયાએ એક જ હુમલામાં 400થી વધુ ડ્રોન અને 110 મિસાઇલોનો ઉપયોગ કર્યો હતો. આ દરમિયાન પોલેન્ડના હવાઈ ક્ષેત્રમાં થયેલી ઘૂસણખોરીએ યુરોપની સુરક્ષા સામે નવા સવાલો ઊભા કર્યા છે.

રશિયાએ પોલેન્ડને કેમ નિશાન બનાવ્યું?

પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્કે આ ઘટનાને રશિયા તરફથી કરવામાં આવેલી ઉશ્કેરણી ગણાવી છે. તેમનું કહેવું છે કે આ ઘટના એવા સમયે બની છે, જ્યારે યુરોપિયન દેશો દ્વારા લશ્કરી અભ્યાસ કરવામાં આવી રહ્યો હતો. નિષ્ણાતોના મતે, રશિયા નાટોની સરહદોની આસપાસ પોતાની લશ્કરી ગતિવિધિઓ વધારી રહ્યું છે અને નાટોનો પ્રતિભાવ ચકાસવાનો પ્રયાસ કરી શકે છે.

નાટોની કલમ 4 અને 5 શું છે?

નાટોમાં કુલ 32 સભ્ય દેશો છે. તેની કલમ 4 હેઠળ કોઈપણ સભ્ય દેશને પોતાની સુરક્ષા સામે જોખમ જણાય તો તે અન્ય સભ્યો સાથે કટોકટી બેઠક બોલાવી શકે છે.

જ્યારે કલમ 5 સામૂહિક સુરક્ષા સાથે જોડાયેલી છે. આ કલમ મુજબ, એક સભ્ય દેશ પર સશસ્ત્ર હુમલો થાય તો તેને સમગ્ર નાટો સંગઠન પર હુમલો માનવામાં આવી શકે છે. જોકે, તેનો અર્થ એવો નથી કે તમામ 32 દેશોએ સીધા યુદ્ધમાં ઉતરવું જ પડે. દરેક દેશ પોતાની ક્ષમતા અને નિર્ણય અનુસાર મદદ કરી શકે છે.

શું રશિયા અને નાટો વચ્ચે યુદ્ધ થશે?

નાટોના મહાસચિવ માર્ક રુટેએ પોલેન્ડની સુરક્ષા માટે સમર્થન વ્યક્ત કર્યું છે. બીજી તરફ, પોલેન્ડે પોતાની પૂર્વીય સરહદની સુરક્ષા વધારવાની માંગ કરી છે.

જોકે, અત્યાર સુધી પોલેન્ડે કલમ 4 કે કલમ 5 લાગુ કરી નથી. નિષ્ણાતોના મતે, બંને પક્ષો વચ્ચે સીધા લશ્કરી સંઘર્ષનું જોખમ ટાળવા રાજદ્વારી અને સુરક્ષા સ્તરે પ્રયાસો થઈ શકે છે. પરંતુ હવે જોવાનું એ રહેશે કે નાટો આ ઘટનાનો જવાબ કેવી રીતે આપે છે અને પુતિનના આગામી પગલાં શું હશે?

ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને ચીને કેમ આપ્યો હતો સાથ?

Follow Us
g clip-path="url(#clip0_868_265)">